Green Peas Benefits : વટાણા શિયાળાનું સુપરફૂડ, સ્વાસ્થ્ય લાભ જાણી આજથી ખાવાનું શરૂ કરી દેશો

Health Benefits Of Green Peas : વટાણા પ્રોટીન, ફાઇબર, આર્યનથી ભરપૂર હોય છે. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દી માટે આ શાકભાજીનું સેવન ફાયદાકારક રહે છે. વટાણાનું નિયમિત સેવન પાચનતંત્રને મજબૂત બનાવે છે.

Written by Ajay Saroya
October 17, 2025 14:02 IST
Green Peas Benefits : વટાણા શિયાળાનું સુપરફૂડ, સ્વાસ્થ્ય લાભ જાણી આજથી ખાવાનું શરૂ કરી દેશો
Green Peas Benefits : વટાણા ખાવાથી શરીરને વિવિધ પોષક તત્વો મળે છે. (Photo: Freepik)

Green Peas Benefits And Nutritional Value : વટાણા શિયાળાની શાકભાજી છે, પરંતુ હવે તે આખું વર્ષ સરળતાથી ઉપલબ્ધ છે. મોસમી વટાણાનો સ્વાદ મીઠો અને તાજું હોય છે, તેથી લોકો શિયાળામાં ખૂબ જ ઉત્સાહથી વટાણા વિવિધ શાક, પુલાવ, મટર પનીર સબ્જી જેવી વાનગીઓ ખાય છે. વટાણા માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તે પોષક તત્વોનો ભંડાર પણ છે. વટાણાનું નિયમિત સેવન પાચનતંત્રને મજબૂત બનાવે છે, બ્લડ શુગર કન્ટ્રોલમાં રાખે છે, હૃદયની તંદુરસ્તી સુધારે છે અને વજનને પણ નિયંત્રિત કરે છે. તેમાં હાજર ફાઇબર અને પ્રોટીન તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે, જેના કારણે વધુ પડતું ખાવાની સમસ્યા થતી નથી.

સિગ્નસ લક્ષ્મી હોસ્પિટલના જનરલ ફિઝિશિયન ડો.સંજય કુમારે જણાવ્યું હતું કે વટાણાના નાના દાણા ઔષધીય ગુણધર્મોથી ભરપૂર છે. ડાયાબિટીસથી લઈને વજન ઘટાડવા સુધીની દરેક વસ્તુ માટે તેનું સેવન કરી શકાય છે. ચાલો જાણીએ વટાણાના સેવનથી ક્યા સ્વાસ્થ્ય લાભ થાય છે.

100 ગ્રામ વટાણામાં પોષક તત્ત્વ

  • કેલરી – 80-85 કિલો કેલરી લગભગ
  • પ્રોટીન – 5-6 ગ્રામ
  • ફાઇબર – 5-6 ગ્રામ
  • કાર્બોહાઇડ્રેટ્સ – 14-15 ગ્રામ
  • વિટામિન સી – 40-50 મિલિગ્રામ
  • વિટામિન કે- 25-30 માઇક્રોગ્રામ હોય છે, જે હાડકાં માટે ફાયદાકારક છે
  • ફોલેટ 60-65 માઇક્રોગ્રામ હોય છે, જે શરીરની વૃદ્ધિ માટે જરૂરી છે
  • આયર્ન – 1.5 મિલિગ્રામ હોય છે, જે લોહીની ઉણપ અટકાવવામાં મદદગાર છે.
  • પોટેશિયમ – 150 મિલિગ્રામ હોય છે, તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
  • મેગ્નેશિયમ – 30-35 મિલિગ્રામ હોય છે, જે સ્નાયુઓ અને માંસપેશીઓ માટે ફાયદાકારક છે.

વટાણા બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદરૂપ

વટાણામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને તેમાં પ્રોટીન અને ફાઇબર વધારે હોય છે. તે લોહીમાં શુગરનું શોષણ ધીમું કરે છે, જે બ્લડ શુગર લેવલ કન્ટ્રોલમાં રાખે છે.

પાચન સુધારે છે

વટાણામાં હાજર હાઇ ડાયટરી ફાઇબર આંતરડાની હિલચાલને નિયમિત રાખે છે, પાચનતંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાત થતી અટકાવે છે. તે તંદુરસ્ત માઇક્રોબાયોમને પણ ટેકો આપે છે.

હૃદયની તંદુરસ્તી સુધારે છે

વટાણામાં હાજર એન્ટીઓક્સિડેન્ટ, પોટેશિયમ અને ફાઇબર બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ લેવલ કન્ટ્રોલમાં રાખે છે, જે હૃદય રોગોનું જોખમ ઘટાડે છે.

પ્લાન્ટ પ્રોટીનનો સમૃદ્ધ સ્ત્રોત

વટાણા પ્લાન પ્રોટીનનો એક મહાન સ્રોત છે. તે માત્ર શાકાહારીઓ માટે જ યોગ્ય પસંદગી નથી, પરંતુ સ્નાયુઓને મજબૂત રાખવામાં અને શરીરમાં એનર્જા જાળવવામાં પણ મદદ કરે છે.

વિટામિન અને ખનિજોથી ભરપૂર

વટાણામાં વિટામિન કે, વિટામિન સી, ફોલેટ અને મેંગેનીઝ જેવા પોષક તત્વો હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે, રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે અને એકંદર સ્વાસ્થ્યને ટેકો આપે છે.

શરીરનું વજન નિયંત્રિત રાખવામાં મદદરૂપ

વટાણામાં કેલરી ઓછી હોય છે પરંતુ ફાઇબર અને પ્રોટીનથી સમૃદ્ધ હોય છે. તે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે અને વારંવાર ખાવાની ટેવ ઘટાડે છે, જે વજનને નિયંત્રણમાં રાખે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ