/indian-express-gujarati/media/media_files/2026/01/06/green-khichdi-recipe-2026-01-06-15-14-09.jpg)
લીલા વટાણા પાલકની ખીચડી Photograph: (instagram)
Palak vatana khichdi recipe : શિયાળો અત્યારે ફૂલ બહારમાં ખીલી ઉઠ્યો છે. ઠંડીનો પારો પણ ગગડ્યો છે. આવી સ્થિતિમાં શરીરને એનર્જીની ખાસ જરૂર હોય છે. ત્યારે લોકો અલગ અલગ વાનગીઓ બનાવતા હોય છે.
ત્યારે શિયાળામાં બે લીલી શાકભાજીથી બનતી ખીચડી ચોક્કસ બનાવવી જોઈએ. અત્યારે બે લીલી શાકભાજી એટલે કે પાલક અને લીલા વટાણા બંને માર્કેટમાં મળે છે.
લીલા વટાણા અને પાલકની ખીચડી આયર્ન અને વિટામીન્સથી ભરપૂર હોય છે. આ ખીચડી ગરમા ગરમ ખાવાની મજા અલગ છે. આ ખીચડી સ્વાદની સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે.
લીલી ખીચડી બનાવવાની સામગ્રી
- એક કપ ચોખા અહીં તમે કોઈપણ ખીચડીના ચોખા કે ભાતના ચોખા લઈ શકો છો.
- અડધો કપ મગની ફોતરાવાળી દાળ
- સ્વાદ પ્રમાણે મીઠું
- અડધી ચમચી હળદર
- ત્રણ કપ પાણી
- 250 ગ્રામ લીલા વટાણા
- એક ચમચી બટર
- એક ચમચી જીરું
- તેલ
- સુકું મરચું
- હીંગ
- લીલા મરચા
- આદુ લસણની પેસ્ટ
- લીલું લસણ
- મીઠા લીમડાના પાન
- સુકું લસણ
- કાસ્મીરી લાલ મરચું પાઉડર
- ઘી
લીલી ખીચડી બનાવાની રીત
સૌથી પહેલા બાઉલમાં એક કપ ચોખા અને અડધો કપ મગની ફોતરાવાળી દારને ત્રણ-ચાર વખત પાણીમાં ધોઈ લઈશું અને ત્યાર બાદ એક કુકરમાં લઈશું.
ચાર સીટી વગાડીશું
ત્યાર બાદ કુકરમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, ત્રણ કપ પાણી અને 250 ગ્રામ લીલા વટાણા ઉમેરીને ધીમી ફ્લેમ પર ચાર વિશલ વાગે ત્યાં સુધી ખીચડી ચડવા દઈશું.
પાલકની પેસ્ટ તૈયાર કરીશું
હવે 250 ગ્રામ પાલક લઈશું તેને ગરમ પાણીમાં ઉકાળીશું ત્યાર બાદ ઠંડા પાણી કાઢી લઈશું. ત્યારબાદ મીક્સર જારમાં પાણી વગર જ ફાઈન પેસ્ટ તૈયાર કરીશું.
ખચડીનો વઘાર કરીશું
હવે એક પેનમાં એક ચમચી પટર અને બે ચમચી તેલ લઈને ગરમ કરવા મુકીશું ત્યાર બાદ તેમાં રાઈ, જીરું, હીંગ, સુકું મરચાને કટકા કરીને નાંખીશું.
આ પણ વાંચોઃ- લીલા વટાણાના ફાયદા: શિયાળામાં લીલા વટાણા ખાવાના આ 8 અદ્ભુત ફાયદા, રોજના ડાયટમાં કરો સામેલ
ત્યારબાદ તેમાં કાપેલા લીલા મરચાં,ઝીણું કાપેલું લીલું લસણ અને મીઠા લિમડાના પાન નાંખીને થોડી વાર સાંતળી લઈશું. હવે તેમાં પાલકની પેસ્ટ અને ખીચડી ઉમેરી લઈશું. મીક્સર જારમાં થોડું પાણીના નાંખીને હલાવી પેનમાં નાંખીશું. ત્યાર બાદ ચમચી વડે બધુ સારી રીતે મીક્સ કરીને ચડવા દઈશું.
લસણ મરચાનો તડકો લગાવીશું
એક વઘારીયામાં ત્રણ ચમચી ઘી લઈશું તેમાં 5-6 લસણની કળિયોને કાપીને ઉમેરીશું સાથે એક ચમચી લાલ કાશ્મીરી મરચું ઉમેરી તડકો તૈયાર કરીને ખીચડી પર ઉમેરીશું. આમ તૈયાર છે તમારી પાલક વટાણાની ખીચડી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us