Green Peas Storage Tips: લીલા વટાણા સ્ટોર કરવાની સરળ રીત, આખું વર્ષ રહેશે ફ્રેશ, બજારમાંથી ખરીદવાની જરૂર નહીં

Green Peas Storage Tips In Gujarati : લીલા વટાણા ફ્રિજમાં સ્ટોર કરી આખું વર્ષ વાપરી શકાય છે. અમુક લોકો ફ્રિજમાં સ્ટોર કરવાની સાચી રીત જાણતા નથી તેના કારણે વટાણા પીળા અને સ્વાદ બગડી જાય છે. અહીં લીલા વટાણા સ્ટોર કરવાની સાચી રીત જણાવી છે.

Green Peas Storage Tips In Gujarati : લીલા વટાણા ફ્રિજમાં સ્ટોર કરી આખું વર્ષ વાપરી શકાય છે. અમુક લોકો ફ્રિજમાં સ્ટોર કરવાની સાચી રીત જાણતા નથી તેના કારણે વટાણા પીળા અને સ્વાદ બગડી જાય છે. અહીં લીલા વટાણા સ્ટોર કરવાની સાચી રીત જણાવી છે.

author-image
Ajay Saroya
New Update
green peas storage in refrigerator | green peas storage tips |  frozen green peas tips

Green Peas Storage Tips For a Year : લીલા વટાણા ફ્રિજમાં આખા વર્ષ સુધી સ્ટોર કરવાની સરળ રીત. Photograph: (Canva)

How To Store Green Peas For A Year: શિયાળામાં લીલા શાકભાજી ભરપૂર પ્રમાણમાં આવે છે. જો કે ગરમી શરૂ થતા જ શાકભાજીની આવક ઘટવા લાગે છે અને તેના કારણે શાકભાજીના ભાવ પણ વધે છે. જો કે અમુક શાકભાજી એવા છે, જે શિયાળામાં સારી રીતે સ્ટોર કરી આખું વર્ષ તેનો ઉપયોગ કરી શકાય છે. આવી જ એક શાકભાજી છે લીલા વટાણા, જે સબ્જી, પુલાસ, ભાજીપાઉં જેવી વિવિધ વાનગીમાં વપરાય છે. અહીં લીલાવટાણા સ્ટોર કરવાની સરળ રીત આપી છે. 

Advertisment

મોટાભાગના લોકો વટાણા છોલી તેના દાણા સીધા ફ્રિજમાં સ્ટોર કરે છે, જેના કારણે થોડાક જ મહિનામાં વટાણા પીળા પડી જાય છે કે સ્વાદ ખરાબ થઇ જાય છે. લીલા વટાણા સ્ટોર કરવાની એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે, જેને બ્લેંચિંગ (blanching) કહેવાય છે. યુટ્યૂબર પૂનમ દેવનાની એ આ સરળ શબ્દોમાં સમજાવી છે.

તેના મતે લીલા વટાણા સ્ટોર કરવાની પહેલા તેને એક ખાસ તાપમાન માંથી પસાર કરવા જરૂરી છે, જેથી તેની અંદરનું એન્ઝાઇમ્સ નિષ્ક્રિય થાય. રસોડામાં રહેલા મીઠું અને ખાંડની મદદથી વટાણાને 12 મહિના સુધી ફ્રેશ રાખી શકાયછે. આ પદ્ધતિથી આખું વર્ષ લીલા વટાણા સ્ટોર કરી શકાય છે અને પૈસા પણ બચે છે.

સૌથી પહેલા લીલા વટાણા ફોલવામાં સાવધાની રાખો. મોટા અને પાકેલા વટાણાને નાના વટાણાથી અલગ રાખો. હકીકતમાં નાના અને નરમ લીલા વટાણા ઝડપથી ખરાબ થાય છે અને બધા જ વટાણાને સડાવી શકે છે. આથી માત્ર મોટા અને સારા લીલા વટાણા જ સ્ટોર કરવા જોઇએ.

Advertisment

ખાંડ અને નમકનું દ્રાવણ

હવે એક વાસણમાં પાણી લો અને તેમા 2 - 3 ચમચી ખાંડ અને મીઠું ઉમેરો. ખાંડ વટાણાના લીલા રંગને જાળવી રાખે છે અને મીઠું એક નેચરલ પ્રિઝર્વેશનનં કામ કરે છે. હવે આ પાણી ગેસ પર ઉકાળો.

બ્લીચિંગ પ્રોસેસ

પાણી ઉકળવા લાગે ત્યારે તેમા લીલા વટાણાને નાંખો અને ગેસ બંધ કરી દો. વટાણાને ઉકાળવાના નથી, માત્ર ગરમ પાણીમાં 2 મિનિટ સુધી રાખવી મૂકવાના છે. તમે જોશો કે લીલા વટાણા પાણીમાં ઉપર તરવા લાગશે, એટલે કે તે સ્ટોર કરવા માટે તૈયાર છે.

આઇસ બાથ

ગરમ પાણી માંથી લીલા વટાણા કાઢી તેને બફરના ઠંડા પાણીમાં નાંખો. તેને શોક ટ્રિટમેન્ટ કહેવાય છે. તેનાથી વટાણા પકવવાની પ્રોસેસ તરત જ અટકી જાય છે અને તેનો લીલા રંગ જળવાઇ રહે છે. 2-3 મિનિટ સુધી ઠંડા પાણીમાં રાખ્યા બાદ તેને કાઢી લો. 

લીલા વટાણાની સુકવણીની યોગ્ય રીત

હવે ઠંડા પાણીમાં કાઢ્યા બાદ લીલા વટાણાને જમીન પર એક સ્વચ્છ સુતરાઉ કપડા પર ફેલાવી દો. ધ્યાન રાખો કે, લીલા વટાણાને તડકામાં સુકાવવાના નથી. લીલા વટાણાને માત્ર 4 -5 કલાક પંખાની હવામાં મૂકી રાખો, જેથી ભેજ સંપૂર્ણપણે શોષાઇ જાય. વટાણા જેટલા શુષ્ક હશે, ફ્રિજરની અંદર તેમાં ઓછું બરફ જામશે.

આ પણ વાંચો | સફેદ કપડાં પરથી ચા કે કોફીના ડાઘ કેવી રીતે દૂર કરવા? આ સરળ ટિપ્સ મિનિટોમાં કરશે સાફ

વટાણા જીપ લોક બેગમાં સ્ટોર કરો

વટાણા સંપૂર્ણ સુકાય પછી તેને જીપ લોક બેગ કે હવાચુસ્ત ડબ્બામાં ભરી દો. જીપ લોક બેગની હવા કાઢી તેને સારી રીતે બંધ કરો. હવે જીપ લોક બેગને ફ્રિજરની અંદર મૂકી રાખો. આ રીતે સ્ટોર કરવાથી લીલા વટાણા આખું વર્ષ ફ્રેશ રહે છે.

ભોજન Health જીવનશૈલી રેસીપી