Homemade Green Soup Recipe : શિયાળામાં લીલા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં આવે છે. લીલા શાકભાજી ખાવાથી શરીરને ઘણા પોષકતત્વો મળે છે. લીલા શાકભાજી માંથી સ્વાદિષ્ટ સબ્જી અને વિવિધ વાનગીઓ બને છે. લીલા શાકભાજી માંથી ગ્રીન સૂપ પણ બનાવી શકાય છે, જે સ્વાદમાં લાજવાબ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આ હેલ્ધી ગ્રીન સૂપ પીવાથી શરીરને ગરમી મળે છે. અહીં ઘરે હેલ્ધી ગ્રીન સૂપ રેસીપી આપી છે, જે તમારે શિયાળામાં જરૂર ટ્રાય કરવી જોઇએ.
ગ્રીન સૂપ બનાવવા માટે સામગ્રી
- પાલક : 2 kh
- બ્રોકલી : 1 કપ
- ડુંગલી : 1 નંગ
- લીલું લસણ : 1/2 કપ
- આદું : 1 નાનો ટુકડો
- લીલું કોથમીર : 1/2 કપ
- બટર : 1 ચમચી
- કાળા મરી પાઉડર : 1 નાની ચમચી
- લવિંગ પાઉડર : 1 નાની ચમચી
- લીલા મરચા : 3 -4 નંગ
- પાણી : 3 -4 કપા
- મીઠું : સ્વાદ અનુસાર
- લીબુંનો રસ : 1 નાની ચમચી
Green Soup Recipe : ગ્રીન સૂપ બનાવવાની રીત
ગ્રીન સૂપ બનાવવા માટે સૌથી પહેલા એક કઢાઇમાં તેલ કે બટર ઓગાળો, તેમાં ઝીણું સમારેલું લીલું લસણ, ઝીણેલું આદું, અને ડુંગળીને સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લો. પછી તેમા કાપેલું પાલક, બ્રોકલી અને લીલા કોથમીરના પાન ઉમેરી 2 થી 3 મિનિટ સુધી પકવો.
હવે તેમા જરૂર હોય એટલું પાણી અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. કઢાઇને ઢાંકણ વડે ઢાંકી બધા શાકભાજી નરમ થાય ત્યાં સુધી બાફો. બધા શાકભાજી બરાબર બફાઇ જાય પછી ગેસ બંધ કરી દો અને મિશ્રણને સહેજ ઠંડુ થવા દો. મિક્સર જારમાં બાફેલા શાકભાજીનો સૂપ બનાવો. સૂપ તમારા મરજી મુજબ ઘટ્ટ કે પાતળો રાખી શકાય છે.
આ ગ્રીન સૂપને એક કઢાઇમાં રેડી સહેજ 3 થી 5 મિનિટ સુધી ગરમ કરો. તેમા કાળા મરી પાઉડર, લવિંગ પાઉડર ઉમેરી મિક્સ કરો. ગ્રીન સૂપ તમારા મરજી મુજબ ઘટ્ટ કે પાતળો રાખી શકાય છે. ગ્રીન સૂપ એક સર્વિંગ બાઉલમાં રેડો. તેમા ફ્રેશ ક્રિમ ઉમેરી સર્વ કરો. ગ્રીન સૂપ સાથે પુલાવ, ખીચડી કે બ્રાઉન બ્રેડ સાથે ખાઇ શકાય છે.
Green Soup Benefits : ગ્રીન સૂપ પીવાના ફાયદા
ઇમ્યુનિટી વધશે
બ્રોકલીમાં વિટામિન સી ભરપૂર હોય છે, જે મોસમી બીમારી અને શરદી ઉધરસથી બચાવે છે. સાથે જ પાલક અને બ્રોકલીમાં વિટામિન એ અને અન્ય એન્ટિઓક્સિડન્ટ હોય છે, જે શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
લોહીની ઉણપ દૂર થશે
પાલકમાં આયર્ન હોય છે. આથી આ ગ્રીન સૂપ પીવાથી શરીરમાં હીમોગ્લોબિન વધે છે, જેનાથી એનીમિયાની બીમારી દૂર થાય છે.
આ પણ વાંચો | બાજરી ઇડલી ફાઇબર, પ્રોટીન, આયર્નથી ભરપૂર; ઓછી મહેનતમાં ફટાફટ બની જશે
હાકડાં મજબૂત થશે
પાલક અને બ્રોકલી બંનેમાં કેલ્શિયલ અને વિટામિન કે ભરપૂર પ્રમાણમાં હોય છે, જે હાડકાં મજબૂત બનાવવા માટે જરૂરી છે.





