Green Tea: ગ્રીન ટી બનવવામાં 90% લોકો કરે છે આ ભૂલ! શેફ રણવીર બરાર પાસેથી જાણો બનાવવાની શ્રેષ્ઠ રીત

Green Tea Tips: ગ્રીન ટીન પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. જો કે ઘણા લોકો ગ્રીન ટી બનાવતી વખતે ગંભીર ભૂલો કરે છે, પરિણામ તેનો સંપૂર્ણ ફાયદો મળતો નથી. શેફ રણવીર બરાર પાસેથી જાણો ગ્રીન ટી બનાવવાની શ્રેષ્ઠ રીત

Green Tea Tips: ગ્રીન ટીન પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. જો કે ઘણા લોકો ગ્રીન ટી બનાવતી વખતે ગંભીર ભૂલો કરે છે, પરિણામ તેનો સંપૂર્ણ ફાયદો મળતો નથી. શેફ રણવીર બરાર પાસેથી જાણો ગ્રીન ટી બનાવવાની શ્રેષ્ઠ રીત

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Green Tea | Green Tea benefits | How to make Green Tea | Green Tea tips

Green Tea: ગ્રીન ટી નું યોગ્ય રીતે સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. (Photo - Freepik)

ઉreen Tea Tips: ગ્રીન ટી હેલ્થ માટે ફાયદાકારક છે. વજન ઘટાડવા માટે લોકો ઘણીવાર ગ્રીન ટી પીવે છે. તો કેટલાક લોકો હેલ્ધી રહેવા માટે તેને હંમેશા પોતાના ડાયટમાં સામેલ કરે છે. આ બધાની પાછળ એક જ કારણ છે, તે છે તેના પાવરફુલ એન્ટીઓક્સીડેન્ટ્સ જે ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. આ એન્ટિઓક્સિડેન્ટ્સ ચરબીનું પાચન ઝડપી બનાવે છે અને પેટનો મેટાબોલિક રેટ વધારે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ ક્યારેક ક્યારેક આપણી ભૂલોના કારણે આ એન્ટીઓક્સીડેન્ટ્સને નુકસાન થાય છે. આથી ગ્રીન ટી પીવાનો ફાયદો મળતો નથી. ગ્રીન ટી કેવી રીતે બનાવવી, ગ્રીન ટી વખતે થતી ભૂલ કેમ રોકવી? જાણો ચાણીયે

Advertisment

ગ્રીન ટી બનાવતી વખતી થતી ભૂલ

ભારતના પ્રખ્યાત શેફ રણવીર બરારના જણાવ્યા અનુસાર, ગ્રીન ટી બનાવવામાં ઘણીવાર લોકો ભૂલ કરતા હોય છે. લોકો પાણી ઉકાળીને ગ્રીન ટી બનાવે છે જે યોગ્ય નથી. જેના કારણે ગ્રીન ટીની પત્તી બળી જાય છે, પરિણામે તેનો સ્વાદ કડવો થઇ જાય છે. ઉપરાંત જ્યારે તમે ગ્રીન ટીને ઉકાળો છો તો તેના એન્ટીઓક્સીડેન્ટ્સ સમાપ્ત થઇ જાય છે, જેનાથી તે પીવાનો ફાયદો નથી મળતો.

ગ્રીન ટી બેગને લાંબા સમય સુધી ડુબાડી ન રાખો

તમારે ગ્રીન ટી બેગને લાંબા સમય સુધી પાણીમાં ડૂબેલી ન રાખવી જોઈએ. તમારે તેને ફક્ત 1 થી 3 મિનિટ સુધી પાણીમાં ડુબાડી રાખવાની જરૂર છે અને પછીથી તેનું સેવન કરો. તમે તેને જેટલો લાંબો સમય ડુબાડી રાખશો, તેટલી જ તે વધુ કડવી બનશે અને પછી તેનો સ્વાદ બગડી જશે. ઉપરાંત એક વાતનું ધ્યાન રાખો કે, તમારી ટી બેગને ક્યારેય પણ તેની પોતાની દોરીથી ન પકડી ભેગી કરવી નહીં. આમ કરવાથી ગ્રીન ટીનો સ્વાદ સંપૂર્ણપણે ખરાબ થઈ શકે છે.

આ પણ વાંચો | રાજસ્થાની ચૂરમા ઘરે બનાવો ફટાફટ, જાણો આ દેશી મિઠાઇની રેસીપી,

Advertisment

ગ્રીન ટી બનાવવાની શ્રેષ્ઠ રીત

ગ્રીન ટી રેસીપી ની સાચી રીત એ છે કે પહેલા પાણીને ઉકાળો અને પછી તેને ઠંડુ થવા દો. જ્યારે તે પીવા માટે પૂરતું ગરમ થઈ જાય, ત્યારે તેને એક કપમાં કાઢો અને તેમાં ગ્રીન ટી બેગને 2 થી 3 મિનિટ સુધી ડુબાડી રાખો. હવે ગ્રીન ટીનું સેવન કરો. બીજી રીત છે, આખી રાત પાણીમાં ગ્રીન ટીને ફ્રિજમાં પલાળી રાખો. સવારે તેનું સેવન કરો. આમ કરવાથી તમને સંપૂર્ણ એન્ટીઓકિસડન્ટો મળશે અને સ્વાસ્થ્ય પણ યોગ્ય રહેશે.

રેસીપી જીવનશૈલી health tips