Green Tea vs Coffee: ગ્રીન ટી કે કોફી, સવારે બંને માંથી શું પીવું શરીર માટે ફાયદાકારક છે?

Green Tea vs Coffee Health Benefits In Morning: કોફી અને ગ્રીન ટી બંનેના પોતાના અલગ-અલગ ફાયદા છે. આ બંને વજન ઓછું થવાથી લઈને શરીરની અન્ય બાબતો પર ખુબ જ અસર પડે છે.

Green Tea vs Coffee Health Benefits In Morning: કોફી અને ગ્રીન ટી બંનેના પોતાના અલગ-અલગ ફાયદા છે. આ બંને વજન ઓછું થવાથી લઈને શરીરની અન્ય બાબતો પર ખુબ જ અસર પડે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Green Tea VS Coffee | Green Tea benefits | Coffee benefits

Green Tea vs Coffee: ગ્રીન ટી અને કોફી પીવાથી શરીર પર અલગ અલગ અસર થાય છે. (Photo: Freepik)

reen Tea vs Coffee Which Is Healthier Drink In Morning: સવારની સારી શરૂઆત આખો દિવસ વધુ સારો બનાવે છે. દિવસની શરૂઆત સારી રીતે થાય તો દિવસભર શરીરમાં એનર્જી રહે છે. ઘણા લોકો તેમના દિવસની શરૂઆત કોફી અથવા ગ્રીન ટી પીવા સાથે કરે છે.

Advertisment

આમ જોવા જઈએ તો કોફી અને ગ્રીન ટી બંનેના પોતાના અલગ-અલગ ફાયદા છે. આ બંને વજન ઓછું થવાથી લઈને શરીરની અન્ય બાબતો પર ખુબ જ અસર પડે છે. આવી સ્થિતિમાં, આજે આ લેખમાં, અમે તમને જણાવીશું કે સવારની શરૂઆત કરવા માટે કોફી અને ગ્રીન ટી બંને માંથી શ્રેષ્ઠ શું છે.

Coffee Benefits : કોફી પીવાથી શરીર પર કેવી અસર થાય છે?

જો તમે તમારા દિવસની શરૂઆત કોફીથી કરશો, તો તમને ત્વરિત ઉર્જા મળશે. હકીકતમાં, તેમાં સારી માત્રામાં કેફીન હોય છે, તે મગજને એલર્ટ કરે છે અને શરીરને એનર્જી આપે છે. તે ચયાપચયને વેગ આપે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. કોફી પીવાથી પ્રોડિક્ટિવિટીમાં પણ વધારો થાય છે. જો કે, તેના વધુ પડતા સેવનથી ચિંતા, ગભરામણ કે એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે.

Green Tea Benefits : ગ્રીન ટી પીવી કેટલી ફાયદાકારક છે?

તમે તમારા દિવસની શરૂઆત ગ્રીન ટીથી પણ કરી શકો છો. હકીકતમાં, તેમાં કેફીનનું પ્રમાણ ઓછું હોય છે અને તેને પીવાથી હળવી ઊર્જા મળે છે. જો કે તણાવ ઓછો કરવા માટે તે વધુ સારું છે. ગ્રીન ટીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ઈમ્યુન સિસ્ટમને સારી બનાવે છે.

Advertisment

આ પણ વાંચો : રાતે ચોખા ખાનાર સાવધાન, શરીર પર 3 ખરાબ અસર, જાણો એક્સપર્ટ્સ પાસેથી

કોફી અને ગ્રીન ટીવ બંને માંથી શું શ્રેષ્ઠ છે?

જો તમે તમારા દિવસની શરૂઆત એલર્ટ અને એનર્જેટિક રીતે કરવા માંગો છો, તો તમે કોફી પી શકો છો. બીજી તરફ, જો તમે તમારા દિવસની શરૂઆત તંદુરસ્તી સાથે ધીમી શરૂઆત કરવા માંગતા હો, તો પછી તમે ગ્રીન ટી પસંદ કરી શકો છો.

(Disclaimer : આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લેવી)

જીવનશૈલી health tips