Vegetables Juice For Glowing Skin: લીલા શાકભાજીનો જ્યુસ તમને માત્ર આટલા સમયમાં ગ્લોઈંગ સ્કિન પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે, અહીં જાણો

Vegetables Juice For Glowing Skin: SK27 GYMના વેલનેસ કોચ અને ડિરેક્ટર કૃતિકા મક્કર કપૂરે જણાવ્યું હતું કે, ત્વચાના સ્વાસ્થ્ય માટે પર્યાપ્ત હાઇડ્રેશન આવશ્યક છે, અને શાકભાજીના જ્યુસમાં પાણીનું ઉચ્ચ પ્રમાણ ત્વચાને હાઇડ્રેટેડ અને કોમળ રાખવામાં મદદ કરે છે.

Vegetables Juice For Glowing Skin: SK27 GYMના વેલનેસ કોચ અને ડિરેક્ટર કૃતિકા મક્કર કપૂરે જણાવ્યું હતું કે, ત્વચાના સ્વાસ્થ્ય માટે પર્યાપ્ત હાઇડ્રેશન આવશ્યક છે, અને શાકભાજીના જ્યુસમાં પાણીનું ઉચ્ચ પ્રમાણ ત્વચાને હાઇડ્રેટેડ અને કોમળ રાખવામાં મદદ કરે છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Vegetable juice for glowing skin: (Freepik)

ચમકતી ત્વચા માટે શાકભાજીનો રસ: (ફ્રીપિક)

સ્કિનકેરએ વ્યાપક પ્રક્રિયા છે, જેમાં ઘણી ટાઈપ્સની પ્રોડક્ટસનો ઉપયોગ થતો હોય છે, પરંતુ તે તમારી ડાયટ ચોઈસ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. અહીં nutty over nutrition ના ન્યુટ્રિશનિસ્ટ કિરણ કુકરેજાએ શાકભાજીના જ્યુસની રેસીપી શેર કરી કે જેનું સેવન તમારી ગ્લોઈંગ સ્કિન માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે , અને સરળતાથી તૈયાર થઇ જાય છે,

Advertisment

કુકરેજાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું કે, “આ શાકભાજીના જ્યુસે મને માત્ર બે અઠવાડિયામાં ગ્લોઈંગ સ્કિન મેળવવામાં મદદ કરી હતી.

શાકભાજી જ્યુસ બનાવની આ રીત આ રહી,

સામગ્રી :

એક કાકડી
થોડી કોથમીર
થોડા ફુદીનાના પાન
1 નંગ – આમળા
1/2 ચમચી – જીરું પાવડર
1/2 નંગ – લીંબુનો રસ
1 ગ્લાસ- પાણી

Advertisment

આ પણ વાંચો: Monsoon Health : ચોમાસાની ઋતુમાં ભેજને કારણે નેત્રસ્તર દાહના કેસ વધે છે, અટકવા માટે આ પગલાં લઇ શકાય

મેથડ :

બધી સામગ્રીને પીસી લો.
જ્યુસને ગાળો નહીં.

ક્યારે લેવું?

દિવસમાં એકવાર તેનું સેવન કરો.

શું તે કામ કરે છે?

કૃતિકા મક્કર કપૂર, વેલનેસ કોચ અને ડિરેક્ટર, SK27 GYM એ શેર કર્યું કે જ્યારે માર્કેટમાં વિવિધ સ્કિનકેર પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે, ત્યારે થોડા અઠવાડિયા માટે શાકભાજીના જ્યુસનું સેવન જેવી કુદરતી રીતો મદદ કરી શકે છે. કપૂરે કહ્યું કે,“શાકભાજીના રસમાં વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટો હોય છે જે તમારી ત્વચાના સ્વાસ્થ્યને સુધારી શકે છે. તદુપરાંત, શાકભાજીમાં વિટામિન સી પણ હોય છે, જે કોલેજન ઉત્પાદન માટે મહત્વપૂર્ણ છે જે પ્રોટીન છે જે ત્વચાને મજબૂત, હાઇડ્રેટેડ અને જુવાન રાખે છે. વિટામિન સી એન્ટીઑકિસડન્ટ તરીકે પણ કામ કરે છે જે ત્વચાને સૂર્યના નુકસાન અને પર્યાવરણીય તાણથી બચાવી શકે છે.''

વનસ્પતિના રસમાં હાજર અન્ય મહત્વપૂર્ણ પોષક તત્વો પોટેશિયમ છે, જે શરીરમાં પ્રવાહીના સંતુલનને નિયંત્રિત કરે છે.તેણીએ ઉલ્લેખ કર્યો કે, "સ્કિન હેલ્થ માટે પર્યાપ્ત હાઇડ્રેશન આવશ્યક છે, અને શાકભાજીના રસમાં પાણીની ઉચ્ચ સામગ્રી સ્કિનને હાઇડ્રેટેડ અને કોમળ રાખવામાં મદદ કરે છે.''

આ પણ વાંચો: Nutritional Value Of Walnuts : અખરોટ ડાયબીટીસથી લઇ મગજની તંદુરસ્તી સુધારવમાં છે મદદગાર, 28 ગ્રામ અખરોટમાં આટલા પોષક તત્વો..

કપૂરે ઉલ્લેખ કર્યો છે કે, ''ત્વચાને ફાયદો કરવા ઉપરાંત, શાકભાજીના રસનું સેવન તમારા એકંદર સ્વાસ્થ્યને પણ સુધારી શકે છે. તેઓ પ્રતિરક્ષા સુધારવા , પાચનમાં મદદ કરવા અને બળતરા ઘટાડવા માટે જાણીતા છે.

શું ધ્યાનમાં રાખવું?

મહત્તમ લાભ મેળવવા માટે તેને તરત જ પીવો.
ગ્લોઈંગ સ્કિન માટે પ્રોડક્ટસ એપ્લાઈય કરવાથી એટલો ફર્ક નથી પડતો જેટલો તમારા હેલ્થી ડાયટથી પડે છે.કપૂરે કહ્યું, "તમે તમારા સ્કિન હેલ્થ સુધારવા માટે બીટરૂટનો રસ, કાકડીનો રસ અથવા પાલકનો રસ જેવા અન્ય શાકભાજીનો રસ અજમાવી શકો છો."

beauty tips બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips