પ્રવાસ : ગુજરાતનું મનમોહક બીચ માધવપુર, શ્રીકૃષ્ણ સાથે છે ખાસ સંબંધ

Gujarat Famous Beach Madhavpur Beach : ગુજરાતનું માધવપુર બીચ સુંદર અને રમણિય છે. પોરબંદરનું માધવપુર બીચ અફાટ દરિયો, ચમકતી રેતી અને નારિયેળીના ઉંચા વૃક્ષો પ્રવાસીઓને ખેંચી લાવે છે. માધવપુર બીચનો ભગવાન શ્રીકૃષ્ણ સાથે પણ ખાસ સંબંધ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
madhavpur beach porbandar | madhavpur beach porbandar | gujarat famous beaches list | gujarat famous beach madhavpur | madhavpur famous tourist places | famous tourist places in porbandar

માધવપુર બીચ પ્રખ્યાત પ્રવાસન સ્થળ.(Photo - gujarattourism.com / porbandar.nic.in)

Gujarat Famous Beach Madhavpur Beach : ગુજરાતમાં ઘણા સુંદર બીચ આવેલા છે. આ બીચ ઉનાળામાં ફરવા માટેના બેસ્ટ ડેસ્ટિનેશન છે. આ કડીમાં આપણે ગુજરાતના પશ્ચિમ દરિયા કિનારે દ્વારકાને અડી આવેલા પોરબંદરના મનમોહર માધવપુર બીચની સુંદરતા અને રમણિયતા વિશે જાણીશું. માધવપુર બીચ ગુજરાતના સુંદર બીચ પૈકીનો એક છે. માધવપુરનો સંબંધ શ્રી કૃષ્ણ સાથે છે. તો ચાલો માધવપુર બીચ ફરવા

Advertisment

માધવપુર બીચ - ગુજરાતની મનમોહક બીચ

માધવપુર બીચ ગુજરાતના પશ્ચિમ છેડે દ્વારકા અને જુનાગઢની વચ્ચે પોરબંદરમાં આવેલું છે. દરિયા કિનારો, ચમકતી રેશમ જેવી રેતી અને નારિયેળીના ઉંચા ઝાડ અને શાંત વાતાવરણ પ્રવાસીઓને માધવપુર બીચ ખેંચી લાવે છે.

madhavpur beach porbandar | madhavpur beach porbandar | gujarat famous beaches list | gujarat famous beach madhavpur | madhavpur famous tourist places | famous tourist places in porbandar
માધવપુર બીચના દરિયા કિનારાનો સુંદર નજારો. (Photo - gujarattourism.com)

માધવપુર બીચ - ગુજરાતનું સૌથી સુંદર રેતાળ બીચ

માધવપુરની ગણતરી ગુજરાતના સૌથી સુંદર રેતાળ બીચમાં થાય છે. ગુજરાતના અરબી સમુદ્ર કિનારે આવેલું માધવપુર એક અદભૂત બીચ છે. સુંદર દરિયા કિનારાનો નજારો હોવાથી અહીં ઘણી ફિલ્મો અને સિરિયલોના સુંદર થયા છે.

માધવપુર ઘેડ પ્રદેશ

માધવપુર ઘેડ પોરબંદરનું દરિયા કિનારાનું મહત્વપૂર્ણ ગામ છે. આથી આ પંથકને ઘેડ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. ધુધવાટા મારતો અફાટ દરિયો, ચમકતી રેતી, નારિયેળીના વૃક્ષો અને કિનારાની લીલોતરી પ્રવાસીઓની આંખ અને મનને ઠંડક આપે છે.

Advertisment
madhavpur beach porbandar | madhavpur beach porbandar | gujarat famous beaches list | gujarat famous beach madhavpur | madhavpur famous tourist places | famous tourist places in porbandar
માધવપુર બીચ પર સુંદર દરિયા કિનારો અને ચમકતી રેતી પ્રવાસીઓને આકર્ષિત કરે છે. (Photo - gujarattourism.com)

માધવપુર - શ્રીકૃષ્ણ અને રુક્મણીનું લગ્ન સ્થળ

માધવપુરનો સંબંધ ભગવાન શ્રીકૃષ્ણ સાથે પણ છે. એવું કહેવાય છે કે, માધવપુરમાં જ શ્રીકૃષ્ણ અને રુકમણીના લગ્ન થયા હતા. આ પ્રસંગની યાદીમાં દર વર્ષે પોરબંદરમાં કૃષ્ણ અને રુક્મણીના લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. માધવપુરના દરિયા કિનારે ઘણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

માધવપુરનું માધવરાય મંદિર

માધપુરમાં માધવરાય મંદિર આવેલું છે, જે ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના ભાઇ બલરામને સમર્પિત છે. પોરબંદર રાજવી દ્વારા નિર્મિત આ હવેલીમાં શ્રી કૃષ્ણ સાથે તેમના મોટા ભાઇ ત્રિકમરાયજીની પૂજા થાય છે,જેમને બલરામ કહેવાય છે. સમગ્ર ભારતમાં બંને ભાઇની એક સાથે પૂજા થતી હોય તેવું એકમાત્ર મંદિર છે.

madhavpur beach porbandar | madhavpur beach porbandar | gujarat famous beaches list | gujarat famous beach madhavpur | madhavpur famous tourist places | famous tourist places in porbandar
માધવપુરનો સંબંધ ભગવાન શ્રીકૃષ્ણ સાથે છે. (Photo - gujarattourism.com)

કિર્તી મંદિર - મહાત્મા ગાંધીજીનું જન્મ સ્થળ

પોરબંદરમાં ઘણા પ્રવાસન સ્થલો આવેલા છે. જેના દેશના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીનું સ્મારક મંદિર એટલે કિર્તી મંદિર પોરબંદરનું સૌથી જોવા લાયક સ્થળ છે. પોરબંદર સ્થિત આ ઘરમાં મહાત્મા ગાંધીજીનો જન્મ થયો હતો. આ હવે આ સ્થળને સરકારે સ્મારક બનાવી દીધું છે.

madhavpur beach porbandar | madhavpur beach porbandar | gujarat famous beaches list | gujarat famous beach madhavpur | madhavpur famous tourist places | famous tourist places in porbandar
પોરબંદરમાં કિર્તી મંદિર, સાંદીપની આશ્રમ, સુદામા મંદિર, જાંબુવન ગુફા જોવાલાયક સ્થળ છે. (Photo - porbandar.nic.in)

આ પણ વાંચો | ગોવાને ટક્કર આપે છે ગુજરાતનો આ બીચ, સુંદર અને શાંત દરિયા કિનારો, વારંવાર ફરવા જવાનું મન થશે

પોરબંદરના પ્રખ્યાત પ્રવાસન સ્થળો

પોરબંદરમાં ઘણા પ્રખ્યાત પ્રવાસન સ્થળો આવેલા છે. જેમાં કિર્તી મંદિર, સાંદીપની આશ્રમ, સુદામા મંદિર, જાંબુવન ગુફા, હુઝુર પેલેસ, હરસિદ્ધિ મંદિર મુખ્ય છે.

ઉનાળો જીવનશૈલી પ્રવાસ ગુજરાત