Gajar Mooli ka Achar recipe : દરેક ઘરમાં અથાણાં ખાવાનો શોખીન હોય છે. જો તમને પણ અથાણાનો ખાટો અને ચટપટો સ્વાદ ગમે છે તો પછી તમે ઘરમાં જ બજાર જેવા સ્વાદિષ્ટ પરંતુ શુદ્ધ ગાજર-મૂળાનું મિક્સ અથાણું તૈયાર કરી શકો છો. સૌથી અગત્યની વાત એ છે કે તે બનાવવું ખૂબ જ સરળ છે અને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકાય છે. ગાજર અને મૂળા બંને પેટ માટે સારા માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે તેને કોઇ ચિંતા વગર ખાઈ શકો છો.
ગાજર-મૂળાનું અથાણું બનાવવાની સામગ્રી
- ગાજર (લાંબા કાપેલા) – 2 કપ
- મૂળા લાંબા કાપેલા) – 2 કપ
- લીલા મરચા – 2
- લસણ – 3-4 કળી
- આદુ – 1/2 ચમચી
- કાશ્મીરી લાલ મરચાં – 1 ચમચી
- હળદર – 1/2 ચમચી
- આમચૂર – 1/2 ચમચી
- સરકો – 3 ચમચી
- કલોંજી – 1/2 ચમચી
- હિંગ – એક ચુટકી
- સરસવનું તેલ – 1/4 કપ
- મીઠું – સ્વાદ પ્રમાણે
- આચાર મસાલા માટે
- મેથી દાણા – 1/2 ચમચી
- જીરુ – 1 ચમચી
- અજમો – 1/4 ચમચી
- વરિયાળી – 1/2 ચમચી
- ધાણા પાવડર – 1 ચમચી
- રાઇ – 1 ચમચી
ગાજર મૂળાનું અથાણું બનાવવાની રીત
એક કડાઇમાં ખડા મસાલા જેવા કે રાઇ, જીરું, કોથમીર, અજમો અને મેથીના દાણા જેવા મસાલા ઉમેરો. તેને ધીમા તાપ પર ડ્રાય રોસ્ટ કરો. જ્યારે તેમાં મસાલાની સુંગંધ આવે ત્યારે ગેસને બંધ કરી દો. એકવાર સહેજ ઠંડુ થઈ જાય તે પછી મિક્સરની મદદથી બરછટ ગ્રાઇન્ડ કરી લો. તેને એક બાઉલમાં બહાર કાઢો અને રાખી મુકો.
આ પણ વાંચો – શિયાળામાં બનાવો લીલી હળદરનું શાક, મોજ પડી જશે
ત્યારબાદ એક કડાઇમાં તેલ ઉમેરો અને ગરમ કરો. ત્યારબાદ તેમાં કલૌંજી અને એક ચપટી હીંગ ઉમેરો. તે પછી લસણ ઉમેરો. હવે તેમાં મધ્યમાં કાપી લીલા મરચાં નાખો. તે પછી તેમાં આદુ મેળવી બધી જ વસ્તુને હળવેથી સાંતળી લો. ત્યારબાદ મૂળા અને ગાજર ઉમેરો. 1 મિનિટ સુધી રાંધી લો. ગેસની ફ્લેમને ધીમી કરો અને તેમાં અથાણું મસાલો મેળવો અને મિક્સ કરો.
ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર, હળદર, આમચૂર અને મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરો. બધું મિક્સ કરો. અચારને 1 મિનિટ માટે પકવા દો. ગેસ બંધ કરો. પછી તેમાં વિનેગર ઉમેરો. તમારું ગાજર-મૂળાનું અથાણું તૈયાર છે.





