Thepla Recipe: રાંધણ છઠ્ઠ પર થેપલા બનાવવાની પરફેક્ટ રેસીપી, 5 દિવસ સુધી ફ્રેશ રહેશે

Soft Thepla Recipe In Gujarati : થેપલા પ્રખ્યાત ગુજરાતી વાનગી છે. રાંધણ છઠ્ઠ હોય કે બહારગામ ફરવા જવું દરેક ગુજરાતી ઘરેથી થેપલા બનવી લઇ જાય છે. અહીં થેપલા બનાવવાની સરળ રેસીપી આપી છે. આ રીતે બનાવેલા થેપલા 4 થી 5 દિવસ સુધી ફ્રેશ રહે છે.

Soft Thepla Recipe In Gujarati : થેપલા પ્રખ્યાત ગુજરાતી વાનગી છે. રાંધણ છઠ્ઠ હોય કે બહારગામ ફરવા જવું દરેક ગુજરાતી ઘરેથી થેપલા બનવી લઇ જાય છે. અહીં થેપલા બનાવવાની સરળ રેસીપી આપી છે. આ રીતે બનાવેલા થેપલા 4 થી 5 દિવસ સુધી ફ્રેશ રહે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Gujarati Thepla Recipe | Thepla Recipe in gujarati | Gujarati Thepla Recipe With Methi | Randhan Chhath Recipe | famous gujarati food items | famous gujarati food recipe

Gujarati Thepla Recipe : ગુજરાતી થેપલા રેસીપી. (Photo: Social Media)

Thepla Randhan Chhath Recipe In Gujarati : થેપલા ગુજરાતની પ્રખ્યાત વાનગી છે. થેપલા સવારે ચા સાથે નાસ્તામાં કે સાંજે પણ ખાવામાં આવે છે. થેપલા ઘઉંના લોટ અને લીલી મેથી માં વિવિધ મસાલા નાંખીને બનાવવામાં આવે છે. મોટભાગના ગુજરાતી લોકો બહારગામ કે પ્રવાસમાં જાય ત્યારે ઘરેથી બનાવેલા થેપલા અચૂક લઇ જાય છે. જન્માષ્ટમી પહેલા શીતળા સાતમ માટે રાંધણ છઠ્ઠા દિવસે દરેક ગુજરાતીના ઘરે થેપલા અચૂક બને છે. થેપલા નરમ અને સોફ્ટ હોય તો જ ખાવા ગમે છે. અહીં રૂ જેવા પોચા થેપલા બનાવવાની ખાસ ટ્રીક્સ આપી છે. આ રીતે બનાવેલા થેપલા 4 થી 5 દિવસ સુધી ફ્રેશ રહે છે.

Advertisment

Soft Thepla Recipe : થેપલા બનાવવા માટે સામગ્રી

  • ઘઉંનો લોટ - 2 મોટી વાટકી
  • ચણાનો લોટ -1/2 વાટકી
  • જીરું - 1 ચમચી
  • અજમો - 1 ચમચી
  • તલ - 1 ચમચી
  • હીંગ - 1/2 ચમચી
  • લીલા મરચાની પેસ્ટ - 1 ચમચી
  • આદુની પેસ્ટ - 1 ચમચી
  • લીલી મેથી - 1 વાટકી
  • લીલું કોથમીર - 1 વાટકી
  • ધાણા પાઉડર - 2 ચમચી
  • ખાંડ - 1 ચમચી
  • લીંબુનો રસ - 1 ચમચી
  • દુધી - 1 કપ ઝીણેલી
  • તાજું દહીં - 2 મોટી ચમચી
  • તાજી મલાઇ - 2 ચમચી

Thepla Recipe In Gujarati : થેપલા બનાવવાની રીત

થેપલાનો મસાલો તૈયાર કરો

થેપલા બનાવવા માટે સૌથી ગેસ ચાલુ એક કઢાઇમાં 2 નાની ચમચી તેલ ગરમ કરો, પછી તેમા 1 - 1 ચમચી જીરું, તલ, અજમો અને હિંગ સાંતળી લો. પછી તેમા લીલા મરચા અને આદુની પેસ્ટ ઉમેરી ફ્રાય કરો. છેલ્લે ઝીણી સમારેલી લીલી કોથમીર, લીલું કોથમીર અને 1 ચમચી મીઠું ઉમેરી બધી સામગ્રીને 1 થી 2 મિનિટ સાંતળી લો. પછી તેમા 2 ચમચી ધાણા જીરું પાઉડર અને મેથીની કડવાશને ઓછી કરવા માટે 1 નાની ચમચી ખાંડ અને 1 ચમચી લીંબુનો રસ ઉમેરી મસાલાને 1 થી 2 મિનિટ સુધી સાંતળી ગેસ બંધ કરી દો.

આ દરમિયાન એક કપ જેટલી તાજી દૂધીને છીણી લો.

થેપલાનો લોટ બાંધો

એક મોટા બાઉલમાં થેપલાનો મસાલો, ઝીણેલી દૂધી 2 વાટકી ઘઉંનો લોટ અને અડધી વાટકી ચણાનો લોટ, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધી સામગ્રી મિક્સ કરો. પછી ધીમે ધીમે પાણી ઉમેરી થેપલાનો લોટ બાંધો. દૂધી અને મેથી પણ પાણી છોડશે. આથી થેપલાનો લોટ બાંધતી વખતે ઓછું ઓછું પાણી ઉમેરી થેપલાનો નરમ લોટ બાંધો. લોટ બંધાઇ જાય પછી એક ચમચી તેલ ઉમેરી લોટને બરાબર મસળી. થેપલાના લોટને 10 મિનિટ માટે સેટ થવા દો.

Advertisment

થેપલા વણી ને શેકો

થેપલાના લોટ માંથી મીડિયમ સાઇઝના લુઆ માંથી પાતળા થેપલા વણો. ગેસ પર તવી ગરમ થયા પછી થેપલાને શેકો. થેપલા એક બાજુથી શેકાય પછી તેના પર તેલ લગાવી શેકો. આવી જ રીતે બંને બાજુ તેલ લગાવી થેપલા સહેજ બ્રાઉન થાય ત્યા સુધી શેકો. આ વખતે રાંધણ છઠ્ઠ પર આ યુનિક ટ્રીક્સ અજમાવી થેપલા બનાવો, જે 4 થી 5 દિવસ સુધી ફ્રેશ રહે છે. આ થેપલા દહીં, ટામેટાની ચટણી કે અથાણાં સાથે ખાઇ શકાય છે.

ભોજન રેસીપી જીવનશૈલી