2 ગુલાબ જામુન ખાધા પછી કેલરી બર્ન કરવા કેટલું ચાલવું જોઈએ?

વોકિંગ વધારાની કેલરી બર્ન કરવાની સાથે સારા કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્ય, મૂડ સુધારવો અને આખો દિવસ એનર્જી આપવા સહિત ઘણા સ્વાસ્થ્ય લાભ પણ પ્રદાન કરી શકે છે.

વોકિંગ વધારાની કેલરી બર્ન કરવાની સાથે સારા કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્ય, મૂડ સુધારવો અને આખો દિવસ એનર્જી આપવા સહિત ઘણા સ્વાસ્થ્ય લાભ પણ પ્રદાન કરી શકે છે.

author-image
shivani chauhan
New Update
walking

gulab jamun and walking : 2 ગુલાબ જામુન ખાધા પછી કેલરી બર્ન કરવા કેટલું ચાલવું જોઈએ?

Gulab Jamun And Walking : મોટાભાગના લોકોને સ્વીટ ખાવી ખુબજ પસંદ છે, એમાં પણ ગુલાબ જામુન હોય તો ના પણ કહી શકતા નથી. પરંતુ જો તમને લાગતું હોય કે ચાસણી વાળા ગુલાબ જામુન ખાધા પછી કેલરી બર્ન કરવા માટે થોડું ચાલવાની જરૂર છે તો તમે ખોટા છો, એક્સપર્ટે કહ્યું શું કહે છે? જાણો

Advertisment

હેલ્થ એક્સપર્ટે ટ્વીટર પર શેર કર્યું કે, 'બે ગુલાબ જામુન ખાવાથી 300 કેલરી (અંદાજે) બર્ન કરવા માટે વ્યક્તિને એક કલાક ચાલવાની જરૂર પડશે.'

gulab jamun
gulab jamun and walking : 2 ગુલાબ જામુન ખાધા પછી કેલરી બર્ન કરવા કેટલું ચાલવું જોઈએ?

ન્યુટ્રિશનિસ્ટએ જણાવ્યું હતું કે 'કેટલું ચાલવુંએ ઘણા પરિબળો પર આધારિત છે, જેમ કે બોડી માસ, મેટાબોલિક રેટ અને સામાન્ય શારીરિક પ્રવૃત્તિ. પરંતુ સામાન્ય રીતે 30 થી 1-કલાકનું સવારનું વોકતમને કેલરી બર્ન કરવામાં અને દિવસ માટે ચયાપચયને વધારવામાં મદદ કરી શકે છે.'

Advertisment

આ પણ વાંચો: મેડિટેશનની શરૂઆત કેવી રીતે કરવી? ઇન્ટરનેશનલ યોગા ડે પહેલા જાણો આ જરૂરી વાતો

ડૉ. પાટીલે વધુમાં જણાવ્યું કે એક ગુલાબ જામુનમાં લગભગ 150-200 કેલરી હશે. તેથી, જો તમારી બે ખાધા હોય, તો તે લગભગ 300-400 કેલરી થાય છે. એક સરેરાશ વ્યક્તિ 30-મિનિટની આરામથી ચાલતી વખતે 120 અને 180 કેલરી બર્ન કરી શકે છે, જ્યારે 30-મિનિટની ઝડપથી ચાલે તો 200 અને 300 કેલરી બર્ન થઈ શકે છે.'

તેથી, બે ગુલાબજામુન ખાવાની કેલરીની માત્રાને સંતુલિત કરવા માટે, તમે સવારે ઓછામાં ઓછા 30 થી એક કલાક સખત ચાલવાનું લક્ષ્ય રાખી શકો છો.

પરંતુ એ ધ્યાનમાં રાખવું અગત્યનું છે કે કસરતની સાથે તમારો ખોરાક પણ હેલ્ધી હોવો જોઈએ. મીઠાઈ ખાધા પછી ચાલવાથી તેની પ્રતિકૂળ અસરો ઓછી થઈ શકે છે, પરંતુ સંયમ અને સામાન્ય રીતે આરોગ્યપ્રદ ખોરાક પસંદ કરવો મહત્વપૂર્ણ છે.

વોકિંગ વધારાની કેલરી બર્ન કરવાની સાથે સારા કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્ય, મૂડ સુધારવો અને આખો દિવસ એનર્જી આપવા સહિત ઘણા સ્વાસ્થ્ય લાભ પણ પ્રદાન કરી શકે છે.

આ પણ વાંચો: Health Tips: સફરજન ખાવાથી વજન વધે કે ઘટે? જાણો ફળ ખાવાની સાચી રીત અને સમય

શું ભલામણ કરવામાં આવે છે?

એક સમયે સ્વીટ ખાવું ઠીક ગણવામાં આવે છે, ત્યારે તે રોજિંદી બાબત ન બને તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જેથી તમે તમારા સ્વાસ્થ્યને સુધારી શકો અને તમારા રોજના રૂટિનમાં વોકિંગ ઉપરાંત અન્ય શારીરિક પ્રવૃત્તિઓ, જેમ કે સ્ટ્રેન્થ ટ્રેઇનિંગ અથવા યોગનો સમાવેશ કરી શકો છો.

જીવનશૈલી health tips