આ પાંચ રૂપિયાની વસ્તુથી ભાગી જશે ઘરની બધી ગરોળીઓ, અપનાવો દેશી જુગાડ, જુઓ Viral Video

Hacks to Keep Away Lizard From Home: ગરોળીને ઘરમાંથી ભગાડવા માટે મહિલાઓ તમામ પ્રકારના પ્રયત્નો કરે છે, પરંતુ નિષ્ફળ જાય છે. પરંતુ આજે અમે તમને એક એવી ટ્રીક જણાવીશું જેનાથી ગરોળીઓ ઘરમાંથી સંપૂર્ણપણે ગાયબ થઈ જશે

Hacks to Keep Away Lizard From Home: ગરોળીને ઘરમાંથી ભગાડવા માટે મહિલાઓ તમામ પ્રકારના પ્રયત્નો કરે છે, પરંતુ નિષ્ફળ જાય છે. પરંતુ આજે અમે તમને એક એવી ટ્રીક જણાવીશું જેનાથી ગરોળીઓ ઘરમાંથી સંપૂર્ણપણે ગાયબ થઈ જશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
lizards run away from house, lizards run away from house desi jugaad

ઘરમાંથી ગરોળી ભગાડવાનો એક દેશી જુગાડ વાયરલ થઇ રહ્યો છે (Screengrab)

Hacks to Keep Away Lizard From Home: ઘરમાં ગરોળી આવે તે કોઇને પસંદ પડતું નથી. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે આ જીવ કોઇ પણ રીતે ઘરમાં ન આવે. તે ઘરમાં આવી જાય છે તો લોકો તેને ભગાડવા લાગે છે. જોકે તે ઘરના એક ખૂણામાં છુપાઈ જાય છે અને પછી અચાનક 'દેખાય છે' અને લોકોને ડરાવે છે. ખાસ કરીને બાળકો અને મહિલાઓ ગરોળીથી ખૂબ જ ડરે છે.

Advertisment

ગરોળીઓ ઘરમાંથી સંપૂર્ણપણે ગાયબ થઈ જશે

ગરોળીને ઘરમાંથી ભગાડવા માટે મહિલાઓ તમામ પ્રકારના પ્રયત્નો કરે છે, પરંતુ નિષ્ફળ જાય છે. પરંતુ આજે અમે તમને એક એવી ટ્રીક જણાવીશું જેનાથી ગરોળીઓ ઘરમાંથી સંપૂર્ણપણે ગાયબ થઈ જશે. ગરોળીઓને ઘરની બહાર કાઢવાનું હેક ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યું છે, જેને જોઇને યૂઝર્સ વિલંબ કર્યા વગર તેને અજમાવવાની વાત કરી રહ્યા છે.

chanda_and_family_vlogs નામના યુઝરે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા આ વીડિયોમાં એક મહિલા સેફ્ટી પિન અને રાઉન્ડ રુ (જેનો ઉપયોગ સામાન્ય રીતે દીવા પ્રગટાવવા માટે કરવામાં આવે છે)ની મદદથી ઘરમાંથી ગરોળીઓને ભગાડવા માટે 'ડિવાઇસ' બનાવી રહી છે.

Advertisment

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા ડુંગળીને છીણી રહી છે અને પછી તેના રસમાં રુ ની દિવેટને પલાળી રહી છે. આ પછી તેને અલગ અલગ સેફ્ટી પિનમાં દબાવીને ઘરના અલગ-અલગ ખૂણામાં લટકાવી દે છે. મહિલા વીડિયોમાં દાવો કરતી જોવા મળી રહી છે કે આ ટ્રિકથી તમામ ગરોળીઓ ઘરમાંથી ભાગી જાય છે.

આ પણ વાંચો - રાત્રે ઊંઘતા પહેલા પી લો આ ખાસ પ્રકારનું પાણી, બિસ્તર પર જતા જ આવી જશે ગાઢ ઊંઘ

જોકે ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી આવા કોઈ દાવાની પુષ્ટિ કરતું નથી. પરંતુ કેટલાક સંશોધનો સૂચવે છે કે ગરોળીને લસણ અને ડુંગળીની તીવ્ર ગંધ પસંદ નથી. આવી સ્થિતિમાં તેમને ભગાડવા માટે તેમના રસનો ઉપયોગ ઘરેલું ઉપચાર તરીકે કરવામાં આવે છે.

10 હજારથી વધુ યુઝર્સે આ વીડિયોને લાઈક કર્યો

ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો પોસ્ટ થયા પછી લાખો વ્યૂઝ મેળવી ચૂક્યો છે. 10 હજારથી વધુ યુઝર્સે આ વીડિયોને લાઈક કર્યો છે. વીડિયોના કમેન્ટ સેક્શનમાં તેણે પોતાના ઘરે હેક કરવાની વાત કરી છે. કેટલાક યુઝર્સે ક્રિએટરનો આભાર પણ માન્યો છે. જ્યારે કેટલાક યુઝર્સે ઉંદર, વંદા અને અન્ય જીવજંતુઓને દૂર કરવાના ઉપાય જણાવવાનું કહ્યું છે.

જીવનશૈલી વાયરલ વીડિયો