/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/hair-dy-care-tips.jpg)
Hair Dye Care Tips : સફેદ વાળમાં હેર ડાય કે હેર કલર કર્યા બાદ વાળની કાળજી રાખવી જોઇએ. (Photo: Freepik)
Most Common Hair Color Mistakes: સફેદ વાળ છુપાવવા માટે હેર ડાય માથામાં લગાડવામાં આવે છે. પરંતુ આજકાલ હેર કલરિંગ ફેશન સ્ટેટમેન્ટ બની ગયું છે. યુવાનોથી લઈને દરેક ઉંમરના લોકો વાળમાં કલર લગાવે છે. પરંતુ ઘણીવાર લોકોને ફરિયાદ હોય છે કે વાળમાં કલર લગાવ્યા બાદ વાળનો કલર ખુબ જ ઝડપથી ઉતરી થઇ જાય છે. આવી સ્થિતિમાં વાળ ઝડપથી સફેદ દેખાવા લાગે છે. સાથે જ કેટલાક લોકો સલૂનમાં જઈને વાળમાં રંગબેરંગી કલર કરાવે છે. પરંતુ તેઓની ફરિયાદ પણ છે કે થોડા દિવસ બાદ વાળનો રંગ ઝાંખો પડવા લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે હેર કલર કરાવ્યા બાદ તમારી કેટલીક ભૂલો આના માટે જવાબદાર હોય છે. જેનાથી તમારે બચવું જોઈએ. આવો જાણીએ તેના વિશે.
વાળ ઢાંક્યા વગર તડકામાં જવું
હેર કલર કર્યા બાદ જ્યારે પણ તડકામાં બહાર નીકળો ત્યારે તમારા વાળને ઢાંકવાનો પ્રયત્ન કરો. કારણ કે સૂર્યના યુવી કિરણો હેર કલરને ઓક્સિડાઇઝ કરી શકે છે. આવી સ્થિતિમાં ઝડપથી રંગ ઊડી જવાની શક્યતા છે. તેથી જ્યારે પણ તમે તડકામાં જાઓ ત્યારે વાળને ઢાંકી દો અથવા યુવી પ્રોટેક્શન હેર સ્પ્રેનો ઉપયોગ કરો.
ગરમ પાણીથી વાળ ધોવા
ઉનાળામાં દરેક લોકો ઠંડા પાણીથી સ્નાન કરે છે. પરંતુ કેટલીક વાર ટાંકીમાં પાણી પણ ખૂબ ગરમ થઈ જાય છે. આવી સ્થિતિમાં, ધ્યાનમાં રાખો કે તમે માથું ધોવા માટે જે પાણીનો ઉપયોગ કરી રહ્યાં છો તે ખૂબ ગરમ નથી. કારણ કે ગરમ પાણી વાળના ક્યૂટિકલ્સ ખોલી નાખે છે. આ કારણે વાળનો રંગ ઝડપથી નીકળવા લાગે છે.
હેર કલર કર્યા પછી વારંવાર શેમ્પૂ કરવું
વાળમાં હેર કલર લગાવ્યા પછી વારંવાર શેમ્પૂ ન કરો. આનાથી હેર કલર ઝડપથી ઉતરી જાય છે અથવા ઝાંખો પડી જાય છે. અઠવાડિયામાં માત્ર 2 વાર શેમ્પૂનો ઉપયોગ કરો.
કન્ડિશનર અથવા હેર માસ્ક ન લગાવવું
જ્યારે પણ તમે હેર કલર કર્યા બાદ વાળ ધોઓ છો તો કન્ડિશનરનો ઉપયોગ કરો. આમ ન થવાથી વાળ શુષ્ક થઈ શકે છે. આ કારણે હેર કલર ઝડપથી નીકળી શકે છે. આ સાથે વાળમાં ડીપ કન્ડિશનિંગ માસ્ક લગાવો.
સ્ટાઇલિંગ ટૂલ્સ વધુ પડતો ઉપયોગ
હેર કલર કર્યા બાદ તમારે સ્ટાઇલિંગ ટૂલ્સનો વધારે ઉપયોગ ન કરવો જોઇએ. કારણ કે તેનાથી વાળ સૂકા થઈ જાય છે અને રંગ ઉતરવા લાગે છે. હેર ડ્રાયર, સ્ટ્રેટનર અથવા કર્લિંગ આયર્નના વધુ પડતા ઉપયોગથી વાળનો રંગ ઝાંખો પડી જાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us