શું તમારા વાળ ખુબ ખરે છે? તો આજે જ કરાવો બ્લડ ટેસ્ટ, એક્સપર્ટે જણાવ્યા તેની પાછળના 5 કારણો

વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છે, તો આ રોગ પણ તેની પાછળ જવાબર કારણ હોઈ શકે છે. તો જોઈએ ન્યુટ્રિશનિસ્ટ એક્સપ્રટ શું કહે છે.

Written by Kiran Mehta
February 27, 2024 18:50 IST
શું તમારા વાળ ખુબ ખરે છે? તો આજે જ કરાવો બ્લડ ટેસ્ટ, એક્સપર્ટે જણાવ્યા તેની પાછળના 5 કારણો
વાળ ખરવાની સમસ્યા અને ઉપાય (પ્રતિકાત્મક તસવીર - ફ્રીપીક)

શું તમારા વાળ વધુ પડતા ખરી રહ્યા છે? વાળ દરેક વ્યક્તિની સુંદરતામાં વધારો કરે છે. આવી સ્થિતિમાં જ્યારે વાળ ખરવા લાગે છે, ત્યારે લોકો તેને રોકવા માટે તમામ પ્રયાસો કરવા લાગે છે. આ માટે, કેટલાક લોકો વિવિધ ઘરેલું ઉપચાર અપનાવે છે, તો કેટલાક સૌથી મોંઘા ઉપાયોનો પણ ઉપયોગ કરવા માટે તૈયાર હોય છે. જો કે, જો આ બધા ઉપાયો અને વિવિધ પ્રકારના ઉત્પાદનોનો ઉપયોગ કર્યા પછી પણ તમારા વાળ વધુ પડતા ખરતા હોય તો, તેના માટે કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ જવાબદાર હોઈ શકે છે.

આ સંદર્ભમાં, ન્યુટ્રિશનિસ્ટ અપૂર્વ અગ્રવાલે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં, ન્યુટ્રિશનિસ્ટ વધુ પડતા વાળ ખરવાના કિસ્સામાં કેટલાક ખાસ બ્લડ ટેસ્ટ કરાવવાની સલાહ આપતા જોવા મળે છે.

વાળ ખરવા પાછળ અમુક રોગ પણ જવાબદાર

વાસ્તવમાં, શરીરમાં કેટલાક જરૂરી પોષક તત્વોની ઉણપ અથવા અમુક રોગોના કારણે, વ્યક્તિને વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ કારણોસર, અપૂર્વ અગ્રવાલે 5 વિશેષ પરીક્ષણો કરાવવાની સલાહ આપી છે. ચાલો જાણીએ તેમના વિશે-

થાઇરોઇડ

અપૂર્વ અગ્રવાલ કહે છે, જ્યારે થાઇરોઇડ હોર્મોન અસંતુલિત હોય છે, ત્યારે વાળ વધુ ખરવા લાગે છે. વધુ પડતા વાળ ખરવાના કિસ્સામાં, તમારા TSH (થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન), T3 અને T4 સ્તરનું એકવાર પરીક્ષણ કરાવો.

વિટામિન બી 12

શરીરમાં વિટામિન B12 ની વધુ પડતી ઉણપને કારણે, લાલ રક્ત કોશિકાઓના ઉત્પાદન પર અસર થઈ શકે છે, જેના કારણે વધુ પડતા વાળ પણ ખરવા લાગે છે. આવી સ્થિતિમાં, વાળ ખરવાના કિસ્સામાં, તમે સીરમ B12 ના સ્તરનું મૂલ્યાંકન કરી શકો છો.

વિટામિન ડી

વિટામિન ડીની ઉણપ પણ વાળ ખરવાનું એક મહત્વનું કારણ છે. આવી સ્થિતિમાં, શરીરમાં તેનું સ્તર જાળવી રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આયરન

જો વધુ પડતા વાળ ખરતા હોય, તો સીરમ ફેરીટીન, આયર્ન અને કુલ આયર્નબાઈન્ડીંગ ક્ષમતાનું પરીક્ષણ કરાવો. આયર્નની ઉણપ (એનિમિયા) વાળના વિકાસના ચક્રને વિક્ષેપિત કરી શકે છે, જેનાથી વાળ ખરવા લાગે છે.

આ પણ વાંચો – Ginger Tea : આદુની ચાનું સેવન ડેન્ડ્રફ ઓછો કરી શકે? અહીં જાણો

ફાસ્ટિંગ ઇન્સ્યુલિન

આ બધા સિવાય ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પણ હોર્મોનલ અસંતુલનનું કારણ બને છે, જેના કારણે પણ વધુ પડતા વાળ ખરી શકે છે. વાળ ખરવાના કિસ્સામાં, તમારા ફાસ્ટિંગનું ઇન્સ્યુલિન પણ તપાસતા રહો. એક વાર તમારું HbA1c પરીક્ષણ પણ કરાવો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ