Effective Home Remedies for Hair Loss : વાળ સંબંધિત સમસ્યાઓ વધી ગઇ છે. આજકાલ ઘણી વખતે 20 વર્ષની ઉંમરે જ લોકોના વાળ સફેદ થવા લાગ્યા છે. નાની ઉંમરે જ યુવાનોના માથામાં ટાલ દેખાવા લાગી છે. નબળી જીવનશૈલી, પોષક તત્વોની ઉણપ અને તણાવને કારણે વાળ સંબંધિત થાય છે. સિંધુઆ યુનિવર્સિટીમાં 4,000 વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલા અભ્યાસ અનુસાર, 20 વર્ષની ઉંમરના ચાઇનીઝ લોકો અન્ય કોઈ પણ પેઢીની તુલનામાં ઝડપથી વાળ ગુમાવી રહ્યા છે. ભારતમાં પણ ઘણા લોકો નાની ઉંમરમાં ટાલનો શિકાર બની રહ્યા છે. આવો જાણીએ ટાલ પડવાના 7 કારણો. સાથે જ વાળ ખરતા અટકાવવાના કુદરતી ઉપાયો જાણીયે
તણાવ
આજકાલ યુવાનોમાં સ્ટ્રેસ હોર્મોન (કોર્ટિસોલ)નું પ્રમાણ વધી રહ્યું છે. આ કારણે પ્રથમ તો વાળ વધવાનું બંધ થઈ જાય છે, વાળના રોમ છિદ્ર સંકોચાઈ જાય છે. આ પછી વાળ ખરવાનું શરૂ થાય છે.
વાળની સારસંભાળનો અભાવ
વાળની યોગ્ય જાળવણીના અભાવે વાળ ખરવાની શરૂઆત પણ થાય છે. વાળને વધારે પડતા કલર કરવા કે બ્લીચ ગંભીર નુકસાન પહોંચાડે છે.
હેર એક્સટેંશન
આજકાલ છોકરીઓ પોતાના વાળને સુંદર, જાડા અને લાંબા બનાવવા માટે હેર એક્સટેન્શન કરાવે છે. હેર એક્સટેંશનનું વજન વાળના મૂળ નબળા કરી શકે છે. આનાથી વાળ વધુ ખરવા લાગે છે.
આહાર અને પોષણ
આજના વ્યસ્ત જીવનમાં યુવાનો યોગ્ય આહાર લેતા નથી. આ કારણે તેમના શરીરને પોષણ મળતું નથી. ટેક્સાસની બેઉર કોલેજ ઓફ મેડિસિનના સંશોધન અનુસાર, પ્રોટીન, ઝિંક અને વિટામિન ડીની ઉણપથી વાળના વિકાસ પર નકારાત્મક અસર પડી શકે છે.
પ્રદૂષણ
આજકાલ બધે જ પ્રદૂષણ ફેલાયેલું છે. આ કારણે વાળ નબળા પડી જાય છે અને તૂટવા લાગે છે. વાળના મૂળ પ્રદૂષણથી ખરાબ રીતે પ્રભાવિત થાય છે, જેના કારણે વાળ તૂટી જાય છે અને પાતળા થાય છે.
રોગ
ઘણી વખત શરીરમાં કોઈ બીમારીના કારણે વાળ ખરવા પણ થાય છે. આ સાથે જ સિગરેટમાં રહેલા ટોક્સિન્સ તમારી ત્વચા, નખ, દાંત અને વાળ પર પણ ખૂબ જ ખરાબ અસર કરે છે.
વાળ ખરતા અટકાવવાના કુદરતી ઉપાય
કેટલાક અભ્યાસો દર્શાવે છે કે બાયોટિનની ઉણપને કારણે વાળ પાતળા અને નબળા થઈ જાય છે, જે પાછળથી માથામાં ટાલ થવાનું કારણ બને છે. આથી જો તમે કુદરતી રીતે વાળ તૂટતા રોકવા માંગતા હોવ તો તમારે બદામ, અખરોટ, ઈંડા, નટ્સ, સીફૂડ, આખા અનાજ વગેરેને તમારા ડાયટમાં સામેલ કરવા જોઈએ.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લો.





