લાંબા અને મજબૂત વાળ થશે, મીઠા લીમડાના પાનમાં આ વસ્તુ મિક્ષ કરી બનાવો જાદુઈ હેરમાસ્ક

જીરું, ચોખા અને મેથી જેવી જડીબુટ્ટીઓનો ઉપયોગ લાંબા સમયથી વાળની ​​સંભાળ માટે કરવામાં આવે છે, અને સદીઓથી સ્કિન અને વાળના સ્વાસ્થ્ય સંભાળમાં નિયમિતપણે ઉપયોગમાં લેવાય છે.

Written by shivani chauhan
May 28, 2025 15:28 IST
લાંબા અને મજબૂત વાળ થશે, મીઠા લીમડાના પાનમાં આ વસ્તુ મિક્ષ કરી બનાવો જાદુઈ હેરમાસ્ક
લાંબા અને મજબૂત વાળ થશે, મીઠા લીમડાના પાનમાં આ વસ્તુ મિક્ષ કરી બનાવો જાદુઈ હેરમાસ્ક

સ્કિનની જેમ, વાળને અસર કરતી ઘણી સમસ્યાઓ છે. વાળ ખરવા, ખોડો થવો , ખંજવાળ અને અસ્વસ્થતા એ મુખ્ય સમસ્યાઓ છે જે ફક્ત સ્ત્રીઓને જ નહીં પણ પુરુષોને પણ પરેશાન કરે છે. પરંતુ દરેક સમસ્યાના અલગ અલગ ઉકેલો શોધવાને બદલે, શું આ બધી સમસ્યાઓ માટે એક જ ઉકેલ છે? અહીં જાણો

જીરું, ચોખા અને મેથી જેવી જડીબુટ્ટીઓનો ઉપયોગ લાંબા સમયથી વાળની ​​સંભાળ માટે કરવામાં આવે છે, અને સદીઓથી સ્કિન અને વાળના સ્વાસ્થ્ય સંભાળમાં નિયમિતપણે ઉપયોગમાં લેવાય છે. વાળ ખરવા માટે આ શ્રેષ્ઠ ઉપાયો છે. ચમકતા લાંબા વાળ મેળવવા માટે આનો નિયમિત ઉપયોગ કરી શકાય છે. પછી તમે આ બધાને જોડીને હેર માસ્ક અજમાવી શકો છો.

સામગ્રી

  • 1 ચમચી મેથી
  • 1 ચમચી જીરું
  • 2 ચમચી ચોખા
  • મીઠા લીમડાના પાન – જરૂર મુજબ
  • 1 ચમચી સરસવનું તેલ

આ પણ વાંચો: રાત્રે ચેહરા પર આ રીતે લગાવો બદામનું તેલ, સવારે ચમકી ઉઠશે તમારી ત્વચા

કેવી રીતે તૈયારી કરવું?

મેથી, ચોખા અને જીરું આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે, તેમાં પૂરતું પાણી અને મીઠો લીમડો ઉમેરો અને તેને સારી રીતે પીસી લો. થોડું સરસવનું તેલ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. આ હેર માસ્ક તમારા વાળમાં લગાવો અને 40 મિનિટ સુધી રહેવા દો. અઠવાડિયામાં બે વાર તેનો ઉપયોગ કરવાથી શ્રેષ્ઠ પરિણામો મળશે. 40 મિનિટ પછી, તમે તેને હળવા શેમ્પૂથી ધોઈ શકો છો. અને કન્ડિશનર વાપરવાનું ભૂલશો નહીં.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ