/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/hair-pack-tips-.jpg)
Herbal Hair Pack Tips In Gujarati: વાળ ખરવા, ખોડો અને નાની ઉમરે વાળ સફેદ થતા રોકવા માટે હર્બર હેર પેક અસરકારક રહે છે. (Photo: Freepik)
Herbal Hair Pack Tips For Dandruff To Grey Hair Fall: વાળ સંબંધિત સમસ્યા વધી ગઇ છે. જેમા ખોડો, વાળ ખરવા અને નાની ઉંમરે સફેદ વાળની સમસ્યાથી મોટાભાગના લોકો પરેશાન છે. આજની પેઢી જે જીવનશૈલી અને આહારમાં ફેરફાર કરી રહી છે તેના કારણે ઘણા લોકો વાળ ખરવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વધુમાં, લાંબા સમય સુધી કમ્પ્યુટરનો ઉપયોગ કરવાથી અને વારંવાર ફાસ્ટ ફૂડ ખાવાથી શરીરનું તાપમાન વધે છે.
જ્યારે શરીરનું તાપમાન વધે છે, ત્યારે ત્વચા શુષ્ક થઈ જાય છે. આનાથી ડેન્ડ્રફ જેવી સમસ્યાઓ થાય છે. ખોડાને કારણે વાળ ખરવા લાગે છે અને વાળ પાતળા થવા લાગે છે.
આ બધી સમસ્યાઓ માટે અલગ અલગ શેમ્પૂ અને હેર સીરમ ખરીદવા અને વાપરવા મુશ્કેલ બની શકે છે. પરંતુ, આપણે ઘરે બનાવી શકાય તેવા એક સરળ હેર પેકથી આ બધી સમસ્યાઓનો ઉકેલ લાવી શકીએ છીએ.
આવી સ્થિતિમાં, 10 જાસુદના પાન , અડધો કપ પલાળેલા મેથી દાણા, એક ચમચી દહીં, લીંબુનો રસ અને થોડું નારિયેળ તેલ મિક્સ કરીને મિક્સરમાં પીસીને પેસ્ટ બનાવો.
આ હેર પેક વાળમાં સારી રીતે ઘસીને લગાવો અને 30 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ નોર્મલ પાણીથી વાળ ઘોઇ નાંખો. આ હેર પેકનો ઉપયોગ અઠવાડિયામાં એકવાર કરવો જોઈએ. આ હેર પેક સતત લગાવવાથી વાળમાં ખોડો, વાળ ખરવા અને નાની ઉંમરે વાળ સફેદ થવા જેવી બધી સમસ્યાઓ દૂર થઈ જશે.
સૌથી ખાસ વાત એ છે કે, તમે ઘરે જ ઓછી સામગ્રીમાં આ હેર પેક બનાવી શકો છો. આ હેર પેકથી શરીર પર કોઇ આડઅસર થશે, કારણ કે તે કેમિકલમુક્ત છે. તમે ચિંતા કર્યા વગર આ હેર પેક વાળમાં લગાવી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us