Hair Spa Tips : વાળએ સુંદરતામાં વધારો કરે છે, જો વાળની યોગ્ય કાળજી ન લેવામાં આવે તો તે ખૂબ જ ખરાબ થઈ જાય છે. વાળ સુંદર, ચમકદાર, કાળા અને ઘટ્ટ થવા માટે યોગ્ય જાળવણી જરૂરી છે. જેના માટે આપણે ઘણા કરતા હોઈએ છીએ. યોગ્ય સમયે હેરવોશ કરવા, માથામાં તેલ નાખવું, કન્ડિશનર કરવું અને હેર સ્પા કરવાથી લઈને અનેક નુસખા કરીયે છીએ.

મહિલાઓએ મહિનામાં એક વાર હેર સ્પા કરાવવો જોઈએ. જો કે, મોટા ભાગની સ્ત્રીઓ હેર સ્પા કરવા માટે પાર્લર પસંદ કરે છે, પરંતુ પાર્લરનો ખર્ચો બચાવીને તમે ઘરે પણ હેર સ્પા કરી શકો છે. અહીં ઘરે હેર સ્પા કેવી રીતે કરી શકો છો તેની ટિપ્સ આપે છે. હેર સ્પા માટે સૌથી મહત્વની વસ્તુ છે હેર સ્પા ક્રીમ. આ ક્રીમ તમે ઘરે તૈયાર કરી શકો છો. અહીં જાણો હેર સ્પા ક્રીમ બનાવની રીત,
આ પણ વાંચો: Hair Care Tips : હેર ગ્રોથ માટે શું આમળાના પાઉડર અને નાળિયેર તેલનું મિશ્રણ અસરકારક ગણી શકાય?
હેર સ્પા ક્રીમ આ રીતે બનાવો
સામગ્રી : દહીં, મધ અને કાચા દૂધ
મેથડ
સૌ પ્રથમ, આ બધી સામગ્રીને મિક્સ કરો. પછી તમારા વાળને શેમ્પૂથી ધોઈ લો. હવે વાળને યોગ્ય રીતે સુકાવો. પછી આ પેસ્ટને તમારા વાળમાં લગાવો. આ ક્રીમને 30 થી 45 મિનિટ સુધી રહેવા દો, પછી ગરમ પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં એકવાર આવું કરો. તેનાથી તમારા ડ્રાય હેર સિલ્કી અને સાઈની બનશે.
દૂધ: કાચા દૂધમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન-બી, પોટેશિયમ અને વિટામિન ડી ભરપૂર માત્રામાં હોય છે. તેમાં પ્રોટીન પણ ભરપૂર માત્રામાં હોય છે. જે વાળ માટે અસરકારક છે.
આ પણ વાંચો: Summer Makeup Tips : ઉનાળામાં મેકઅપ કરતા પહેલા આટલી બાબતોનું રાખો ધ્યાન
મધ : વિટામિન્સ, એન્ટિઓક્સિડન્ટ્સ, એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ફંગલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે અને તેમાં મિનરલ્સ પણ હોય છે, જે વાળના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
દહીં : દહીંમાં પ્રોટીન, કેલ્શિયમ, રિબોફ્લેવિન, વિટામિન બી6 અને વિટામિન બી12 જેવા પોષક તત્વો હોય છે, જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે.





