વાળ ખરવા એ એક સામાન્ય બાબત છે જે આનુવંશિકતા, અનિયમિત જીવનશૈલીની આદતો, પોષણની ઉણપ અથવા કોઈ મેડિકલ કન્ડિશન સહિતના ઘણા પરિબળો દ્વારા થઈ શકે છે. જેમ કે, આયુર્વેદ નિષ્ણાત ડૉ. નિતિકા કોહલીએ વાળના માસ્ક, મસાજ અને નસ્ય સહિત કુદરતી હેરકેર પદ્ધતિ પસંદ કરવાનું સૂચન કર્યું હતું, જે તમારા વાળને મજબૂત બનાવી શકે છે. તેણે Instagram પર લખ્યું હતું કે, “સ્ત્રીઓએ તેમના વાળની યોગ્ય કાળજી લેવા માટે આયુર્વેદમાં નિયમિતપણે વિવિધ નિયમોનું પાલન કરવું જોઈએ.”
હેયર મસાજ
નિષ્ણાતે જણાવ્યું હતું કે, અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત માથાની ચામડીને પોષણ આપવા માટે તલ અથવા નાળિયેર તેલનો ઉપયોગ કરવો જોઈએ. તૈલી ત્વચા ધરાવતા લોકો માટે, સ્નાન કરતા 30-60 મિનિટ પહેલાં તેલ લગાવવાની ભલામણ કરવામાં આવે છે.
આ પણ વાંચો: હેલ્થ ટિપ્સ: હૃદયના સ્વાસ્થ્ય માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ?
હર્બલ માસ્ક
આયુર્વેદ મુજબ, હર્બલ માસ્કિંગ ફાયદાકારક છે કારણ કે હર્બલ પેસ્ટ વાળ અને માથાની ચામડીને તમામ જરૂરી પોષક તત્વો પ્રદાન કરે છે. ડૉ. નિતિકાએ થોડા હર્બલ માસ્ક શેર કર્યા છે જેને તમે તમારા હેયર કેર માટે સામેલ કરી શકો છો.
મેથીનો હેર માસ્કઃ
આ માસ્ક મેથી અથવા મેથીના દાણાને આખી રાત પલાળી અને પછી તેને ઝીણી પેસ્ટ બનાવીને તૈયાર કરી શકાય છે. માસ્ક સીધા વાળ અથવા માથાની ચામડી પર અપ્લાય કરી શકાય છે અથવા તેને દહીં સાથે મિક્સ કરીને સરળ પેસ્ટ બનાવી શકાય છે. તેમણે લખ્યું હતું કે, “માસ્કને 10-15 મિનિટ સુધી રાખો અને પછી તેને સલ્ફેટ-મુક્ત શેમ્પૂથી ધોઈ લો. તે ડેન્ડ્રફને ઘટાડવામાં અને વાળના વિકાસને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે.”
આમળાનું હેયર માસ્ક:
તેને દહીં સાથે 3:2:1 ના ગુણોત્તરમાં આમળા, શિકાકાઈ અને રીઠા પાવડર મિક્સ કરીને તૈયાર કરી શકાય છે. ડૉ નિતિકાએ કહ્યું હતું કે, “તમારા માથાની ચામડી પર માસ્ક અપ્લાય કરો અને તેને સામાન્ય પાણીથી ધોતા પહેલા 10-20 મિનિટ સુધી રાખો. તે વાળને કુદરતી રીતે ગ્રોથ વધશે.”
આ પણ વાંચો: માનસિક બીમારી ધરાવતી સ્ત્રીઓને સર્વાઇકલ કેન્સર થવાનું જોખમ બમણાથી વધુ : અભ્યાસ
નાસ્ય
આ એક પરંપરાગત આયુર્વેદિક પ્રથા છે જેમાં બદામ અને નારિયેળ જેવા તૈલા/તેલના બે ટીપા દરરોજ બંને નસકોરાની અંદર નાખવામાં આવે છે. તેણે કહ્યું.હતું કે, “તે વાળના મૂળને પોષણ આપવામાં મદદ કરે છે અને વાળના વિકાસ વધારવામાં મદદગાર સાબિત થાય છે.”