હેયર સિલ્કી અને સ્મૂથી હોય એવું દરેક સ્ત્રી ઈચ્છે છે. ખરાબ લાઈફ સ્ટાઇલ સ્ટ્રેસ, પોષક તત્વોની ઉણપ અને ઘણી વખત ખોટી પ્રોડક્ટના ઉપયોગથી હેયર ડ્રાય અને રફ જાય છે.
ડ્રાય હેયરને સુધરવા માટે આપણે અનેક પ્રકારની પ્રોડક્ટસનો ઉપયોગ કરવાનું શરૂ કરી દઈએ છીએ. આ પ્રોડક્ટ મોંઘી હોવાની સાથે એમાં રહેલા કેમિકલ વાળને નુકસાન કરે છે. વાળને સિલ્કી અને મુલાયમ બનાવવા માટે ઘરેલુ ઉપાયની મદદ લઇ શકો છો.
એપલ સાઇડર વિનેગર: એપલ સાઇડર વિનેગર વાળ માટે ફાયદાકારક છે. એમાં રહેલું પ્રોટીન વાળને સિલ્કી બનાવની સાથે મુલાયમ પણ બનાવે છે.તેનો ઉપયોગ કરવા ડોલમાં 2 ઢાંકણા એપલ સાઇડર વિનેગર મિક્સ કરો.
આ પણ વાંચો: Weight Loss Recipe : આ હેલ્થી રેસિપી વેઇટ લોસ અને ગ્લોઈંગ સ્કિન માટે અસરકારક સાબિત થશે
શેમ્પૂ કર્યા પછી આ પાણીથી વાળને ધુઓ. પાંચથી દસ મિનિટ સુધી આ પાણીને વાળમાં લગાવી રાખો. પછી નોર્મલ પાણીથી વોશ કરો. વાળ મુલાયમ બનશે.
એલોવેરા અને દહીં : એલોવેરા શરીરની સાથે વાળ માટે પણ બહુ ફાયદાકારક છે. વાળને સિલ્કી અને મુલાયમ બનાવવા એલોવેરા અને દહીંના હર માસ્કનો ઉપયોગ કરો.આ માસ્ક વાળને પોષણ આપે છે. એનાથી વાળ મુલાયમ બને છે.હેયર માસ્ક બનાવવા એક ચમચી એલોવેરા જેલ, એક ચમચી દહીં અને એક ચમચી મધ લઇ મિશ્રણ તૈયાર કરો. હવે આ મિશ્રણને સ્કેલ્પમાં લગાવીને 5 મિનિટ મસાજ કરો પછી આ માસ્ક દસ મિનિટ માટે લગાવી રાખો.આમ કર્યા બાદ નોર્મલ પાણીથી હેયર વોશ કરો.
મેથીના દાણા : એક ચમચી મેથીના દાણા લો અને થોડું નારિયેળનું તેલ લો. કોઈ વાસણમાં મેથીના દાણા અને નારિયેળ તેલને 2 વીક માટે બંધ કરીને મૂકી દો. જયારે આ ગુણકારી તેલ તૈયાર થઇ જાય ત્યારે હેયરમાં લગાવીને હળવા હાથે માલિશ કરો.કલાક પછી હેયરમાં શેમ્પૂ કરી શકો. મેથીના દાણામાં એસ્ટ્રોજન હોર્મોન જોવા મળે છે, જે વાળના વિકાસ માટે જરૂરી છે. એમાં પ્રોટીન અને નિકોટીન એસિડ પણ રહેલું છે. જે વાળના મૂળને મજબૂત બનાવે છે અને હેયરને મુલાયમ બનાવે છે.
આ પણ વાંચો: Monsoon Skincare Tips : ચોમાસામાં આ ખાસ એક્સપર્ટની સ્કિનકેર ટિપ્સ ફોલૉ કરો
લીમડો અને નારિયેળનું તેલ : એક કપ લીમડા ની પેસ્ટ બનાવો. એક કપ નારિયેળનું તેલ લો. એક બાઉલમાં નારિયેળનું તેલ અને લીમડાની પેસ્ટ નાખી દો. હવે બને મિશ્રણએ મિક્સ કરી આશરે 5-10 મિનિટ સુધી ઉકાળો.ઠંડુ પડે એટલે તેલને ગાળી લો.આ રીતે લીમડાનું તેલ તૈયાર થઇ જશે. આ તેલને વાળમાં લગાવીને હળવા હાથે મસાજ કરો. એકાદ કલાક પછી શેમ્પૂ કરી લો અને કન્ડિશનર કરો. આ તેલનો ઉપયોગ વીકમાં 2 વખત કરી શકો છો.





