/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Hakini-Mudra-benefits-.jpg)
Hakini Mudra benefits (Photo Credits : yogvandana :Vandana Gupta/ instagram)
Hakini Mudra : યોગનો નિયમિત અભ્યાસ સારા સ્વાસ્થ્ય (Health) માટે સારો છે. યોગ કરવાના ઘણા ફાયદા છે. યોગ વ્યક્તિને માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક રીતે પણ સ્વસ્થ રાખે છે. ઘણી વાર આપણે શારીરિક અને માનસિક રીતે ખૂબ જ સ્વસ્થ હોઈએ છીએ પરંતુ આપણામાં આત્મવિશ્વાસનો અભાવ હોય છે અથવા તો અમુક લોકોની યાદશક્તિ નબળી હોવાને કારણે સખત મહેનત પણ અપેક્ષિત પરિણામ આપતી નથી. ઘણા લોકોને ખબર નથી હોતી કે આત્મવિશ્વાસ અને યાદશક્તિ વધારવા શું કરવું જોઈએ. પરંતુ યોગ પ્રેક્ટિશનર વંદનાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે આત્મવિશ્વાસ અને યાદશક્તિ વધારવા માટે એક ખાસ યોગનો ઉલ્લેખ કર્યો છે.'હાકિની મુદ્રા' (Hakini Mudra) યોગ તમારા માટે ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે છે. વાસ્તવમાં, તેને યોગને બદલે મુદ્રા કહી શકાય.
'હાકિની મુદ્રા' (Hakini Mudra) :
- બંને હાથની પાંચેય આંગળીઓ એકબીજા સાથે ગોઠવેલી હોવી જોઈએ. તમારી આંખો બંધ કરો અને તમારા મનને કપાળની મધ્યમાં કેન્દ્રિત કરો.
- આ મુદ્રામાં નિયમિત 15 મિનિટ ધ્યાન કરો. યોગ્ય રીતે સમજવા માટે તમારે આ વિડિયો જોવો પડશે.
- ઘણીવાર તમે ઘણા પ્રખ્યાત લોકોને આ મુદ્રામાં જોયા હશે. ક્યારેક એલોન મસ્ક તો ક્યારેક ડોનાલ્ડ ટ્રમ્પ, ક્યારેક વિરાટ કોહલી તો ક્યારેક સ્ટીવ જોબ્સ આ મુદ્રામાં જોવા મળે છે. ઘણા વીડિયો કે ફોટામાં હાથની પાંચેય આંગળીઓની ટીપ્સ એકબીજા સાથે જોડાયેલી હોય છે.
આ પણ વાંચો: Adadiya Pak Recipe : શિયાળામાં ખાઓ પ્રોટીનથી ભરપૂર આ પાક,બીમારી રહેશો દૂર! જાણો અહીં
'હાકિની મુદ્રા' આ રીતે કરવી :
- બંને હાથની આગળની પાંચ આંગળીઓને મેચ કરીને આ મુદ્રા કરો.
- તમારી આંખો બંધ કરો અને તમારા મનને તમારા કપાળની મધ્યમાં કેન્દ્રિત કરો.
- હકિની મુદ્રાના નિયમિત અભ્યાસથી મગજના કાર્યમાં સુધારો થાય છે.
- જમણા અને ડાબા મગજ વચ્ચે સહકાર વધારવાથી મગજ વધુ અસરકારક રીતે કામ કરે છે.
- દરરોજ 15 મિનિટ આ મુદ્રા કરવાથી લાભ મળવા લાગશે.
ફાયદા :
- આ મુદ્રા યાદશક્તિને સુધારવામાં મદદ કરે છે, મગજની શક્તિમાં વધારો કરે છે, સ્પષ્ટતા વધારે છે, મનને શાંત કરે છે અને એકાગ્રતામાં સુધારો કરે છે.
- એવું કહેવાય છે કે હાકિની મુદ્રા જમણા અને ડાબા બેઈન ગોળાર્ધ વચ્ચેના સહકારને પ્રોત્સાહન આપે છે.
- તે બાળકો માટે એક બેસ્ટ મુદ્રા છે કારણ કે તે મગજની યાદશક્તિ વધારે છે અને શક્તિ આપે છે અને મગજની શક્તિને પ્રોત્સાહન આપે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us