/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/holi.jpg)
Image Caption: Holi 2024 Wishes : હોળી - ધૂળેટીના તહેવાર પર પ્રિયજનોને ખાસ ખાસ મેસેજ મોકલી શુભકામના પાઠવો. (Photo- Freepik)
Happy Holi 2024 Wishes in Gujarati : હોળી રંગ, પ્રેમ અને ઉત્સવનો તહેવાર છે. દેશભરમાં હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે. હોળીના રાતે હોલીકા દહન અને તેના પછીના દિવસ ધૂળેટી ઉજવાય છે. આ તહેવારમાં લોકો એકબીજાને રંગ લગાવે છે અને હોળીની શુભકામના પાઠવે છે. ચારેય બાજુ રંગબેરંગી કલરથી રંગાયેલા ચહેરા જીવનમાં રંગનું મહત્વ સમજાવે છે.
આ વર્ષે 24 માર્ચના રોજ હોળી અને 25 માર્ચના રોજ ધૂળેટી મનાવવામાં આવશે. આ દરમિયાન લોકોએ એકબીજાને અભિનંદન પણ આપવાનું શરૂ કરી દીધું છે. હાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. સમયની સાથે હોળી ની શુભકામના પાઠવવાની રીત પણ બદલાઈ ગઈ છે. આ અવસર પર દેશભરમાં લોકો પોતાના પ્રિયજનોને ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર અભિનંદન પાઠવે છે. અમે તમને અમુક ખૂબ જ ખાસ વોટ્સએપ શુભેચ્છાઓ, મેસેજ અને શુભકામના સંદેશાઓ વિશે જણાવી રહ્યા છીએ જે તમે વોટ્સએપ પર સ્ટેટસ મૂકીને શેર કરી શકો છો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Happy-Holi-2024-Wishes-in-Gujarati-1.jpg)
રંગોનો તહેવાર છે ધુળેટી
રાજી રાજી થઈ ઉજવી લેજો
અમે થોડાક દૂર છીએ તમારાથી
થોડુંક ગુલાલ અમારા તરફથી
પણ લગાવી લેજો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Happy-Holi-2024-Wishes-in-Gujarati-2.jpg)
ગાલને તારા સ્પર્શવા
હથેળીઓ શોધતી હતી ટાણું
ને બસ …
સામે જ આવી ગયું
હોળીનું બહાનું
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Happy-Holi-2024-Wishes-in-Gujarati-4.jpg)
મિત્ર કલરની જેમ હોય છે.
જે આપણી જિંદગીમાં રંગ પૂરે છે
હું કદાચ તમારો ફેવરીટ કલર ન બની શકું
પણ એવી આશા છે કે ચિત્ર પૂરૂ કરવામાં
ક્યાંક તો કામ લાગી શકું…
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Happy-Holi-2024-Wishes-in-Gujarati-3.jpg)
લાગણીનો ભીનો વહેવાર મોકલું છું
રંગનો અનોખો તહેવાર મોકલું છું
સ્નેહથી ખેલજો હોળી સ્નેહીજનો સાથે
રંગ સરીખો આ પ્રેમ મોકલું છું
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Happy-Holi-2024-Wishes-in-Gujarati-5.jpg)
આ પણ વાંચો |હોળી 2024 : હોલીકા દહન સમયે રાશિ મુજબ કરો ઉપાય, શારીરિક અને આર્થિક સમસ્યા થશે દૂર
રંગ ઉડાવે પિચકારી
રંગથી રંગી જાય દુનિયા સારી
હોળીના રંગ તમારા જીવનને ખુશીઓથી રંગી દે
આજ શુભકામના અમારી..
હેપ્પી ધૂળેટી


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us