નવા વર્ષમાં અજીબ પ્રકારની ઉજવણી, ક્યાંક બારીમાંથી ફેંકે છે ફર્નિચર, ક્યાંક મિત્રોના દરવાજા પર વાસણો તોડે છે

Happy New Year 2026 : લોકોૉએ નવા વર્ષ 2026 ની ઉજવણીની તૈયારી શરૂ કરી દીધી છે. લોકો પોતાની રીતે અલગ અલગ રીતે નવા વર્ષને આવકારે છે. કેટલાક દેશ એવા પણ છે જ્યાં નવા વર્ષ પર ઘણી વિચિત્ર પરંપરાઓ જોવા મળે છે. અમે તમને આવી જ કેટલીક પરંપરાઓ વિશે જણાવી રહ્યા છીએ.

Happy New Year 2026 : લોકોૉએ નવા વર્ષ 2026 ની ઉજવણીની તૈયારી શરૂ કરી દીધી છે. લોકો પોતાની રીતે અલગ અલગ રીતે નવા વર્ષને આવકારે છે. કેટલાક દેશ એવા પણ છે જ્યાં નવા વર્ષ પર ઘણી વિચિત્ર પરંપરાઓ જોવા મળે છે. અમે તમને આવી જ કેટલીક પરંપરાઓ વિશે જણાવી રહ્યા છીએ.

author-image
Ashish Goyal
New Update
happy new year 2026

Happy New Year 2026 : બધાએ નવા વર્ષ 2026 ની ઉજવણીની તૈયારી શરૂ કરી દીધી છે Photograph: (ફ્રીપિક)

Happy New Year 2026 : 2025ની વિદાયનું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે. આવી સ્થિતિમાં બધાએ નવા વર્ષ 2026 ની ઉજવણીની તૈયારી શરૂ કરી દીધી છે. લોકો પોતાની રીતે અલગ અલગ રીતે નવા વર્ષને આવકારે છે. આ માટે જ્યાં કેટલાક લોકો મંદિરમાં દર્શન કરે છે, કેટલાક લોકો પહાડો અને સુંદર જગ્યાઓ પર ફરવા નીકળે છે. કેટલાક પરિવાર સાથે હાઉસ પાર્ટી કરે છે, ક્લબ કે ડિસ્કોમાં પણ ઘણા લોકો જાય છે.

Advertisment

જો કે આ સિવાય પણ કેટલાક દેશ એવા પણ છે જ્યાં નવા વર્ષ પર ઘણી વિચિત્ર પરંપરાઓ જોવા મળે છે. અહીં અમે તમને આવી જ કેટલીક પરંપરાઓ વિશે જણાવી રહ્યા છીએ.

સૂટકેસ લઇને દોડવું

આ બધા ઉપરાંત કોલંબિયાના લોકો પણ ખૂબ જ રસપ્રદ રીતે નવા વર્ષની ઉજવણી કરે છે. અહીંના લોકો નવા વર્ષ પહેલા સૂટકેસ સાથે રસ્તા પર દોડે છે. કોલંબિયાના લોકોને ફરવાનો ખૂબ શોખ છે. સાથે જ માનવામાં આવી રહ્યું છે કે સૂટકેસ સાથે દોડવાથી તેમને નવા વર્ષે ફરવાની અને સારી જગ્યા પર યાત્રા કરવાની વધુ તક મળશે.

મિત્રોના દરવાજા પર વાસણો તોડે છે

ડેન્માર્કના લોકો નવા વર્ષની પૂર્વસંધ્યાએ પ્લેટો અને ચમચી ફેંકીને તેમના મિત્રો અને પડોશીઓના દરવાજા તોડી નાખે છે. આ પરંપરાનું પાલન કરનારા લોકોનું માનવું છે કે બીજા દિવસે સવારે દરવાજા પર જેટલા વધુ તૂટેલા વાસણ જોવા મળે છે, તેટલું જ વર્ષ વધુ ખાસ અને સારું રહેવાનું છે.

Advertisment

ફર્સ્ટ ફુટિંગ

સ્કોટલેન્ડના લોકો નવા વર્ષ પર કોઈના આવવાની રાહ જુએ છે. આ પરંપરાને ફર્સ્ટ ફૂટિંગ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે 31 ડિસેમ્બરની રાત્રે 12 વાગ્યા પછી તમારા ઘરે આવનાર પ્રથમ વ્યક્તિ તમારા માટે સૌભાગ્ય લઈને આવે છે.

આ પણ વાંચો - ઓફિસમાં કલાકો સુધી બેસીને પીઠ જકડાઇ જાય છે, આ 3 એક્સરસાઇઝથી મળશે રાહત

સ્પેનમાં અડધી રાત્રે 12 દ્રાક્ષ ખાય છે 

સ્પેનમાં આ પરંપરાનું પાલન થાય છે. અહીંના લોકો 31 ડિસેમ્બરની રાત્રે 12 વાગ્યે 12 દ્રાક્ષ ખાય છે. અડધી રાત્રે ઘંટડીઓ વગાડવામાં આવે છે અને ઘંટડીના દરેક અવાજ પર દ્રાક્ષ ખાવામાં આવે છે. સ્પેનના લોકો માને છે કે નવા વર્ષે આ પરંપરાને અનુસરીને તમારું વર્ષ સારું રહે છે.

બારીમાંથી ફેંકે છે ફર્નિચર 

ઇટાલીમાં નવા વર્ષના દિવસે એક અનોખી પરંપરા જોવા મળે છે. અહીંના લોકો નવા વર્ષના દિવસે તેમના ઘરની બારીઓ અને બાલ્કનીમાંથી જૂનું ફર્નિચર ફેંકી દે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તેઓ પોતાના ઘર અને જીવનમાંથી જૂની અને ખરાબ વસ્તુઓને દૂર કરી રહ્યા છે અને નવી રીતે સારી વસ્તુઓની શરૂઆત કરી રહ્યા છે.

સમુદ્રના ઊંચા મોજાઓ પર કૂદવું

બ્રાઝીલમાં 31 ડિસેમ્બરની રાત્રે લોકો સફેદ કપડાં પહેરીને બીચ પર એકઠા થાય છે અને સમુદ્રના ઉંચા-ઉંચા મોજા પર કૂદે છે. આમ કરવું સારા સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે.

જીવનશૈલી ન્યૂ યર