/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Harmful-use-of-phone-while-eating.jpg)
જમતા સમયે ફોનનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે નુકશાનકારક (પ્રતિકાત્મક તસવીર)
આજની ઝડપી દુનિયામાં, મલ્ટિટાસ્કિંગ અત્યંત સામાન્ય બની ગયું છે. એક સાથે અનેક કામ કરવા એ લોકોની આદત બની રહી છે. આ આદત સારી પણ છે, પરંતુ કેટલીક જગ્યાએ આપણે સાવચેત રહેવાની જરૂર પડી શકે છે, જેમ કે જમતી વખતે ફોનનો ઉપયોગ કરવો. આજકાલ, મોટાભાગના લોકોની આ આદત બની ગઈ છે. સમયની અછતને કારણે, લોકો જમતી વખતે પણ ફોન અથવા લેપટોપ પર કામ કરતા રહે છે, જ્યારે કેટલાક જમતી વખતે તેમના મનપસંદ શો, નવી મૂવી અથવા સિરીઝને જોવાનો પ્રયાસ કરે છે.
આ બધા સિવાય, જમતી વખતે રીલ જોવી એ તો જાણે એક ટ્રેન્ડ બની ગયો છે, એટલે કે લોકો કોઈપણ સમયે કંઈપણ ખાતા હોય ત્યારે તેમના હાથમાં ફોન તો હોવો જ જોઈએ છે. તો, જો તમે પણ આવું કંઈક કરો છો અથવા તમને પણ જમતી વખતે ફોનનો ઉપયોગ કરવાની આદત છે, તો આ સમાચાર ફક્ત તમારા માટે જ છે.
તમને જણાવી દઈએ કે, સામાન્ય લાગતી આ આદત તમને એક સાથે અનેક ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. ચાલો જાણીએ કેવી રીતે
નિષ્ણાતો શું કહે છે?
આ બાબતે ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની ખાસ વાતચીત દરમિયાન, વસંત કુંજની ફોર્ટિસ હોસ્પિટલના ચીફ ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ રુચિકા જૈન કહે છે, 'જમતી વખતે મોબાઈલ, લેપટોપનો ઉપયોગ કરવાની કે ટીવી જોવાની આદત તમને બીમાર કરી શકે છે.'
પાચન પર ખરાબ અસર પડે છે
રુચિકા જૈનના જણાવ્યા અનુસાર, 'જ્યારે તમે કોઈ શો અથવા મૂવીમાં વ્યસ્ત હોવ છો, ત્યારે તમે તમારા શરીરને મળતા ભૂખના સંકેતો પર ધ્યાન આપી શકતા નથી અને તેના કારણે તમે મોટાભાગે વધુ પડતું ખાઓ છો. તો, દર વખતે જરૂરિયાત કરતાં વધુ ખાવાથી તમે માત્ર સ્થૂળતાનો શિકાર નથી બની શકો છો, પરંતુ તે પાચનની સમસ્યાઓનું કારણ પણ બની શકે છે.
મોટાભાગના લોકો હાથમાં ચિપ્સ, કૂકીઝ અથવા અન્ય નાસ્તો લઈને ટીવી જુએ છે, આવા ખોરાકમાં કેલરી, ખાંડ, ચરબી અને મીઠું વધુ હોય છે. હવે કારણ કે તમે તમારી મનપસંદ સિરીઝ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરો છો, તેથી તમે જરૂરિયાત કરતાં વધુ ખાવા લાગો છો અને સમય જતાં આ આદત તમને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો શિકાર બનાવવાનું શરૂ કરે છે.
ખાસ કરીને તૈલી અને મસાલેદાર ખોરાક પાચન પર ખૂબ જ ખરાબ અસર કરે છે. બેસીને વધુ પડતું ખાવાના કારણે તમને પેટમાં દુખાવો, એસિડિટી, પેટનું ફૂલવું વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
સ્થૂળતાનું કારણ બની શકે છે
જો તમે લાંબા સમયથી આવુ કરી રહ્યા છો, તો આ સ્થિતિમાં વજન વધવું ખૂબ જ સામાન્ય બાબત છે. તો, વધતું વજન તેની સાથે ઘણી બીમારીઓ લાવે છે. આવી સ્થિતિમાં, આજથી જ ચેતી જાઓ અને શક્ય તેટલી વહેલી તકે આ રીતે ખાવાની આદત સુધારવાનો પ્રયાસ કરો.
આ ટીપ્સ મદદરૂપ થઈ શકે છે
રૂચિકા જૈનના મતે સૌથી મહત્વની બાબત એ છે કે, ખાવા બેસો ત્યારે માત્ર ખાવા પર જ ધ્યાન આપવું. જમતી વખતે, ખોરાક પર સંપૂર્ણ ધ્યાન આપો અને દરેક બાઈટને યોગ્ય રીતે ચાવીને ખાઓ. જો તમે જમતી વખતે કોઈ કામ કરતા હોવ તો પણ ધીમે ધીમે ખાવાથી અને ખોરાકને સારી રીતે ચાવવાથી તમે વધુ પડતું ખાવાની આદતથી છૂટકારો મેળવી શકો છો.
જ્યાં સુધી તમે પ્રથમ બાઈટને સારી રીતે ચાવી ન લો ત્યાં સુધી ખોરાકની આગામી બાઈટ તૈયાર કરશો નહીં. આ રીતે તમે તમારા ખાવાની ઝડપને ધીમી કરી શકશો અને આ તમને અતિશય આહારથી પણ બચાવશે.
સહેજ પેટ ભરેલું લાગે કે તરત જ ખાવાનું બંધ કરો. જ્યારે તમને ભૂખ લાગે ત્યારે જ ખાવાનો પ્રયત્ન કરો, તમારું પેટ 80 ટકા ભરાઈ જાય એટલું જ જમો. આ સાથે, તમારું શરીર શરીરમાં સંગ્રહિત ચરબીનો ઉપયોગ ઊર્જા માટે કરે છે અને આ રીતે તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે અને તમારી પાચનક્રિયા પણ સુધારે છે.
આ પણ વાંચો - Dairy Products : 30 દિવસ સુધી ડેરી પ્રોડક્ટસનું સેવન ટાળવાથી બોડી પર કેવી અસર થાય?
જો તમારી પાસે ડેસ્ક જોબ છે અથવા કોઈ અગત્યનું કામ કરતી વખતે તમે જમતા હોવ તો સંતુલિત આહાર લો એટલે કે વિટામિન, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર સંતુલિત માત્રામાં હોય. આ રીતે, તમે સ્વસ્થ આહારની આદતોથી તમારી જાતને સ્વસ્થ રાખી શકશો.
Disclaimer : લેખમાં લખેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે, ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us