Gohana Lala Matu Ram Jalebi: હરિયાણા વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. આ ચૂંટણીમાં એક મીઠાઇની ચર્ચા ઘણી જોવા મળી હતુી, જેનું નામ છે માતૂરામની જલેબી. આ જલેબીના સ્વાદે બધાના દિલ જીતી લીધા છે. વડાપ્રધાન મોદી હોય કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી. આ જલેબી ખાવા માટે લોકો દૂર દૂરથી અહીં આવે છે અને લોકો તેને દિલ્હી પણ ખરીદીને લઇ જાય છે. આ ઉપરાંત માતૂરામની જલેબી માત્ર હરિયાણાની જ નહીં પરંતુ દિલ્હીના લોકોને પણ પસંદ છે. તો જાણો કેમ ફેમસ છે ગોહાનાની જલેબી.
માતૂરામની જલેબી કેમ છે ફેમસ
હરિયાણાના ગોહાનાની માતૂરામની જલેબી હંમેશાથી ફેમસ રહી છે. આ જલેબી દેશી ઘી થી બને છે. આ જલેબીની ખાસ વાત એ છે કે તેની 1 જલેબી 250 ગ્રામની હોય છે એટલે કે 1 કિલો જલેબીમાં માત્ર 4 ટુકડા હોય છે. 1 કિલો જલેબીનો ભાવ 320 રૂપિયા પ્રતિ કિલો છે. આ ડેઝર્ટની ખાસ વાત એ છે કે દરેક જલેબી દેશી ઘી માંથી બનાવવામાં આવે છે અને તે ખૂબ જ ક્રિસ્પી હોય છે.
માતૂરામની જલેબી ખાવા કેવી રીતે પહોંચવું
શિવ ચોક, બીએસએનએલ ટેલિફોન એક્સચેન્જ પાસે, ગોહાના, હરિયાણા જવું પડશે. તેની આસપાસ તમને બધી તરફ માતુરામની જલેબી મળી જશે. પરંતુ સૌ પહેલા જલેબીની દુકાન જે અસલી છે તે 1958 માં ખોલવામાં આવી હતી અને આજદિન સુધી ચાલી રહી છે.
આ પણ વાંચો – સાબુદાણા પલાળ્યા વગર માત્ર 10 મિનિટમાં બનાવો ખીચડી, જાણો સરળ રીત
લોકો દૂધ અને જલેબી ખાય છે
ગોહાનાની આ મીઠાઈ લોકો દૂધ સાથે ખાય છે. અહીંના લોકો નાસ્તામાં દૂધ જલેબી ખાય છે. આ સિવાય ગોહાનામાં દરેક મીઠાઈ ફેમસ છે, પછી તે બરફી હોય કે પેંડા કે લાડુ. ખાસ વાત એ છે કે અહીં દૂધની ભરમાર છે, જેના કારણે લોકો સારી અને શુદ્ધ મિઠાઈ બનાવીને ખાય છે. તેથી એકવાર હરિયાણાના ગોહાના પહોંચી જાઓ અને આ મીઠાઈનો સ્વાદ લો.