How To Save Yourself In Stampede: ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગ દરમિયાન એક મોટી દુર્ઘટના થઇ છે. હાથરસ નાસભાગમાં 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા, 200 જેટલા લોકો ઘાયલ થયા. આ દૂર્ઘટના બાદ વહીવટી તંત્ર પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે, આટલો મોટો કાર્યક્રમ થઈ રહ્યો હતો, આટલા બધા લોકો આવવાના હતા તો પછી પૂરતી વ્યવસ્થા કેમ ન કરવામાં આવી તે સમજવાના પ્રયાસો થઈ રહ્યા છે. હવે આ ઘટનાની તપાસ શરૂ થઇ ગઇ છે, થોડા દિવસોમાં વધુ મોટા ખુલાસા શક્ય છે.
નાસભાગમાં ફસાઈ જવું એ મોટી વાત નથી, કેવી રીતે બહાર નીકળવું તે મહત્વપૂર્ણ
જો તમે ક્યારેય આ પ્રકારની પરિસ્થિતિમાં ફસાઈ જાઓ છો, તો પછી શું કરવું તે જાણવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. નાસભાગ માત્ર સત્સંગમાં કે બાબાના કાર્યક્રમમાં જ થતી નથી. જ્યાં વધુ ભીડ હોય છે, ત્યાં તેની સંભાવના વધુ હોય છે. આવી સ્થિતિમાં, નાસભાગમાં ફસાઈ જવું એ કોઈ મોટી વાત નથી, તેનો કેવી રીતે સામનો કરો છો અને બચીને બહાર નીકળો છે તે સૌથી વધુ મહત્વપૂર્ણ છે.
જ્યાં ભીડ છે, તે દિશામાં આગળ વધો
કેર હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના વડા ડો. પી. શિવ કુમારે ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે ખાસ વાત કરી હતી. આવી સ્થિતિમાં શું કરવું અને શું ન કરવું તે તેમની પાસેથી સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેઓ કહે છે કે જો તમે ક્યારેય નાસભાગ જેવી સ્થિતિમાં ફસાઈ જાઓ છો, તો ભીડ જે દિશામાં જઈ રહી છે તે દિશામાં આગળ વધવાનો પ્રયાસ કરો. કોશિશ કરવી જોઈએ કે તમે તમારા પગને પૂરી તાકાતથી જમીન પર રાખો, સંતુલન બગડવું જોઇએ નહીં.
નીચે પડી જાઓ, તો માથાને બચાવવા માટે પ્રયાસો કરો
હવે જ્યારે તમે નાસભાગમાં અન્ય લોકો સાથે ભાગવામાં સફળ થશો ત્યારે તમારે આ કરવું પડશે. પણ જો તમે નીચે પડી જાવ તો શું કરવું તે પણ જાણી લો. ડોક્ટરોનું કહેવું છે કે જો તમે પડી જાઓ તો તમારે તમારા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. તમારે તમારા માથાને તમારા હાથથી ઢાંકી દેવું જોઈએ. સૌથી વધુ ધક્કો કે લોકોના પગ તમારી પીઠ પર વાગશે, પરંતુ તમારું માથું સલામત રહેશે.
દિવાલોથી દૂર રહો, કચડાઈ જવાનું જોખમ
તેવી જ રીતે ડોક્ટરના કહેવા પ્રમાણે જ્યારે તમે નાસભાગમાં ભાગી રહ્યા હોવ ત્યારે દીવાલ કે વાહન સાથે અથડાવાથી બચો. જો એવું થાય, તો તમને ટોળું તમને કચડી નાંખશે. હવે એક સવાલ એ પણ આવે છે કે આવી સ્થિતિમાં બાળકોને કેવી રીતે બચાવવા, ડો.પી શિવાએ પણ આ અંગે વિસ્તારથી ખુલાસો કર્યો છે. તેમનું કહેવું છે કે માતા-પિતાએ જોવું જોઇએ કે બાળકની છાતી અને માથામાં કોઇ ઇજા ન થાય. ભીડ પૂરી ન થાય ત્યાં સુધી એક ખૂણામાં જઈને ત્યાં જ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેવી જ રીતે, ઘૂંટણ પર બેસી ધીરે ધીરે જવું વધુ સારું છે.
આ પણ વાંચો | હાથરસ નાસભાગ : સ્થળ પર હાજર SDM એ રિપોર્ટ રજૂ કર્યો, જુઓ દુર્ઘટના મામલે શું ખુલાસા કર્યા?
નાસભાગ માંથી બહાર આવ્યા પછી શું કરવું?
હવે ડૉક્ટરોનું માનવું છે કે આવી સ્થિતિમાં કોઈ બચી જાય તો પણ આ આખો અનુભવ તેને અંદરથી ડરાવવા માટે પૂરતો છે. આવી સ્થિતિમાં, તેને તાત્કાલિક દવા આપવી, જરૂરી દવાઓ અને પ્રાથમિક સારવાર લેવી જરૂરી છે. આવી સ્થિતિમાં, પીડિત માટે શાંત રહેવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તો જ તે તેના અન્ય પ્રિયજનોને સંભાળી શકશે.





