Health Tips : શિયાળામાં આમળાનું સેવન કરવાની 5 શ્રેષ્ઠ રીત, શરીર સ્વસ્થ રહેશે અને રોગપ્રતિકારક શક્તિ વધશે

Health Benefits Of Amla In Winter : આમળા એક સુપરફૂડ છે. શિયાળામાં તેને તમારા આહારમાં સામેલ કરવું જોઈએ. આમળાનું સેવન 5 રીતે કરી શકાય છે. આમળાની આ વાનગી નાના બાળકો થી લઇ મોટા વ્યક્તિઓ પણ શોખથી ખાય છે.

Written by Ajay Saroya
November 07, 2025 14:37 IST
Health Tips : શિયાળામાં આમળાનું સેવન કરવાની 5 શ્રેષ્ઠ રીત, શરીર સ્વસ્થ રહેશે અને રોગપ્રતિકારક શક્તિ વધશે
Amla : આમળા શિયાળાનું સુપરફૂડ કહેવાય છે. (Photo: Social Media)

Five Smart Way To Eat Amla In Winter : આમળા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળામાં તેને ખાવાથી શરીરને ઘણી રીતે ફાયદો થાય છે. તેથી તેને શિયાળાનો સુપરફૂડ પણ કહેવામાં આવે છે. તેને ખાવાથી ઠંડીની સીઝનમાં વારંવાર થતી બીમારીઓથી બચી શકાય છે એટલું જ નહીં, શરદી અને ઉધરસ જેવી બીમારી પણ ઓછી થાય છે. તે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરને સ્વસ્થ રાખે છે. શિયાળામાં તમે આમળાનું સેવન 5 રીતે કરી શકો છો.

How to Consume Amla in Winter| શિયાળામાં આમળાનું સેવન કેવી રીતે કરવું

આમળાનો રસ

જો તમે શિયાળામાં બીમાર થવાથી બચવા માંગતા હો, તો તમારે દરરોજ આમળાનો રસ પીવો જોઈએ. તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તમે ઘરે તાજો આમળાનો રસ પણ બનાવી શકો છો. આ માટે આમળા ધોઈ લો અને મિક્સરમાં રસ બનાવો. તમે આ જ્યુસને દરરોજ સવારે ખાલી પેટ પર પી શકો છો.

આમળા ચુર્ણા

શિયાળામાં, તમે આહારમાં આમળાનો પાવડર પણ શામેલ કરી શકો છો. તેને બનાવવા માટે, આમળા નાના ટુકડાઓમાં કાપી લો. પછી તેને થોડા દિવસો સુધી તડકામાં સૂકવવા દો. આમળા સુકાય પછી મિક્સરમાં બારીક પાઉડર બનાવી લો. આ આમળા પાઉડર હવાચુસ્ત ડબ્બામાં ભરી રાખો. હવે તમે કોઈપણ સમયે તેનું સેવન કરી શકો છો.

આમળા મુરબ્બા

આમળાનો મુરબ્બો પણ ઠંડીમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. બાળકથી લઈને ઘરના મોટા લોકો શોખથી ખાય છે. આમળા મુરબ્બોનું સેવન કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે તેને ખાલી પેટ ખાવું જોઇએ.

આમળાની ચટણી અને અથાણું

શિયાળામાં, આમળા માંીઅથાણાં અથવા ચટણી પણ બનાવી શકો છો અને તે ખાઈ શકાય છે. આમળાની ચટણી અને અથાણાં બંને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. તમે તેને નાસ્તામાં, બપોરના ભોજન માટે ગમે ખાઇ શકાય છે.

આમળા કેન્ડી

શિયાળામાં બાળકોને આમળા ખવડાવવા માટે તમે તેની કેન્ડી તૈયાર કરી શકો છો. તે ગમે ત્યારે ખાઈ શકાય છે. આમળાનું સેવન કરવા માટે આ બધી પદ્ધતિઓ શ્રેષ્ઠ છે. સૌથી ફાયદાકારક ઘરે બનાવેલો તાજા આમળાનો રસ માનવામાં આવે છે.

અસ્વીકરણ: આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે, ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ