Egg White VS Egg Yolk Benefits : ઇંડા પ્રોટિનથી ભરપૂર એક એવી ચીજ છે, જેને નોનવેજ ખાનાર અને શાકહારી બંને પ્રકારના લોકો ખાય છે. ખાસ કરીને શિયાળામાં ઇંડાનું સેવન વધી જાય છે. શિયાળામાં ઇંડા ખાવાથી શરીરને એનર્જી મળે છે. ઘણીવાર લોકો મૂંઝવણમાં હોય છે કે આખું ઇંડું ખાવું વધુ સારું છે કે ફક્ત ઇંડાનો સફેદ ભાગ? બંને માંથી શેમા વધુ પ્રોટીન હોય છે અને કયું સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ફાયદાકારક છે. ન્યુટ્રિશનિસ્ટ જિયા નવાણીએ જણાવ્યું હતું કે, ઇંડાનો સફેદ ભાગ કે આખું ઇંડા, શું ખાવાથી શરીરને વધુ ફાયદો થાય છે.
ન્યુટ્રિશનિસ્ટ જિયા નવાણીએ સમજાવ્યું કે, ઇંડાના બે મુખ્ય ભાગ હોય છે, સફેદ ભાગ (એગ વ્હાઇટ/egg white ) અને પીળો ભાગ જેને ઇંડાની જરદી (egg yolk) કહેવામાં આવે છે. ઇંડાનો સફેદ ભાગ મુખ્યત્વે પ્રોટીન અને પાણીથી બનેલી હોય છે, જ્યારે જરદીમાં પ્રોટીન તેમજ ચરબી, વિટામિન્સ અને ખનિજો હોય છે. તેમણે કહ્યું કે આખા ઇંડા અથવા ઇંડાની જરદી બંનેમાં પ્રોટીન હોય છે, પરંતુ ઇંડાના સફેદ ભાગમાં પ્રોટીનની માત્રા વધારે હોય છે. એક મોટા ઇંડાના સફેદ ભાગમાં લગભગ 3.6 ગ્રામ પ્રોટીન અને જરદીમાં 2.7 ગ્રામ પ્રોટિન હોય છે. જો કે, જરદીમાં ઇંડાની બધી ચરબી અને પાણીમાં દ્રાવ્ય વિટામિન્સ અને ખનિજ તત્વો હોય છે.
સંશોધન શું કહે છે?
2017 ના એક અભ્યાસ મુજબ, ઇંડાના સફેદ ભાગની તુલનામાં આખું ઇંડું ખાવાથી 42 ટકા વધારે મસલ્સ પ્રોટીન સંશ્લેષણ ઉત્તેજિત કરે છે. ભલે બંનેમાં પ્રોટીનની માત્રા સમાન હોય. ઇંડાનો સફેદ ભાગ મુખ્યત્વે એલ્બ્યુમિનથી બનેલો છે, જે ઉચ્ચ ક્વોલિટી પ્રોટીન ધરાવે છે, જે મસલ્સ રિકવરી માટે ઉત્તમ હોય છે. જો કે, ઇંડાની જરદીમાં જોવા મળતા ઘણા સહાયક પોષક તત્વોનો અભાવ છે. જરદી પોષક શક્તિ છે.
આખું ઇંડા ખાવાના ફાયદા
- આખું ઇંડું ખાવાથી વિટામિન એ, ડી અને ઇ ભરપૂર પ્રમાણમા મળી રહે છે.
- આંખ, હાડકાના સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિ માટે આખા ઇંડા જરૂરી છે.
- તેમાં વિટામિન બી 12 અને ફોલેટના ગુણધર્મો હોય છે, જે લાલ રક્તકણો અને મગજની રચના માટે ફાયદાકારક છે.
- આખું ઇંડું આયર્ન અને ઝિંકથી ભરપૂર હોય છે.
- ઇંડામાં હાજર કોલિન મગજના વિકાસ અને યકૃતની વધુ સારી કામગીરી માટે જરૂરી છે.
- ઇંડા તેના પ્રોટીન ગુણધર્મોને કારણે મસલ્સ રિકવરી માટે ઉત્તમ આહાર છે.
ઇંડાનો સફેદ ભાગ ખાવાના ફાયદા
- ઇંડાના સફેદ ભાગમાં રિબોફ્લેવિન હોય છે, જે શરીરમાં એનર્જી લેવલ વધારવામાં મદદ કરે છે.
- તેમા સેલેનિયમ એન્ટિઓકિસડન્ટ તરીકે કામ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
- ઇંડાનો સફેદ ભાગ એક શુદ્ધ પ્રોટીન સ્ત્રોત છે, જે વધારાની ચરબી વિના મસલ્સ મજબૂત બનાવે છે.
- ઇંડાના સફેદ ભાગમાં કોલેસ્ટરોલ હોતું નથી.





