Health Benefits Of Soaked kismis : શરીર તંદુરસ્ત રાખવા માટે લોકો ઘણા નુસ્ખા કરે છે. રાત્રે 8-10 કલાકની ઊંઘ લીધા બાદ જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણી એનર્જી લેવલ વધારે રહે છે. આપણે આખા દિવસના આપણા કામની યાદી બનાવીયે છીએ અને તે પૂરા કરવામાં લાગી જઇયે છીએ.પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેમને ઘણીવાર થાક અને નબળાઇ હોય છે. સવારે ઉઠતાં જ તેમને ફરી સુઇ જવાનું મન થાય છે. તમે જાણો છો કે શરીરમાં પોષક તત્વોનો અભાવ શરીરમાં નબળાઇ અને થાક માટે જવાબદાર છે.
ઘણી વખત એનીમિયા, હાઇપરથાઇરોઇડિઝમ, ડાયાબિટીસ, આર્થરાઇટિસ જેવી કેટલીક બીમારીઓને કારણે શરીરમાં નબળાઇ અને થાક આવી જાય છે. ઓછું પાણી પીવાથી એનર્જી લેવલ પણ ઘટે છે અને તમે થાક અનુભવો છો. આ સમસ્યાને દૂર કરવા માટે ડાયટમાં હેલ્ધી ફૂડનું સેવન કરવું જોઈએ અને અમુક ઘરેલુ નુસ્કા અપનાવવી પણ જરૂરી છે.
આયુર્વેદિક એક્સપર્ટ ડૉક્ટર સમીર ભૂષણના જણાવ્યા પ્રમાણે જો તમને હંમેશા નબળાઈ, થાક અને આળસનો અનુભવ થાય છે તો રોજ પાંચ દાણા સૂકી દ્રાક્ષ ખાવ. સૂકી દ્રાક્ષના સેવનથી શરીરને દવાની જેમ અસર થાય છે. જો આ ડ્રાયફ્રૂટ્સ રોજ ખાવામાં આવે તો શરીરમાં લોહીની કમી દૂર થઈ શકે છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે જો સૂકી દ્રાક્ષનું સેવન રોજ કરવામાં આવે તો પાચનક્રિયા સુધારી શકાય છે અને શરીરમાં અનેક સમસ્યાઓનો ઇલાજ થઈ શકે છે. આવો જાણીએ સૂકી દ્રાક્ષના 5 દાણા ખાવાથી સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે.

નબળાઈ, થાક દૂર કરવા સૂકી દ્રાક્ષનું સેવન
સૂકી દ્રાક્ષનું સેવન કરવાથી શરીરમાં એનર્જી વધે છે. સૂકી દ્રાક્ષનું સેવન કરવા માટે, 5 સૂકી દ્રાક્ષ લો અને તેને સારી રીતે ધોઈ લો અને તેમના બીજ કાઢી નાખો. આ સૂકી દ્રાક્ષને અડધા ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. સવારે ઉઠ્યા બાદ ખાલી પેટે આ સૂકી દ્રાક્ષનું પાણી પીઓ અને પલાળેલી સૂકી દ્રાક્ષને સારી રીતે ચાવીને તેનું સેવન કરો. આ રીતે સૂકી દ્રાક્ષનું સેવન કરવાથી તમારા શરીરને કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન બી અને વિટામિન સી મળશે. આ બધા પોષક તત્વો શરીરમાં ઉર્જાને વેગ આપે છે અને મજબૂત બનાવે છે. એકંદરે હેલ્થ સારી રહી છે.
આ પણ વાંચો | સવારે નાસ્તો કરવો આટલા માટે જરૂરી, બ્રેકફાસ્ટમાં ખાઓ આ ફૂડ્સ, દિવસભર રહેશે એનર્જી
સૂકી દ્રાક્ષ સેવન કરવાના ફાયદા
- સૂકી દ્રાક્ષનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. ફાઇબરથી ભરપૂર આ ડ્રાયફ્રૂટ કબજિયાતને દૂર કરે છે અને પાચનક્રિયા સુધારે છે.
- સૂકી દ્રાક્ષ ખાવાથી શરીરમાં આયર્નનું શોષણ થાય છે. આ ડ્રાયફ્રૂટ એનિમિયાના દર્દીઓ માટે રામબાણ ઈલાજ છે.
- એન્ટિઓક્સિડેન્ટ ગુણથી ભરપૂર સૂકી દ્રાક્ષનું સેવન કરવાથી શરીરનો સોજો કંટ્રોલમાં રહે છે.
- સૂકી દ્રાક્ષને પાણીમાં પલાળી રાખવાથી શરીર હાઇડ્રેટેડ રહે છે અને ડિહાઇડ્રેશનનું જોખમ ઘટે છે.
- સૂકી દ્રાક્ષ દરરોજ પાણીમાં પલાળીને રાખવાથી આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે અને પેટમાં સંગ્રહિત ગંદકી સાફ થાય છે.
- સુકી દ્રાક્ષ નાઇટ્રિક ઓક્સાઇડથી સમૃદ્ધ છે જે બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરે છે.





