Benefits Of Coconut Water : 5 દિવસ દરરોજ 1 નારિયેળ પાણી પીવો, 5 બીમારીથી બચાવશે; કોકોનટ વોટરથી હેલ્થ બનશે બેસ્ટ

Health Benefits Of Coconut Water : નારિયેળ પાણીનું સેવન કરવું શરીર માટે ફાયદાકારક છે. નાળિયેર પાણી પોષક તત્વોનું પાવરહાઉસ છે અને તે ઇલેક્ટ્રોલાઇટ્સ, લૌરિક એસિડ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ઝીંકથી સમૃદ્ધ છે

Health Benefits Of Coconut Water : નારિયેળ પાણીનું સેવન કરવું શરીર માટે ફાયદાકારક છે. નાળિયેર પાણી પોષક તત્વોનું પાવરહાઉસ છે અને તે ઇલેક્ટ્રોલાઇટ્સ, લૌરિક એસિડ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ઝીંકથી સમૃદ્ધ છે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
coconut water in pregnancy, coconut water for diabetes control, coconut water for kidney health, coconut water, benefits of drinking coconut water,

નારિયેળ પાણીનું સેવન કરવું શરીર માટે ફાયદાકારક છે (Photo - Canva)

Coconut Water Health Tips : નારિયેળ જેટલું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે એટલું જ તેનું પાણી પણ હેલ્થ માટે બેસ્ટ છે. નારિયેળ પાણી એ સ્વાસ્થ્ય માટે એક ખજાનો છે, જેનું સેવન હૃદયની તંદુરસ્તી સુધારવા, કિડનીને સ્વસ્થ રાખવા, વજન ઘટાડવા, સ્કિન ટોન સુધારવા અને ડાયાબિટીસ જેવા રોગોને નિયંત્રિત કરવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. નાળિયેર પાણી પોષક તત્વોનું પાવરહાઉસ છે અને તે ઇલેક્ટ્રોલાઇટ્સ, લૌરિક એસિડ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ઝીંકથી સમૃદ્ધ છે.

Advertisment

AIIMSના ભૂતપૂર્વ કન્સલ્ટન્ટ અને સાઉલ હાર્ટ સેન્ટરના સ્થાપક અને ડિરેક્ટર અને લાઇફસ્ટાઇલ એક્સપર્ટ્સ ડૉ.બિમલ ઝાંઝરના જણાવ્યા અનુસાર, નારિયેળ પાણી સંપૂર્ણ હેલ્થ માટે ફાયદાકારક છે. તેમાં ખૂબ જ ઓછી કેલરી હોય છે. 100 ગ્રામ નાળિયેર પાણીમાં માત્ર 19 કેલરી હોય છે. તેમાં થોડુક એમિનો એસિડ અને 4 ગ્રામ કાર્બોહાઇડ્રેટ હોય છે. તેમાં 95 ટકા પાણી અને 1 ગ્રામથી ઓછુ ફેટ ચરબી હોય છે.

ફેટ ફ્રી નારિયેળ પાણીનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે અને વજન ઓછું થાય છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે 5 દિવસ સુધી નાળિયેર પાણીનું સેવન કરવાથી શરીરને શું ફાયદા થાય છે અને તેનાથી કયા રોગોથી બચી શકાય છે.

હૃદયના રોગોથી બચાવે

નારિયેળમાં ફેટ હોય છે પરંતુ તેનું પાણી ચરબી રહિત હોય છે. નારિયેળ પાણી પીવાથી હૃદયની બીમારીઓ દૂર રહે છે. હૃદયના દર્દીઓએ પણ નારિયેળ પાણીનું સેવન કરવું જોઈએ, હૃદયની તંદુરસ્તી જળવાઈ રહેશે. નાળિયેર પાણીમાં 95 ટકા પાણી હોય છે અને તેમાં કોઈ કોલેસ્ટ્રોલ હોતું નથી. નારિયેળ પાણીમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે.

Advertisment

ડીહાઈડ્રેશનને કન્ટ્રોલ કરશે

દરરોજ નારિયેળ પાણીનું સેવન કરવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ પૂરી થાય છે અને શરીર હાઇડ્રેટ રહે છે. ઉનાળામાં શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સની ઉણપને પૂરી કરે છે.

કિડનીની પથરીની બીમારીથી બચાવે

કિડનીની પથરીથી બચવા માટે નારિયેળ પાણીનું સેવન ખૂબ જ ઉપયોગી છે. નારિયેળ પાણી શરીરને હાઇડ્રેટ રાખે છે અને કિડનીની તંદુરસ્તી સુધારે છે. એક કપ નાળિયેર પાણીમાં 600 મિલિગ્રામ પોટેશિયમ હોય છે, જે કિડનીને સ્વસ્થ રાખે છે અને કિડનીની પથરીની સારવાર કરે છે.

નારિયેળ પાણીથી વાળને પોષણ મળે

એન્ટીઑકિસડન્ટ, લૌરિક એસિડ, બી વિટામિન અને મેગ્નેશિયમથી ભરપૂર નાળિયેર પાણી વાળને પોષણ આપે છે. તેનું સેવન કરવાથી સ્કેલ્પ હાઇડ્રેટ રહે છે અને ડેન્ડ્રફથી રાહત મળે છે.

ડાયાબિટીસને કન્ટ્રોલમાં રાખે

નારિયેળ પાણી પીવાથી ડાયાબિટીસ કન્ટ્રોલમાં રહે છે. જો ડાયાબિટીસના દર્દી નારિયેળ પાણીનું સેવન કરે તો શરીર હાઇડ્રેટ રહે છે અને શરીરમાં પોષક તત્વોની ઉણપ પણ પૂરી થાય છે.

આ પણ વાંચો | સફરજન છાલ સાથે ખાવા જોઈએ કે છાલ વગર? એક્સપર્ટે કહ્યું..

સ્થૂળતાને કન્ટ્રોલ કરે

નારિયેળ પાણીનું સેવન કરવાથી સ્થૂળતા કન્ટ્રોલમાં રહે છે. તેનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ભૂખ નિયંત્રણમાં રહે છે. નારિયેળ પાણીનું સેવન વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે.

જીવનશૈલી ડાયાબિટીસ માટે આહાર health tips