/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Ragi-Benefits.jpg)
Ragi Benefits: રાગી વિવિધ વિટામીન, કેલ્શિયમ, આયર્ન, ફોલેટ, મેંગેનીઝ, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝિંક, મેગ્નેશિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર અનાજ છે. (Photo: FreepiK)
Ragi Benefits: રાગી પોષક તત્વોથી ભરપૂર અનાજ છે. ડાયાબિટિસ, બ્લડપ્રેશર અને મેદસ્વિતા આજના સમયમાં એવા રોગ છે જે ઝડપથી ફેલાઈ રહ્યા છે. આ વાતથી લગભગ બધા જ લોકો પરેશાન છે. એકવાર આ રોગ થયા બાદ ઝડપથી કન્ટ્રોલ કરવામાં મુશ્કેલી પડે છે. તેના કારણે શરીરમાં બીજી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ શરૂ થઇ જાય છે.
જો ડાયાબિટીસ પર કાબૂ ન રાખવામાં આવે તો હૃદયરોગ, કિડની અને ફેફસાં જેવા અનેક ગંભીર બીમારીના શિકાર બની શકે છે. સ્થૂળતા અને ડાયાબિટીસ બંનેને નિયંત્રિત કરવામાં આહારની મહત્વપૂર્ણ ભૂમિકા છે. નિષ્ણાતોના મતે, જો તમે રાગીનું સેવન કરો છો તો ડાયાબિટીસ અને મેદસ્વીપણા બંનેને સરળતાથી કન્ટ્રોલ કરી શકાય છે. આ ઉપરાંત રાગીના સેવનથી અન્ય ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ રાહત મળે છે.
રાગી દેખાવમાં સરસવની જેમ નાની અને પાતળી હોય છે. ઘણા રિસર્ચમાં એ વાત પણ સામે આવી છે કે ડાયાબિટીસ દર્દી રાગીનું સેવન કરે તો બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલ કરી શકે છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે રાગીમાં બી1, બી2, બી6, કે વિટામિન્સ, કેલ્શિયમ, આયર્ન, ફોલેટ, મેંગેનીઝ, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝિંક, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તેના સેવનથી અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકાય છે. આવો જાણીએ રાગીના સેવનથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે.
રાગી ડાયાબિટીસ દર્દી માટે ફાયદાકારક
રાગી ખરાબ કોલેસ્ટ્રોલને રોકવામાં ખૂબ જ ફાયદાકારક છે. આ સાથે રાગી હૃદયને લગતી સમસ્યાઓ માટે પણ ખૂબ જ સારી છે. તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સનું સ્તર ખૂબ ઓછું હોય છે અને બ્લડ સુગર લેવલ કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. એટલે રાગી ડાયાબિટીસ માટે વરદાનરૂપ પણ કહેવાય છે.
એનીમિયા
રાગી એનિમિયા માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેનાથી ત્વચા પર કરચલીઓ પડતી નથી. ચહેરા પર ચમક આવે છે. તે પાચન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. રેગીનું નિયમિત સેવન કરવાથી તમને પૂરતું કેલ્શિયમ મળશે.
હાડકાં મજબૂત બને છે
રાગીમાંથી બનેલી બ્રેડ હાડકાની ઘનતામાં વધારો કરે છે અને તેમને મજબૂત બનાવવામાં મદદ કરે છે. રાગી ખાવાથી શરીરને એનર્જી મળે છે. તે પોષક તત્વો, પ્રોટીન, એ, બી, સી વિટામિન્સ અને ખનિજો પ્રદાન કરે છે અને હાડકાંને પણ મજબૂત બનાવે છે.
(ડિસ્ક્લેમરઃ આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લેવી.)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us