Ghee Health Benefits: શિયાળામાં ઘી ખાવું સ્વાસ્થાય માટે ફાયદાકારક, પણ આ 2 ચીજ સાથે સેવન કરવાથી સ્થૂળતા વધશે; જાણો સદગુરુ પાસેથી ઘી ખાવાના ફાયદા અને રીત

Health Benefits Of Ghee In Winter : સદગુરુ જગ્ગી વાસુદેવના જણાવ્યા અનુસાર, ઘીમાં અદ્ભુત ક્ષમતા છે પરંતુ આપણે તેને ખોટી રીતે સેવન કરીએ છીએ જેના કારણે તે આપણા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે.

Written by Ajay Saroya
December 07, 2023 17:24 IST
Ghee Health Benefits: શિયાળામાં ઘી ખાવું સ્વાસ્થાય માટે ફાયદાકારક, પણ આ 2 ચીજ સાથે સેવન કરવાથી સ્થૂળતા વધશે; જાણો સદગુરુ પાસેથી ઘી ખાવાના ફાયદા અને રીત
શિયાળામાં ઘી ખાવાથી ઘણા ફાયદા થાય છે. (Photo - @Ishafoundation/Canva)

Health Benefits Of Ghee In Winter : ઘી એ આપણા આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે જેનું સેવન સદીઓથી કરવામાં આવે છે. ઘીની સુગંધ માત્ર ભૂખ જ નથી વધારતી પણ ભોજનને સ્વાદિષ્ટ પણ બનાવે છે. ઘી સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો કરે છે. શિયાળાની ઋતુમાં ઘીનું સેવન કરવાથી શરીર ગરમ રહે છે અને એનર્જી મળે છે. આ ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે, તેથી જો ઘીનું સેવન કરવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો થાય છે. ઘીમાં રહેલું હેલ્ધી ફેટ સ્થૂળતાને નિયંત્રિત કરે છે અને શરીરને સ્વસ્થ રાખે છે.

ઘીમાં ક્યા પોષક તત્વો હોય છે? (Ghee Nutritional Value)

ઘીમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં વિટામિન-એ, વિટામિન-ડી, વિટામિન-કે, કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે. તેનું સેવન કરવાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે અને ત્વચા પણ સ્વસ્થ રહે છે.

Winter Diet ghee benefits health tips
Winter Diet : શિયાળામાં ઘી આ માટે ખાવું જોઈએ, સ્વાસ્થ્ય માટે આશીર્વાદ રૂપ, ડાયાબિટીસના દદર્દીઓએ કેટલું સેવન કરવું?

સદગુરુએ જણાવી ઘી ખાવાની રીત (Sadhguru Health Tips For Ghee)

સદગુરુ જગ્ગી વાસુદેવના જણાવ્યા અનુસાર, જો ઘીનું યોગ્ય રીતે સેવન કરવામાં ન આવે તો ઘણી સમસ્યાઓનો ખતરો વધી શકે છે. સદગુરુએ કહ્યું કે ઘીમાં અદ્ભુત શક્તિ છે પરંતુ આપણે તેનું સેવન ખોટી રીતે કરીએ છીએ જેના કારણે તે આપણા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી રહી છે. આપણે હલવો અને ભાત સાથે ઘી ખાઈએ છીએ જે ખોટું છે. ચાલો આપણે સદગુરુ પાસેથી જાણીએ કે શિયાળામાં ઘીનું સેવન કેવી રીતે કરવું જેથી તે સ્થૂળતાને નિયંત્રિત કરે અને સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચે.

મસાલેદાર ભોજન જમવાની પહેલા ઘી ખાઓ

શિયાળામાં મસાલેદાર ખોરાક ખાતા પહેલા ઘીનું સેવન કરો. ઘીનું સેવન કરવાથી અન્ન નળી પર ઘીનું સ્તર લાગી જાય છે, જેનાથી ખોરાકનો પ્રવાહ સરળ બને છે. જો તમે મસાલેદાર ખોરાક ખાઓ છો તો તેને ખાતા પહેલા ઘીનું સેવન કરો. ઘીનું સેવન કરવાથી અન્ન નળી સાફ રહે છે. તેનું સેવન કરવાથી પેટ સાફ થાય છે.

પેટ અને આંતરડાના કેન્સરથી બચાવશે

sadhguru jaggi vasudev | sadhguru jaggi vasudev tips | sadhguru jaggi vasudev health tips | sadhguru jaggi vasudev video | sadhguru jaggi vasudev astrology | isha foundation
સદગુરુ જસ્સુ વાસુદેવ. ( @SadhguruJV)

જો ઘીનું સેવન મર્યાદિત માત્રામાં કરવામાં આવે તો તે પેટ અને આંતરડાના કેન્સરથી બચાવે છે. જો ઘીની ગુણવત્તા સારી હોય તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

આ પણ વાંચો | સદગુરુ પાસેથી જાણો પીઠ અને કમરના હાડકાંને મજબૂત બનાવવાની સરળ રીત

ખોટી રીતે ઘીનું સેવન કરવાથી સ્થૂળતા વધશે

સદગુરુના જણાવ્યા અનુસાર, જો તમે ખાંડ અને કાર્બોહાઈડ્રેટ સાથે ઘી ખાશો તો તમારા શરીરમાં ચરબી જમા થશે. તેનું સેવન કરવાથી સ્થૂળતા વધી શકે છે. જો તમે જમતા પહેલા ઘીનું સેવન કરો છો તો શરીરને પચવામાં સરળતા રહે છે, પરંતુ જો તેને અન્ય ખાદ્યપદાર્થો સાથે મળીને ખાવામાં આવે તો તેનાથી સ્થૂળતા વધે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ