Health Benefits Of Peanuts In Winter: ઉત્તર ભારત સહિત ઘણા રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે અને લોકો ઠંડી સહન કરી શકતા નથી. આ સિઝનમાં શરીરને ગરમ રાખવા માટે લોકો વિવિધ પ્રકારના પાક અને ભોજનનું સેવન કરવાનો આગ્રહ રાખે છે. શરીરને ગરમ રાખવા માટે લોકો ડ્રાયફ્રૂટ્સ, નોન-વેજ ફૂડ અને અનેક પ્રકારના સીડ્સનું સેવન કરે છે. કેટલાક લોકો શરદીથી બચવા માટે બદામ અને ઈંડાના સેવન પર વધુ ભાર મૂકે છે. શું તમે જાણો છો, મગફળીમાં બદામ અને ઈંડા કરતાં વધુ ગરમી હોય છે! હા, મગફળી તમને શિયાળામાં ગરમ રાખી શકે છે.
શિયાળામાં સીંગદાણાનું સેવન કેમ કરવું જોઇએ? – જાણો સદગુરુ પાસેથી (Sadhguru Health Tips)
સદગુરુ જગ્ગુ વાસુદેવ સવારના નાસ્તામાં સીંગદાણાનું સેવન કરે છે. સીંગદાણા ખાવામાં સ્વાદીષ્ટ, પેટ ભરનાર અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. શિયાળામાં સીંગદાણાનું સેવન કરવાથી શરીરને તાકાત મળે છે, ઠંડી દૂર થાય છે અને ઘણી બીમારીઓથી બચાવે છે. ચાલો જાણીયે કે 100 ગ્રામ સીંગદાણાનું સેવન શિયાળામાં કેમ કરવું જોઇએ અને તેનાથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે.

શિયાળામાં મગફળી ખાઓ, તમને ઈંડા જેટલું પ્રોટીન મળશે (Peanuts Nutrition)
પ્રોટીન એ આપણા આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે મેળવવા માટે લોકો ઈંડાનું સેવન કરે છે. તમે જાણો છો કે મગફળીનું સેવન કરવાથી શરીરને પૂરતું પ્રોટીન મળે છે. મગફળીમાં વિવિધ પ્રમાણમાં તમામ 20 એમિનો એસિડ હોય છે અને તે આર્જીનાઈન નામના પ્રોટીનનો સૌથી સમૃદ્ધ સ્ત્રોત છે. શિયાળામાં શરીરમાં પ્રોટીનની ઉણપને પૂરી કરવા માટે તમે સીંગદાણાની ચિક્કી અને સલાડમાં મિક્સ કરીને ખાઈ શકો છો.
100 ગ્રામ મગફળીના સેવનથી સંપૂર્ણ દિવસ માટે શક્તિ મળશે (Peanuts Calories 100g)
સીંગદાણામાં વિટામિન્સ, મિનરલ્સ, પોષક તત્વો, એન્ટિઓક્સિડન્ટ્સ, વિટામિન બી, કોમ્પ્લેક્સ, નિયાસિન, રિબોફ્લેવિન, થિયામીન, વિટામિન બી6, વિટામિન બી9 અને પેન્ટોથેનિક એસિડ હોય છે, જે તેના પોષક મૂલ્યમાં વધારો કરે છે અને દિવસભર શરીરને શક્તિ આપે છે. આ બધા પોષક તત્વો શરીરને સ્વસ્થ રાખે છે અને શક્તિ આપે છે. જેમ બદામ અને ઈંડાના સેવનથી શરીરને શક્તિ મળે છે, તેવી જ રીતે સીંગદાણા ખાવાથી તમારા શરીરને શક્તિ મળે છે.

સીંગદાણાનું સેવન કરવાથી પાચનતંત્ર સારું રહેછે. સીંગદાણામાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે જે પાચનમાં મદદ કરે છે. જો રોજ મુઠ્ઠી જેટલા સીંગદાણા ખાવામાં આવે તો પાચનક્રિયા સારી રહી શકે છે. તેનું સેવન કરવાથી કબજિયાતમાં રાહત મળે છે.
આ પણ વાંચો | દરરોજ એક બાફેલા આમળાના સેવનથી સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે? જાણો હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી
શરીરનું વજન કન્ટ્રોલમાં રહેશે (Body Weight Control Tips)
ફાઈબરથી ભરપૂર સીંગદાણા વજન ઘટાડવા માટે બેસ્ટ ફૂડ છે. તેનું સેવન કરવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. આ ખાધા પછી તમને વધુ ખાવાનું મન થતું નથી અને તમારું વજન નિયંત્રણમાં રહે છે. મુઠ્ઠીભર સીંગદાણા શિયાળામાં તમારા હેલ્થની તમામ જરૂરિયાતો પૂરી કરે છે.





