/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/health-benefits-of-sesame-seeds-.jpg)
Sesame Seeds : 100 ગ્રામ તલમાં આટલા પોષક તત્વો ! મકરસંક્રાંતિનો તલની વાનગી ખાવાના બેવડા ફાયદા, જાણો અહીં
Sesame Seeds : જાન્યુઆરી મહિનો શરૂ થતાં જ તલ(Sesame Seeds) ની મસાલેદાર સુગંધ ઘરે-ઘરે આવવા લાગે છે. મેથીથી લઈને ગુંદર સુધી અનેક પ્રકારના લાડુ ઘરે બનાવવામાં આવે છે, પરંતુ આ બધામાં તલના લાડુ અજોડ છે. ખાસ કરીને મકરસંક્રાંતિ નિમિત્તે વિવિધ પ્રકારના તલના લાડુ, તલ સાંકળી, ચિક્કી, રેવડી બનાવવામાં આવે છે. ભારતીય આહાર (Indian Diet) માં તલ એક મહત્વપૂર્ણ ખોરાક છે. નાન-રોટીથી લઈને લાડુ સુધી, ભારતીયો દ્વારા તલનું સેવન ઘણા સ્વરૂપોમાં થાય છે.
મુંબઈની નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના રજિસ્ટર્ડ ડાયેટિશિયન અને ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ ડૉ. ઉષાકિરણ સિસોદિયાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, "તલ પ્રોટીન, તંદુરસ્ત ચરબી (healthy fats) , વિટામિન્સ અને ખનિજોની વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધતા સાથે મેક્રોન્યુટ્રિઅન્ટ્સનો સમૃદ્ધ સ્ત્રોત છે." અહીં આપણે નિષ્ણાતો પાસેથી માત્ર 100 ગ્રામ તલમાં રહેલા પોષક તત્વો અને તેના સેવન વિશે જાણીશું,
100 ગ્રામ તલમાં હોય આટલા પોષકતત્વો
- કેલરી: આશરે 573 kcal
- પ્રોટીન: લગભગ 18 ગ્રામ
- ચરબી: લગભગ 50 ગ્રામ
- કાર્બોહાઇડ્રેટ્સ: લગભગ 23 ગ્રામ
- ફાઇબર: લગભગ 12 ગ્રામ
- કેલ્શિયમ: આશરે 975 મિલિગ્રામ
- મેગ્નેશિયમ: લગભગ 350 મિલિગ્રામ
- ફોસ્ફરસ: આશરે 638 મિલિગ્રામ
તલનું સેવન કરવાના સ્વાસ્થ્ય ફાયદા (Health Benefits Of Eating Sesame Seeds)
- એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર : તલના એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે, મુખ્યત્વે તલ જે આપણને ઓક્સિડેટીવ તણાવ સામે લડવામાં મદદ કરે છે.
- હૃદયરોગનું જોખમ ઓછું કરે : તલમાં અસંતૃપ્ત ચરબીનું પ્રમાણ વધુ હોય છે. તે કોલેસ્ટ્રોલના સ્તરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, જેનાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે.
- હાડકાના સ્વાસ્થ્ય સુધારે : તલમાં રહેલ કેલ્શિયમ અને ફોસ્ફરસને કારણે હાડકાના સ્વાસ્થ્યમાં પણ ફાળો આપે છે.
શું ડાયાબિટીસના દર્દીઓએ તલનું સેવન કરવું જોઈએ?
ડો. સિસોદિયાના જણાવ્યા મુજબ, તલનું ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને તંદુરસ્ત ચરબી હોય છે, જે તેમને ડાયાબિટીસ ધરાવતા લોકો માટે આદર્શ બનાવે છે. પરંતુ સાવચેતી તરીકે, ડાયાબિટીસના દર્દીઓએ જ્યારે પણ તેમના ડાયટ (diabetes diet) માં કઈ નવું ઉમેરતા પહેલા હંમેશા નિષ્ણાત ડૉક્ટર અથવા ન્યુટ્રિશનિસ્ટની સલાહ લેવી જોઈએ.
શું સગર્ભા સ્ત્રીઓ માટે તલ ફાયદાકારક છે?
તલ કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા વિવિધ પોષક તત્વોનો સારો સ્ત્રોત છે. સગર્ભાવસ્થા દરમિયાન આ પરિબળો ફાયદાકારક હોઈ શકે છે, એમ ડૉ. સિસોદિયાએ જણાવ્યું હતું. પરંતુ તલના બીજમાં કેલરી વધુ હોવાથી આ બીજનું સેવન ઓછી માત્રામાં કરો. ગાયનેકોલોજિસ્ટની સલાહ લો જેથી નુકસાનની શક્યતા ટાળી શકાય.
યાદ રાખવા જેવી બાબતો
ડો.સિસોદિયાએ કહ્યું કે તલ ખાતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
એલર્જી: કેટલાક લોકોને તલના બીજથી એલર્જી થઈ શકે છે.
કેલરી: તલના બીજમાં કેલરી વધુ હોય છે. તમે કેટલું સેવન કરો છો તેના પર ધ્યાન આપો.
વધુ પડતું સેવન: વધુ પડતા સેવનથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. વધારાની કેલરી પણ વજનમાં વધારો કરી શકે છે.
તલ આયર્નનો સારો સ્ત્રોત હોવા છતાં, એનિમિયાની સારવાર માટે તે એકમાત્ર ઉપાય નથી.
તલમાં ખાંડની માત્રા ઓછી હોય છે, છતાં તે સંયમિત માત્રામાં ખાવામાં આવે તો સમસ્યા થવાની શક્યતા ઓછી હોય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us