/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Cold-Cough-Treatment-vitamin-C-Orange-Health-Benefits.jpg)
શિયાળામાં શરદી - ઉધરસ થવી સામાન્ય બીમારી છે. (Photo - Freepik)
Health Benefits Of Vitamin C In Cold And Cough Treatment: બદલાતી સીઝનમાં શરદી અને ઉઘરસ દરેક વ્યક્તિને પરેશાન કરે છે. ઘરની બહાર નીકળતાની સાથે જ ઠંડી હવાનો અનુભવ થાય છે. આ સિઝનમાં તમે ગમે તેટલી ઠંડીથી બચવાનો પ્રયાસ કરો છો, પરંતુ ઠંડી હજુ પણ તમારો પીછો નથી કરતી. શરદી અને ઉધરસનું સૌથી મોટું કારણ આપણી નબળી રોગપ્રતિકારક શક્તિ છે જે શિયાળામાં ખૂબ જ ઓછી થઈ જાય છે. શરદી અને ઉધરસથી બચવા માટે ઘણીવાર આહારમાં વિટામિન સીનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. વિટામિન સી સામાન્ય શરદી માટે ઉત્તમ ઉપચાર છે. આ આવશ્યક વિટામિન રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને રોગોને અટકાવે છે. વિટામિન સીની ઉણપને દૂર કરવા માટે નારંગીનું સેવન જાદુઈ અસર કરે છે. પરંતુ હવે સવાલ એ થાય છે કે શું નારંગીનું સેવન શરદી અને ઉધરસમાં ફાયદાકારક છે?
નવી દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના સિનિયર એડવાઇઝર અને ઈન્ટરનલ મેડિસિનમાં એકેડેમિક કન્સલ્ટન્ટ ડો. રાકેશ ગુપ્તા એ જણાવ્યું હતું કે વિટામિન સી, જે વૈજ્ઞાનિક રીતે એસ્કોર્બિક એસિડ તરીકે ઓળખાય છે, રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે શરીરમાં એન્ટીઑકિસડન્ટ તરીકે કામ કરે છે, કોષોને નુકસાન પહોંચાડતા મુક્ત રેડિકલ સામે રક્ષણ આપે છે.
આ વિટામિન્સ લાલ રક્ત કોશિકાઓના ઉત્પાદનમાં મદદ કરે છે જે સામાન્ય શરદી માટે જવાબદાર વાયરસ સહિત ચેપ સામે લડે છે. ચાલો જાણીએ કે કેવી રીતે વિટામિન સીના સેવનથી શરદી અને ખાંસી ઓછી થઈ શકે છે.
વિટામિન સી શરદીને કેવી રીતે નિયંત્રિત કરે છે?
ઘણા સંશોધનોમાં સાબિત થયું છે કે વિટામીન સીના સેવનથી શરદી અને ઉધરસને નિયંત્રિત કરી શકાય છે.
કોક્રેન ડેટાબેઝ ઓફ સિસ્ટેમેટિક રિવ્યુઝમાં પ્રકાશિત મેટા- એનાલિસિસમાં ઘણા ટેસ્ટમાં જાણવા મળ્યું હતું કે જે લોકો નિયમિતપણે વિટામિન સી લે છે તેમને શરદી ઓછા સમય સુધી પરેશાન કરે છે.
સંશોધન મુજબ, વિટામીન સીની અસર અલગ-અલગ લોકો પર અલગ-અલગ જોવા મળી હતી. જો રમતવીરો, વધુ પડતો શારીરિક શ્રમ કરતા લોકો અને વધુ તણાવમાં રહેતા લોકો વિટામિન સીનું નિયમિત સેવન કરે તો તેમની હેલ્થ પર શરદી અને ઉધરસની અસર ઓછી થાય છે.
આ પણ વાંચો | શિયાળામાં વધુ ઊંઘ શા માટે? જાણો એપક્સર્ટ શું કહે છે?
શરદીની સારવાર દવાથી કરી કે નારંગી - સંતરાથી?
એક વાત સાચી છે કે વિટામિન સી શરદી અને ઉધરસની સારવારમાં અસરકારક છે. જો તમે શરદી અને ઉધરસ માટે દવા લેતા હોવ અને નારંગીને સપ્લિમેન્ટ તરીકે પણ લેતા હોવ તો તમને વધુ સારો ફાયદો થશે અને તમે ઝડપથી શરદી મટાડી શકશો. વિટામિન સીથી ભરપૂર નારંગીનું સેવન અન્ય આવશ્યક પોષક તત્વો અને ફાયટોકેમિકલ્સની હાજરીને કારણે વધુ સ્વાસ્થ્ય લાભ આપે છે. ખાટા ફળ, બેલ મિર્ચ, સ્ટ્રોબેરી અને બ્રોકલી આ વિટામીનથી ભરપૂર કુદરતી સ્ત્રોત પૈકીના છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us