શું દાળ ભાત ખાવાથી વજન ઘટે છે? વાંચો સંપૂર્ણ જાણકારી

Weight Loss Food Dal Chawal : ભારતમાં પૂર્વથી લઇને પશ્ચિમ સુધી અને ઉત્તરથી લઈને દક્ષિણ સુધી દરેક ઘરમાં દાળ ભાતને ખૂબ પસંદ કરવામાં આવે છે. તેમાં ઘણા પ્રકારના જરૂરી પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે

Weight Loss Food Dal Chawal : ભારતમાં પૂર્વથી લઇને પશ્ચિમ સુધી અને ઉત્તરથી લઈને દક્ષિણ સુધી દરેક ઘરમાં દાળ ભાતને ખૂબ પસંદ કરવામાં આવે છે. તેમાં ઘણા પ્રકારના જરૂરી પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Dal Chawal, Weight Loss

વજન ઘટાડવા માટે દાળ ભાત ખાઇ શકો છો (તસવીર - ફ્રીપિક)

Weight Loss Food Dal Chawal : ભારતમાં પૂર્વથી લઇને પશ્ચિમ સુધી અને ઉત્તરથી લઈને દક્ષિણ સુધી દરેક ઘરમાં દાળ ભાતને ખૂબ પસંદ કરવામાં આવે છે. ગુજરાત, બિહાર, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં તેના વગર ભોજન અધૂરું માનવામાં આવે છે. તેમાં ઘણા પ્રકારના જરૂરી પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે.

Advertisment

શું દાળ અને ભાતથી વજન ઘટે છે?

શું તમે જાણો છો કે તમે ભાત અને દાળ ખાઈને તમારું વજન ઘટાડી શકો છો? હા, ભાત અને દાળ વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે. @fiteloapp એ પોતાની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું છે કે દાળમાં એન્ટીઓક્સિડેન્ટ અને પ્રોટીન હોય છે, જ્યારે ચોખામાં ફાઈબર હોય છે, જે વજનને સરળતાથી ઘટાડવામાં મદદ કરે છે.

ભાત અને દાળ શા માટે ખાવી જોઈએ?

ઇન્સ્ટા પોસ્ટ મુજબ દાળ અને ભાત ખાવાથી શરીરને એમિનો એસિડ મળે છે. દાળમાં લાઇસિન હોય છે, જ્યારે ભાતમાં મેથિયોનીન અને સિસ્ટીન હોય છે. જો તમે ભોજનમાં 20 ટકા દાળ અને 80 ટકા ચોખા ખાવ છો તો તેમા એમિનો એસિડ મળે છે.

આ પણ વાંચો - આ બે કાર્ડિયો કસરત રોજ કરો, એક કલાકમાં 300 કેલેરી બર્ન થઇ જશે, જાણો કેવી રીતે

Advertisment

મેટાબોલિઝમ ઝડપી બને છે

એમિનો એસિડ શરીરના મેટાબોલિઝમને વેગ આપવામાં મદદ કરે છે. જેના કારણે શરીર વધુ ઉર્જા ખર્ચ કરે છે, જે ફેટને વધુ ઝડપથી બર્ન કરે છે. દાળ અને ચોખામાં ફાઇબર વધારે પ્રમાણમાં હોય છે, જે ખાધા પછી લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. આ સાથે જ દાળ પ્રોટીનનો સારો સ્ત્રોત છે, જે મસલ્સ માટે વધારે સારો છે.

પોષકતત્વોથી ભરપૂર હોય છે દાળ ભાત

દાળ ભાત પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેને ખાવાથી પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, આયર્ન, ફોલેટ, મેગ્નેશિયમ અને પોટેશિયમ મળે છે. દાળ ઓછી કેલરીવાળી હોય છે, જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. તે પચવામાં પણ એકદમ સરળ છે. જમ્યા પછી પાચનમાં પેટ પર વધારે ભાર નથી આવતો.

હેલ્થ જીવનશૈલી health tips