ભોજન પછી આ 3 ડ્રિંક પીવાથી ઝડપથી ઓગળવા લાગશે બધી એકસ્ટ્રા ચરબી, એક્સપર્ટ પાસેથી જાણો ફાયદા

health news : સર્ટિફાઇડ ડાયેટિશિયન અને ન્યૂટ્રિશનિસ્ટ નંદિનીએ જણાવ્યું હતું કે આ ત્રણ ડિટોક્સ ડ્રિંક્સનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. આ પીણાં મેટાબોલિઝમને બૂસ્ટ કરવા, શરીરમાંથી ટોનિક્સ દૂર કરવામાં અને ચરબી બર્ન કરવામાં મદદ કરે છે

health news : સર્ટિફાઇડ ડાયેટિશિયન અને ન્યૂટ્રિશનિસ્ટ નંદિનીએ જણાવ્યું હતું કે આ ત્રણ ડિટોક્સ ડ્રિંક્સનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. આ પીણાં મેટાબોલિઝમને બૂસ્ટ કરવા, શરીરમાંથી ટોનિક્સ દૂર કરવામાં અને ચરબી બર્ન કરવામાં મદદ કરે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
weight loss, health news

health news : ખરાબ લાઇફસ્ટાઇલ અને આહારને કારણે આરોગ્યને લગતી ઘણી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે (તસવીર - ફ્રીપિક)

health news : ખરાબ લાઇફસ્ટાઇલ અને આહારને કારણે આરોગ્યને લગતી ઘણી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. આજના સમયમાં પેટની ચરબી અને વધેલું વજન એક મોટી સમસ્યા બની ગઈ છે. જમ્યા પછી ખાસ પીણાં પીવાથી મેટોબોલિઝ્મને બૂસ્ટ કરી શકે છે અને આ સાથે ચરબી બર્નિંગ પણ ઝડપી બને છે. આ ઉપરાંત ડાયેટ અને એક્સરસાઇઝ સાથે થોડું મહત્વનું ધ્યાન રાખવાથી વજન ઘટવાની અને પાચનની સમસ્યાઓમાં પણ રાહત મળે છે.

Advertisment

સર્ટિફાઇડ ડાયેટિશિયન અને ન્યૂટ્રિશનિસ્ટ નંદિનીએ જણાવ્યું હતું કે આ ત્રણ ડિટોક્સ ડ્રિંક્સનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. આ પીણાં મેટાબોલિઝમને બૂસ્ટ કરવા, શરીરમાંથી ટોનિક્સ દૂર કરવામાં અને ચરબી બર્ન કરવામાં મદદ કરે છે.

લીંબુ મધનું પાણી

લીંબુ મધનું પાણી વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ પાણી પીવાથી મેટાબોલિઝમ વધે છે, તે ઝડપથી કેલરી બર્ન કરે છે. જ્યારે મેટાબોલિઝમ વધે છે અને કેલરી બર્ન થાય છે ત્યારે વજન ઝડપથી ઘટે છે. લીંબુમાં રહેલા વિટામિન સી મેટાબોલિઝમને વેગ આપે છે. આ સિવાય મધ શરીરમાં ચરબીનું મેટાબોલિઝમ સુધારે છે.

આ પણ વાંચો - જો તમે એક મહિના સુધી ખાંડનું સેવન નહીં કરો તો તમારી બોડી પર શું અસર થશે, એક્સપર્ટ પાસેથી જાણો

Advertisment

વરિયાળીની ચા

વરિયાળી ડિટોક્સિફાઇંગ અને મેટાબોલિઝમને વધારનાર પોષક તત્વોનું પાવરહાઉસ છે. વરિયાળીના બીજ વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. વરિયાળીમાં ફાઇબર અને એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે, જે પાચનમાં સુધારો કરે છે. તેનાથી ગેસ, બ્લોટિંગ અને પેટ ફૂલવાની સમસ્યા ઓછી થાય છે. તેનાથી મેટાબોલિઝમ વધે છે અને ફેટ ઝડપથી બર્ન થાય છે.

જીરાનું પાણી

વજન ઘટાડવા માટે જીરાનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું નાખી રાખી દો. આ પલાળેલા જીરાના પાણીને સવારે ગરમ કરો અને તેને ગાળીને ખાલી પેટ પીવો. જીરામાં થાયમોલ અને એન્ટીઓકિસડેન્ટ્સ હોય છે જે પાચનને વેગ આપે છે. આ ચરબીને જમા થવામાં રોકવામાં મદદ કરે છે અને શરીરની બળતરા પણ ઘટાડે છે.

હેલ્થ જીવનશૈલી health tips