/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/ginger-digestive-benefits.jpg)
કબજિયાતને દૂર કરવા માટે આદુને નંબર 1 મસાલા તરીકે ઓળખવામાં આવે છે (તસવીર - ફ્રીપિક)
Health News : કબજિયાત એક એવી સમસ્યા છે જે શરીર અને મન બંનેને અસર કરે છે. જો પેટ સાફ ન હોય તો શરીરમાં પાચન સંબંધિત ઘણી સમસ્યાઓ જેવી કે ગેસ, એસિડિટી અને અપચો થાય છે. કબજિયાતના કારણે મન ઠીક નથી રહેતું અને વ્યક્તિ સ્ટ્રેસમાં રહે છે. નબળી માનસિક સ્થિતિને કારણે વ્યક્તિ આખો દિવસ ચીડિયાપણું, થાક અને માનસિક રીતે અસ્થિર અનુભવી શકે છે.
કબજિયાતથી પરેશાન છો તો ડાયેટનું ધ્યાન રાખો અને શરીરને એક્ટિવ રાખો. આહારમાં ફાઇબરયુક્ત ખોરાક ખાઓ, વધુ પાણી પીવો અને દિવસમાં 40 મિનિટ વોક અવશ્ય કરો.
કબજિયાતની સારવારમાં દેશી ઉપાય રામબાણ ઈલાજ સાબિત થાય છે. ઈટિંગ વેલમાં છપાયેલા સમાચાર મુજબ જો તમે કબજિયાતથી પરેશાન છો તો તમારે આદુથી તેનો ઈલાજ કરવો જોઈએ. આદુનું સેવન કરવાથી મળ નરમ પડે છે અને સરળતાથી ડિસ્ચાર્જ થાય છે. આ મસાલા કબજિયાતને દૂર કરે છે અને પાચનમાં સુધારો કરે છે. આવો જાણીએ આદુના સેવનથી કબજિયાત કેવી રીતે દૂર થાય છે અને તેનાથી શરીરને કેવી રીતે ફાયદો થાય છે.
આદુ કબજિયાતને કેવી રીતે દૂર કરે છે?
કબજિયાતને દૂર કરવા માટે આદુને નંબર 1 મસાલા તરીકે ઓળખવામાં આવે છે. ન્યુટ્રિશનિસ્ટ કેટરિના કોક્સ ના મતે કબજિયાત અને પાચનક્રિયાને સુધારવા માટે આદુ એ સૌથી અસરકારક કુદરતી ઉપચાર છે. આદુ પાચનતંત્રની ગતિશીલતા વધારે છે. આ આંતરડાના સ્નાયુઓને સંકુચિત થવા પ્રેરે છે, જેનાથી ખોરાક પાચનતંત્રમાં આગળ વધે છે અને મળ સમયસર બહાર આવે છે. તે પેટમાં એસિડની માત્રા વધારીને પાચક ઉત્સેચકોને સક્રિય કરે છે, જેથી ખોરાક ઝડપથી અને યોગ્ય રીતે પચી જાય છે.
આ પણ વાંચો - શું તમે તો નકલી ગોળ ખાતા નથીને? આ 5 રીતથી કેમિકલવાળા ગોળને ઓળખો
આદુમાં જિંજરોલ નામનું એક સક્રિય સંયોજન હોય છે જે પાચનમાં સુધારો કરે છે અને બ્લોટિંગને નિયંત્રિત કરે છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે જે બ્લોટિંગ નિયંત્રિત કરે છે. જો તમે આદુનું સેવન ભોજન અને ચા સાથે કરશો તો કબજિયાત દૂર થશે. તમને ગેસ અને બ્લોટિંગ દૂર થશે. આદુ ઉબકા અને ઉલટીથી રાહત આપે છે અને પાચનમાં સુધારો કરે છે.
આદુ ખાવાના ફાયદા
તમે આદુનું સેવન ભોજનમાં, દૂધ અને ચા સાથે કરી શકો છો. આદુ એક ખૂબ જ શક્તિશાળી અને ઔષધીય મસાલા છે જેનો ઉપયોગ સદીઓથી આયુર્વેદ, યુનાની અને ઘરેલુ ચિકિત્સામાં કરવામાં આવે છે. તેમાં જિંજરોલ નામનું એક સક્રિય તત્વ હોય છે, જે શરીરને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. તે પાચનમાં સુધારો કરે છે. પેટના ખેંચાણને નિયંત્રિત કરે છે અને પાચનમાં સુધારો કરે છે. આદુના સેવનથી સોજા કંટ્રોલમાં રહે છે. યાત્રા દરમિયાન ઉબકા આવે તો આદુ ખાઓ, ઉબકા કંટ્રોલ થશે.
આદુ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરીરને સ્વસ્થ રાખે છે. કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં આ મસાલાની જાદુઈ અસર પડે છે. આદુના નિયમિત સેવનથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. તમે આદુનું સેવન આદુની ચા બનાવીને, આદુનું જ્યુસ બનાવીને, કાચું આદુ, આદુ પાવડર અને ભોજનમાં આદુ ઉમેરીને કરી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us