/indian-express-gujarati/media/media_files/2026/01/27/banana-2026-01-27-22-22-14.jpg)
કેળા વજન ઘટાડવા અને શરીરને ડિટોક્સિફાઇ કરવામાં મદદરૂપ છે Photograph: (freepik)
Health News Gujarati : વજન ઓછું કરવા માટે લોકો ડાયેટ કરે છે અને એક્સરસાઇઝ પણ કરે છે. વજન ઘટાડવા માટે કેળા પણ સારા રહેશે. કેળા વજન ઘટાડવા અને શરીરને ડિટોક્સિફાઇ કરવામાં મદદરૂપ છે. કેળાને તમે એવી રીતે ખાવ જેથી તે મેટાબોલિઝમને વેગ આપે અને પછી પાચનક્રિયાને એટલી ઝડપી બનાવે છે. જે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. તો આવો જાણીએ વજન ઘટાડવા માટે કેળા ખાવાની રીત કઇ છે.
કેળા ખાવાની 3 બેસ્ટ રીત
કેળાને દહીં કિસમિસ સાથે ખાઓ
કેળાને દહીં અને કિસમિસ સાથે મિક્સ કરીને ખાવાથી શરીરને એનર્જી મળે છે અને પછી વજન ઘટાડવામાં મદદ મળે છે. તેથી તમે ફક્ત એક કેળું લો અને તેને મેશ કરો અને તેને દહીંમાં મિક્સ કરો. ત્યારબાદ તેમાં કિસમિસ નાખીને ખાવ. આમ કરવાથી પાચનક્રિયા ઝડપી બને છે, પાચન ઉત્સેચકો પણ સારા બને છે અને પછી વજન ઘટાડવામાં મદદ કરે છે.
કેળાને મધ સાથે મિક્સ કરીને ખાવ
કેળાને મધમાં મિક્સ કરીને ખાશો તો વજન ઘટાડવામાં તમને ઝડપથી મદદ મળશે. જો તમે આ દિવસમાં એકવાર ખાશો, તો તમારી ભૂખ સંતુલિત રહેશે અને તમને વારંવાર કંઈપણ ખાવાનું મન નહીં થાય. આ સિવાય તે એનર્જી બૂસ્ટરની જેમ કામ કરે છે અને શરીરને એનર્જી આપવામાં મદદગાર છે. એટલું જ નહીં પાચનક્રિયાને ઝડપી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. તેથી તમારે ફક્ત 1 કેળું લેવાનું છે અને તેને મેશ કરી લો. તેમાં એક ચમચી મધ ઉમેરો. પછી તેને મિક્સ કરીને ખાવ.
આ પણ વાંચો - રસોડાના સિંકમાંથી આવતી દુર્ગંધથી પરેશાન છો? લીંબુનો આ સરળ ઉપાય મિનિટોમાં દૂર કરશે
કેળામાં બ્લેક મીઠું મિક્સ કરીને ખાવ
તમે કેળામાં બ્લેક મીઠું મિલાવીને ખાઇ શકો છો. આ એક કારગર ઉપાય છે. આનાથી પાચન ઝડપી બને છે અને પછી વજન ઘટાડવામાં મદદ કરે છે. તમારે માત્ર અડધું કેળું લઈને તેના પર બ્લેક મીઠું મિક્સ કરવાનું છે. તેને બપોરે ખાઇ લો. આમ કરવાથી તમારું શરીર પણ ડિટોક્સ થઈ જશે, સ્કિન હેલ્ધી રહેશે.
(ડિસ્ક્લેમર: અહીં આવેલી વિગતો એકત્ર કરેલી માહિતીને આધારે રજૂ કરવામાં આવી છે. ઉપયોગ કરતાં પૂર્વે તબીબી સલાહ આવશ્યક છે.)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us