શિયાળામાં અમૃતનું કામ કરે છે આ શાકભાજીનું જ્યૂસ, ડોક્ટર પાસેથી જાણો 5 મોટા ફાયદા

Carrot Juice Health Benefits : FISICO Diet and Aesthetic Clinic ના ડાયેટિશિયન ડો.વિધિ ચૌલાના જણાવ્યા અનુસાર શિયાળામાં ગાજરનું જ્યૂસ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે

Written by Ashish Goyal
Updated : November 04, 2025 18:54 IST
શિયાળામાં અમૃતનું કામ કરે છે આ શાકભાજીનું જ્યૂસ, ડોક્ટર પાસેથી જાણો 5 મોટા ફાયદા
ગાજરના જ્યૂસનું સેવન રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે (તસવીર - PINTEREST)

Carrot Juice Health Benefits : ઠંડીની ઋતુ ભલે આહલાદક લાગતી હોય પરંતુ આ ઋતુમાં બીમારીઓનું જોખમ પણ સૌથી વધુ વધી જાય છે. ઠંડા પવન, શરીરનું તાપમાન ઘટવું, વધતું પ્રદૂષણ, ઓછો સૂર્યપ્રકાશ મળવો અને નબળી રોગપ્રતિકારક શક્તિ શરીરને ઝડપથી બીમાર બનાવે છે. આવી સ્થિતિમાં સ્વાસ્થ્ય જાળવવા માટે આ ઋતુમાં પૌષ્ટિક અને સ્વસ્થ આહારનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે.

આ ઋતુમાં કેટલાક શાકભાજીનું જ્યૂસ, ખાસ કરીને ગાજરનું જ્યૂસ ખૂબ અસરકારક સાબિત થાય છે. ઠંડીની ઋતુમાં લોકો શરદીના ડરથી ઘણીવાર જ્યુસ પીતા નથી, પરંતુ જો તમે ઠંડીની ઋતુમાં શરીરને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો તમે ગાજરનો રસ પી શકો છો. ગાજરનું જ્યૂસ ત્વચાથી લઇને આંખો, હૃદય અને કિડની માટે ફાયદાકારક છે.

FISICO Diet and Aesthetic Clinic ના ડાયેટિશિયન ડો.વિધિ ચૌલાના જણાવ્યા અનુસાર શિયાળામાં ગાજરનું જ્યૂસ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ગાજરનું જ્યૂસ આંખો, ત્વચા, હૃદય અને લીવરને સ્વસ્થ રાખે છે. તેમાં હાજર બીટા કેરોટિન અને વિટામિન એ રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરને ડિટોક્સ કરે છે.

ગાજરમાં કેરોટિનોઇડ્સ, ફ્લેવોનોઇડ્સ, પોલિએસિટિલિન, વિટામિન્સ અને મિનરલ્સ જેવા પોષક તત્વો હોય છે જે શરીરને ઘણી રીતે ફાયદો કરે છે. તેમાં હાજર એન્ટીઓકિસડન્ટ અને એન્ટી ઇંફ્લેમેટરી કંપાઉન્ડ્સ શરીરને ચેપથી બચાવે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. ચાલો જાણીએ શિયાળામાં ગાજરનો રસ પીવાના કયા કયા સ્વાસ્થ્ય લાભો થાય છે.

કરચલીઓ ઘટાડે છે

ગાજરમાં હાજર બીટા કેરોટિન શરીરમાં વિટામિન એમાં રૂપાંતરિત થાય છે, જે ત્વચાના કોષોને રિપેર કરે છે, કરચલીઓ ઘટાડે છે અને કુદરતી કોલેજનમાં વધારો કરે છે. તે ત્વચાની ઉંમર વધવાની પ્રક્રિયાને ધીમી કરે છે અને પિંગમેંટેશન ઘટાડે છે.

બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદગાર

ગાજરમાં હાજર પોટેશિયમ અને એન્ટીઓકિસડન્ટ હૃદયના સ્નાયુઓ પરનું દબાણ ઘટાડે છે અને રક્ત વાહિનીઓને રિલેક્સ કરે છે. ઘણા સંશોધનોમાં તે સાબિત થયું છે કે ગાજરનો રસ સિસ્ટોલિક બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. જોકે કિડનીની સમસ્યા ધરાવતા લોકોએ તેને ફક્ત ડોક્ટરની સલાહથી જ લેવું જોઈએ.

આંખોની રોશની વધારે છે

વિટામિન એ, સી, લ્યુટિન અને ઝેક્સાન્થિન જેવા કેરોટિનોઇડ્સ ગાજરમાં જોવા મળે છે જે આંખોને તેજ સૂર્યપ્રકાશ અને હાનિકારક રોશનીથી બચાવે છે. જો આ જ્યુસનું દરરોજ સેવન કરવામાં આવે તો તમારા આંખોના ચશ્માના નંબર ઘટી શકે છે.

આ પણ વાંચો – તાજા અને કીડા વગરના રીંગણને કેવી રીતે ઓળખવા? ખરીદતી વખતે આ 5 બાબતો ધ્યાનમાં રાખો

રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે

ગાજરના જ્યૂસનું સેવન રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરીરને ચેપ સામે લડવાની શક્તિ આપે છે. આ જ્યુસ શિયાળામાં રોગો સામે રક્ષણ આપે છે.

લિવર ડિટોક્સ થાય છે અને પાચન સારું રહે છે

ગાજરના કેરોટિનોઇડ્સ ફ્રિ રેડિકલ્સને ન્યૂટ્રલાઇઝ કરી લિવર સેલને ડેમેજ થવાથી બચાવે છે અને બાઇલ ફ્લો ને વધારે છે. જેનાથી ફેટ બ્રેકડાઉન અને ડિટોક્સિફિકેશનમાં સુધારો કરે છે. તેમાં હાજર ફાઇબર પાચનને સ્વસ્થ રાખે છે અને કબજિયાતથી રાહત આપે છે.

હૃદયને મજબૂત રાખે છે

ગાજરનું ફાઇબર ખરાબ કોલેસ્ટ્રોલ (એલડીએલ) ઘટાડે છે અને પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. બીટા-કેરોટિન હૃદયના કોષોને ઓક્સિડેટિવ તણાવથી બચાવે છે અને બળતરા ઘટાડે છે, જે હૃદય રોગનું જોખમ ઘટાડે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ