આ બીજ રોજ માત્ર એક મુઠ્ઠી ખાવ, પોષક તત્વોથી છે ભરપૂર

Flax Seeds Benefits : અળસીના બીજને સુપર ફૂડ માનવામાં આવે છે, જે પોષક તત્વોથી ભરપૂર હોય છે. આયુર્વેદથી લઈને આધુનિક ચિકિત્સા સુધી અળસીને સ્વાસ્થ્ય માટે વરદાન માનવામાં આવે છે. જો તેને તમારા દૈનિક આહારમાં સામેલ કરવામાં આવે તો તે અનેક રોગો સામે રક્ષણ આપે છે

Flax Seeds Benefits : અળસીના બીજને સુપર ફૂડ માનવામાં આવે છે, જે પોષક તત્વોથી ભરપૂર હોય છે. આયુર્વેદથી લઈને આધુનિક ચિકિત્સા સુધી અળસીને સ્વાસ્થ્ય માટે વરદાન માનવામાં આવે છે. જો તેને તમારા દૈનિક આહારમાં સામેલ કરવામાં આવે તો તે અનેક રોગો સામે રક્ષણ આપે છે

author-image
Ashish Goyal
New Update
Flax Seeds

Flax Seeds Benefits : અળસીના બીજને સુપર ફૂડ માનવામાં આવે છે Photograph: (Freepik)

Flax Seeds Benefits : તંદુરસ્ત અને ફિટ શરીર માટે યોગ્ય ડાયેટ અને સારી લાઇફસ્ટાઇલ ખૂબ જ જરૂરી છે. ઘણા પ્રકારના બીજ હોય છે, જે સ્વાસ્થ્ય માટે સારા અને આરોગ્યપ્રદ હોય છે. આમાંથી એક અળસીના બીજ છે. અળસીના બીજને સુપર ફૂડ માનવામાં આવે છે, જે પોષક તત્વોથી ભરપૂર હોય છે. 

Advertisment

આયુર્વેદથી લઈને આધુનિક ચિકિત્સા સુધી અળસીને સ્વાસ્થ્ય માટે વરદાન માનવામાં આવે છે. જો તેને તમારા દૈનિક આહારમાં સામેલ કરવામાં આવે તો તે અનેક રોગો સામે રક્ષણ આપે છે તેમજ શરીરને અંદરથી મજબૂત બનાવે છે. રોજ અળસી ખાવાથી તમે તમારું સ્વાસ્થ્ય સુધારી શકો છો. 

કોલેસ્ટ્રોલ કંટ્રોલ

અળસીના બીજ એલડીએલ કોલેસ્ટ્રોલને ઘટાડવા, બ્લડપ્રેશર ઘટાડવા અને હૃદયની તંદુરસ્તી માટે લાભદાયી છે. તે લોહીમાં જમા પ્લાકને દૂર કરવામાં મદદ કરે છે. તેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું જોખમ ઘટે છે.

એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર

અળસીના બીજ લિગ્નાન્સથી ભરપૂર હોય છે, જે શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે જે કોશિકાઓને નુકસાનથી બચાવે છે અને કેન્સર અને હૃદયરોગ જેવા બીમારીઓનું જોખમ ઘટાડી શકે છે.

Advertisment

ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર

અળસીના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે. અળસીનું નિયમિત સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. અળસી હૃદય અને મગજના સ્વાસ્થ્ય માટે સારી છે.

આ પણ વાંચો - આ હેલ્ધી ડ્રિંકથી દિવસની શરૂઆત કરો, શરીરને થશે ઘણા ફાયદા

ફાઇબરથી ભરપૂર

અળસીના બીજ દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને ફાઇબરથી સમૃદ્ધ હોય છે, જે પાચનમાં મદદ કરે છે, આંતરડાના આરોગ્યને વધારે છે અને સ્વાસ્થ્ય સુધારવા માટે નિયમિત મળ ત્યાગમાં મદદ કરે છે.

અળસીનું સેવન કેવી રીતે કરવું?

  • અળસીના બીજને પીસીને પાવડર બનાવો અને સવારે પાણી અથવા દૂધ સાથે તેનું સેવન કરો.
  • તમારી મનપસંદ સ્મૂધીમાં મિક્સ કરીને પી શકો છો.
  • સલાડ, સૂપ કે દાળમાં નાખીને ખાઈ શકો છો.
  • તમે અળસીના બીજને આખી રાત પલાળીને સવારે ખાઈ શકો છો.

(ડિસ્ક્લેમર: અહીં આવેલી વિગતો એકત્ર કરેલી માહિતીને આધારે રજૂ કરવામાં આવી છે. ઉપયોગ કરતાં પૂર્વે તબીબી સલાહ આવશ્યક છે.)

health tips જીવનશૈલી