એક ચમચી ચૂરણથી બનાવો જાદુઇ પાણી, પાચન રહેશે સ્વસ્થ અને પેટની સમસ્યાથી રાહત મળશે

Health News Gujarati : આયુર્વેદિક નિષ્ણાત આચાર્ય બાલકૃષ્ણના જણાવ્યા અનુસાર, પાચન સુધારવા માટે પાંચ દ્રવ્યોથી તૈયાર કરેલ પીણું પીવો. આ ડિટોક્સ ડ્રિંક શરીરની ગંદકી દૂર કરશે, પાચનતંત્ર સુધારશે અને શરીરને સ્વસ્થ રાખશે

Written by Ashish Goyal
Updated : November 01, 2025 16:58 IST
એક ચમચી ચૂરણથી બનાવો જાદુઇ પાણી, પાચન રહેશે સ્વસ્થ અને પેટની સમસ્યાથી રાહત મળશે
રસોડામાં રહેલા આ મસાલા ખરાબ પાચનને સારા કરી શકે છે (તસવીર - જનસત્તા)

Health News Gujarati : પાચન ખરાબ રહેવું આજકાલ એક ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે, જેનું કારણ માત્ર ખોટું ખાનપાન જ નથી પરંતુ આપણી લાઇફસ્ટાઇલ, તણાવ અને ખાવાનો ટાઇમ પણ છે. જંક ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ જેવા કે તૈલી-મસાલેદાર, ફાસ્ટ ફૂડ, પેક્ડ અને પ્રોસેસ્ડ વસ્તુઓ પચવામાં ભારે હોય છે. તેમાં ફાઇબરની ઉણપ અને ટ્રાન્સ ચરબી વધારે હોય છે, જે એસિડિટી, ગેસ અને કબજિયાતનું કારણ બને છે.

આ સિવાય ઓછું પાણી પીવાથી આંતરડામાં શુષ્કતા વધે છે, જેના કારણે ખોરાક યોગ્ય રીતે પચતો નથી અને કબજિયાતની સમસ્યા રહે છે. તણાવમાં શરીરનું પાચનતંત્ર ધીમું પડી જાય છે. આનાથી ભૂખ ન લાગવી, ગેસ અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થાય છે. શરીરની પ્રવૃત્તિના અભાવને કારણે પાચન પણ બગડવા લાગે છે. ઊંઘ કમી અને દવાઓના વધુ પડતા સેવનથી પણ પાચન નબળું થાય છે.

જો તમે ખરાબ પાચનથી પરેશાન છો અને કુદરતી રીતે પાચનમાં સુધારો કરવા માંગો છો, તો તમારે રસોડામાં હાજર કેટલાક મસાલા સાથે તમારા પેટની સારવાર કરવી જોઈએ. આયુર્વેદિક નિષ્ણાત આચાર્ય બાલકૃષ્ણના જણાવ્યા અનુસાર, પાચન સુધારવા માટે પાંચ દ્રવ્યોથી તૈયાર કરેલ પીણું પીવો. આ ડિટોક્સ ડ્રિંક શરીરની ગંદકી દૂર કરશે, પાચનતંત્ર સુધારશે અને શરીરને સ્વસ્થ રાખશે. ચાલો જાણીએ કે રસોડામાં રહેલા આ મસાલા ખરાબ પાચનને કેવી રીતે સારા કરે છે.

પાંચ દ્રવ્યોનું મિશ્રણ પાચનમાં કેવી રીતે સુધારો કરે છે?

આચાર્ય બાલકૃષ્ણના જણાવ્યા અનુસાર પાંચ દ્રવ્યોનું મિશ્રણ એક અદ્ભુત ઘરેલું ઉપાય છે, જેનું સેવન કરવાથી સરળતાથી પાચન ઠીક થઇ જાય છે. આ સરળ ઉપાય શરીરને શુદ્ધ કરે છે અને પાચનમાં સુધારો કરે છે. અજમો, જીરું, ધાણા, મેથી અને વરિયાળીનું મિશ્રણ આયુર્વેદમાં કુદરતી ડિટોક્સ અને પાચક સુધારક પીણું માનવામાં આવે છે. આ પાંચ સાથે મળીને શરીરની અંદર ઘણા સ્તરો પર કામ કરે છે અને પાચનતંત્રને સંતુલિત કરે છે. આ મિશ્રણ પાચક ઉત્સેચકોને સક્રિય કરે છે, પેટ અને આંતરડાને સાફ કરે છે. આ પાંચને સરખી માત્રામાં લો અને તેને પીસી લો અને એક ચમચી પાવડરને 4 લિટર પાણીમાં આખી રાત પલાળી દો અથવા તેને નવશેકું ઉકાળો અને દિવસભર થોડું-થોડું પીવો, તમારું પાચન સારું રહેશે.

કેવી રીતે આ મસાલા પેટ માટે દવા સાબિત થાય છે

અજમો પાચનને સ્વસ્થ રાખવા માટે સૌથી અસરકારક માનવામાં આવે છે. તેમાં હાજર થાઇમોલ નામનું તત્વ ગેસ, અપચો, એસિડિટી અને પેટમાં દુખાવો ઘટાડે છે. તે પાચક ઉત્સેચકોને સક્રિય કરીને ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરે છે.

જીરું શરીરની ગરમીને સંતુલિત રાખે છે અને પાચન રસના સ્ત્રાવમાં વધારો કરે છે. તે ગેસ, બ્લોટિંગ અને અપચો જેવી સમસ્યાઓને દૂર કરે છે. ઉપરાંત તેમાં હાજર એન્ટિઓક્સિડન્ટ અને આયર્ન શરીરને ઊર્જા આપવા અને મેટાબોલિઝમને સુધારવામાં મદદ કરે છે.

આ પણ વાંચો – શિયાળામાં ફક્ત 1 મહિનો પીવો આ જ્યૂસ, સ્કિન દેખાશે જવાન, શરીરમાં લોહી વધારશે

ધાણાના બીજ પેટને ઠંડુ કરે છે અને લિવરની કામગીરીમાં સુધારો કરે છે. તે પેટની બળતરા અને કબજિયાતમાં રાહત આપે છે. ધાણાનું પાણી શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે અને બ્લડ સુગરના સ્તરને પણ નિયંત્રિત કરે છે.

મેથીના દાણા ફાઇબર અને મ્યુસિલેજથી ભરપૂર હોય છે, જે આંતરડાને સ્વચ્છ રાખવામાં અને કબજિયાતથી રાહત મેળવવામાં મદદ કરે છે. તે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલને પણ નિયંત્રિત કરે છે.

વરિયાળી માઉથ ફ્રેશનર તરીકે લેવામાં આવે છે, પરંતુ પાચનતંત્ર પર તેની અસર ખૂબ ઊંડી છે. તે ખોરાકને ઝડપથી પચાવવા, ગેસ અને એસિડિટી ઘટાડવા અને પેટને ઠંડક પહોંચાડવાનું કામ કરે છે.

આ જાદુઈ પીણું કેવી રીતે તૈયાર કરવું

અજમો જીરું, ધાણા, મેથી અને વરિયાળી એ પાંચ પદાર્થો દરેક રસોડામાં સરળતાથી ઉપલબ્ધ છે. આ બધાને સમાન માત્રામાં લો અને તેને મોટો-મોટા પીસીને અને પાવડર બનાવી લો. આ પાવડરનો એક ચમચી લગભગ ચાર લિટર પાણીમાં નાખો અને આખો દિવસ પીવો.

(ડિસ્ક્લેમર: અહીં આવેલી વિગતો એકત્ર કરેલી માહિતીને આધારે રજૂ કરવામાં આવી છે. ઉપયોગ કરતાં પૂર્વે તબીબી સલાહ આવશ્યક છે.)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ