પાચન અને વજન માટે કેળા ક્યારે ખાવા જોઈએ, એક્સપર્ટ પાસેથી જાણો યોગ્ય સમય અને રીત

Health News Gujarati : કેળું એક એવું ફળ છે જે માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ પોષણથી ભરપૂર પણ છે. તેમાં હાજર કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, પોટેશિયમ અને વિટામિન્સ તેને ઉર્જા વધારવા, પાચનમાં સુધારો કરવા અને વજનને નિયંત્રિત કરવા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બનાવે છે

Written by Ashish Goyal
Updated : September 22, 2025 23:29 IST
પાચન અને વજન માટે કેળા ક્યારે ખાવા જોઈએ, એક્સપર્ટ પાસેથી જાણો યોગ્ય સમય અને રીત
કેળું એક એવું ફળ છે જે માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ પોષણથી ભરપૂર પણ છે (તસવીર - ફ્રીપિક)

Health News Gujarati : કેળું એક એવું ફળ છે જે માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ પોષણથી ભરપૂર પણ છે. તેમાં હાજર કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, પોટેશિયમ અને વિટામિન્સ તેને ઉર્જા વધારવા, પાચનમાં સુધારો કરવા અને વજનને નિયંત્રિત કરવા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બનાવે છે. જોકે કેળા ખાવાનો યોગ્ય સમય જાણવો જરૂરી છે જેથી તેના તમામ ફાયદા શરીરને સંપૂર્ણ રીતે મળી શકે.

કેળા ખાવાનો યોગ્ય સમય કયો છે

કેળામાં લગભગ 80% કાર્બોહાઇડ્રેટ્સ હોય છે, જે ઝડપથી ગ્લુકોઝમાં રૂપાંતરિત થાય છે અને શરીરને ત્વરિત ઊર્જા આપે છે. તેથી જ્યારે તમને તરત જ એનર્જીની જરૂર હોય, ત્યારે કેળા ખાવું એ શ્રેષ્ઠ વિકલ્પ છે.

વર્કઆઉટ પહેલાં

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (એનઆઈએચ) માં પ્રકાશિત એક અભ્યાસ મુજબ વર્કઆઉટના 15-30 મિનિટ પહેલા કેળા ખાવાથી સ્નાયુઓને તરત જ ફ્યૂલ મળે છે અને સહનશક્તિ વધે છે.

બ્રેકફાસ્ટ

સવારે નાસ્તામાં ઓટ્સ, દહીં અથવા આખા અનાજના ટોસ્ટ સાથે કેળા લેવાથી આખો દિવસ થાક લાગતો નથી અને એનર્જી જળવાઈ રહે છે.

મિડ-આફ્ટરનૂન સ્નેક્સ

બપોર અને સાંજની વચ્ચે જ્યારે એનર્જીનું સ્તર ઘટવાનું શરૂ થાય છે તે સમયે કેળા ખાવાથી શરીરને નેચરલ શુગર અને કાર્બોહાઇડ્રેટનો ઝડપી સપોર્ટ મળે છે.

પાચન માટે કેળા ક્યારે ખાવા જોઈએ

મધ્યમ કદના કેળામાં લગભગ 3 ગ્રામ ફાઇબર હોય છે, જે પાચનમાં સુધારો કરે છે અને કબજિયાત સામે રક્ષણ આપે છે. નાસ્તા અથવા લંચ સાથે કેળા ખાવાથી ફાઇબરનું સ્તર વધે છે, જે ખોરાકને પચવામાં સરળ બનાવે છે અને આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે.

આ પણ વાંચો – ક્રોધને તરત જ શાંત કરવા માટે શું કરવું? ગુસ્સાને કાબૂમાં રાખવા માટે આ 3 રીતો અપનાવો

કાચા કેળા

લીલા અથવા કાચા કેળામાં પ્રતિરોધક સ્ટાર્ચ વધારે હોય છે, જે પ્રીબાયોટિકની જેમ કાર્ય કરે છે અને સારા આંતરડાના બેક્ટેરિયાને પોષણ આપે છે. આ માઇક્રોબાયોમને મજબૂત બનાવે છે અને પાચનને યોગ્ય રાખે છે. આયુર્વેદ અનુસાર, રાત્રે કેળા ખાવાથી પાચન ધીમું થઈ શકે છે અથવા કફ વધી શકે છે, જોકે આના વૈજ્ઞાનિક પુરાવા મર્યાદિત છે. તેથી જો તમને રાત્રે ખાવાને કારણે ભારેપણું લાગે છે તો દિવસ દરમિયાન તેનું સેવન કરો.

વજન ઘટાડવા માટે કેળા ક્યારે ખાવા જોઈએ

કેળામાં લગભગ 105 કેલરી હોય છે અને તે ફાઇબરથી ભરપૂર હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને બિનજરૂરી નાસ્તાને અટકાવે છે. આવી સ્થિતિમાં ખાવાના 30 મિનિટ પહેલા કેળા ખાવાથી પેટ ઝડપથી ભરાય છે અને કેલરીનું સેવન ઓછું થાય છે. જ્યારે ગળ્યું ખાવાની ઇચ્છા થાય ત્યારે કેળા એ તંદુરસ્ત અને ઓછી કેલરીવાળો વિકલ્પ છે. કસરત કરતા પહેલા કેળા ખાવાથી ઉર્જા વધે છે, જેથી લાંબા સમય સુધી અને વધુ કેલરી બર્ન કરી શકાય છે. જોકે ડાયાબિટીસ, કિડનીની બીમારી, કેળાની એલર્જી અથવા માઇગ્રેન સંવેદનશીલતા ધરાવતા લોકોએ કેળાને સિમિત માત્રામાં ખાવા જોઇએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ