/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/bloating-vs-belly-fat-difference.jpg)
બ્લોટિંગ અને બેલી ફેટ વચ્ચેનો તફાવત જાણો (photo AI-Generated)
Bloating vs Belly Fat Difference : મારી પાસે ઘણીવાર એવા દર્દીઓ આવી છે જેમનું પેટ ફૂલેલું હોય છે અને તે માની લે છે કે તેમનું બેલી ફેટ વધી ગયું છે, જે ડાયાબિટીસ અને દિલના રોગોનો ખતરો બની શકે છે. હાલમાં જ એક દર્દી આવી જ ચિંતા સાથે મારી પાસે આવ્યો. પરંતુ તપાસ પર જાણવા મળ્યું કે તે ફેટ નથી, પરંતુ બ્લોટિંગ હતી. બ્લોટિંગ એટલે ગેસ અને ફ્લુઇડ જમા થવાને કારણે પેટનું અસ્થાયી રુપે ફુલી જવું. ઘણા લોકો આ તફાવતને સમજી શકતા નથી, તેથી આજે તમને ડોક્ટર સરળ શબ્દોમાં બ્લોટિંગ અને બેલી ફેટ વચ્ચેનો તફાવત જણાવી રહ્યા છે.
બ્લોટિંગ અને બેલી ફેટ વચ્ચેનો તફાવત
બ્લોટિંગ એ એક અસ્થાયી સમસ્યા છે, જે પાચનતંત્રમાં ગેસ, હવા અથવા પ્રવાહી જમા થવાને કારણે થાય છે. આમાં, પેટ અચાનક ટાઇટ, ભારે અથવા સખત લાગવા લાગે છે અને અસ્વસ્થતા થાય છે. વધારે પડતું ખાવું, ગેસ ઉત્પન્ન કરતા ખોરાક જેમ કે કઠોળ, કોબી, બ્રોકોલી, કોલ્ડ ડ્રિંક્સ અથવા દૂધ જેવી વસ્તુઓથી એલર્જી હોય ત્યારે બ્લોટિંગ થઈ શકે છે. આ સમસ્યા આઇબીએસ, કબજિયાત અથવા આંતરડાને લગતી અન્ય સમસ્યાઓમાં પણ જોવા મળે છે. સામાન્ય રીતે ખોરાક પચાવ્યા પછી, ગેસ છોડ્યા પછી અથવા શૌચાલય ગયા પછી બ્લોટિંગ ઓછું થઇ જાય છે.
બેલી ફેટ ધીમે ધીમે વધે છે અને લાંબા સમય સુધી રહે છે. આનું કારણ વધુ પડતી કેલરીનું સેવન, શારીરિક પ્રવૃત્તિનો અભાવ, તણાવ, ઊંઘનો અભાવ અને ખરાબ ખાનપાન છે. બેલી ફેટ બે પ્રકારની હોય છે, એક સ્કીનની નીચે જમા થનાર સોફ્ટ ફેટ અને બીજો અંદરના અંગોની આસપાસ જમા થનાર વિસરલ ફેટ, જે સ્વાસ્થ્ય માટે વધુ જોખમી છે. આ ચરબી દિવસ દરમિયાન વધઘટ કરતી નથી અને લાંબા સમય સુધી રહે છે.
શરીરથી કેવી રીતે ઓળખવું
બ્લોટિંગમાં પેટ ઘણીવાર સખત અને ફૂલેલું લાગે છે, પરંતુ તેને આંગળીઓથી પકડવું મુશ્કેલ છે. તેમાં પીડા અથવા બેચીની પણ હોઇ શકો છો. જ્યારે બેલી ફેટ મુલાયમ હોય છે અને તમે તેને આંગળીઓથી પકડી શકો છો. જો ખોરાક ખાધા પછી પેટ વધુ બહાર આવે છે અને થોડા કલાકો અથવા બીજા દિવસે સામાન્ય થઈ જાય છે, તો તે બ્લોટિંગ છે. પરંતુ જો અઠવાડિયા અથવા મહિનાઓ દરમિયાન પેટનું કદ ધીમે ધીમે વધ્યું છે અને તે સમાન રહ્યું છે, તો તે બેલી ફેટ હોવાની સંભાવના છે.
આ પણ વાંચો - બ્યૂટી અને હેલ્થ બન્ને માટે બેસ્ટ છે બદામ, આ 3 રીતથી કરો ડેઇલી ડાયેટમાં સામેલ
બ્લોટિંગ અને બેલી ફેટથી કેવી રીતે છૂટકારો મેળવવો
બ્લોટિંગ ટાળવા માટે હું દર્દીઓને સલાહ આપું છું કે ધીમે ધીમે ખોરાક ચાવો, એકસાથે વધુ ન ખાઓ, પાણી પર્યાપ્ત માત્રામાં પીવો અને ગેસનું કારણ બને તેવી વસ્તુઓ ટાળો. પ્રોબાયોટિક ખોરાક અને નિયમિત શૌચાલયની આદત પણ આમાં મદદગાર છે. જો બ્લોટિંગ લાંબા સમય સુધી ચાલુ રહે છે, તો ડોક્ટર પાસે તેની તપાસ કરવાનું ભૂલશો નહીં.
બેલી ફેટ ઘટાડવા માટે તાત્કાલિક ઉપચારને બદલે લાઇફસ્ટાઇલમાં સ્થાયી ફેરફાર જરૂરી છે. સંતુલિત આહાર, નિયમિત કસરત, સારી ઊંઘ અને તણાવ નિયંત્રણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાંડ, જંક ફૂડ અને આલ્કોહોલનું સેવન ઘટાડવાથી પેટની ચરબી ઘટાડવામાં પણ મદદ મળે છે.
(ડૉ. સુરનજીત ચેટર્જી, ઇન્ટરનલ મેડિસિન સ્પેશિયાલિસ્ટ, એપોલો હોસ્પિટલ, દિલ્હી)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us