Diwali 2025 : દિવાળી પર આ પ્રમાણે મીઠાઈ ખાવાથી નહીં વધે શુગર લેવલ! આ સરળ ઉપાયો અપનાવો

Diwali Sweets Without Sugar: દિવાળીના તહેવારમાં અમે શુગરના દર્દીઓ માટે કેટલીક સ્ટ્રેટેજી લઇને આવ્યા છીએ, જેને ફોલો કરીને તમારે મીઠાઇથી પુરી રીતે પરહેજ કરવાની જરૂર નહીં પડે અને શુગર લેવલને કંટ્રોલમાં રાખીને તમે દિવાળીની મીઠાશનો આનંદ માણી શકો છો

Written by Ashish Goyal
Updated : October 18, 2025 18:29 IST
Diwali 2025 : દિવાળી પર આ પ્રમાણે મીઠાઈ ખાવાથી નહીં વધે શુગર લેવલ! આ સરળ ઉપાયો અપનાવો
દિવાળીમાં ડાયાબિટીઝના દર્દીઓએ તેમના આહારનું ખાસ ધ્યાન રાખવું પડે છે તસવીર - ફ્રીપિક)

Diwali Sweets Without Sugar: દિવાળીનો તહેવાર આપણા જીવનમાં ખુશીઓ અને આનંદ લાવે છે. દિવાળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે અને ઘરમાં પુષ્કળ મીઠાઇઓ લાવવામાં આવે છે. આવી સ્થિતિમાં ડાયાબિટીઝના દર્દીઓએ તેમના આહારનું ખાસ ધ્યાન રાખવું પડે છે અને તેઓ તહેવારોની વાનગીઓનો સંપૂર્ણ આનંદ માણી શકતા નથી. અમે શુગરના દર્દીઓ માટે કેટલીક સ્ટ્રેટેજી લઇને આવ્યા છીએ, જેને ફોલો કરીને તમારે મીઠાઇથી પુરી રીતે પરહેજ કરવાની જરૂર નહીં પડે અને શુગર લેવલને કંટ્રોલમાં રાખીને તમે દિવાળીની મીઠાશનો આનંદ માણી શકો છો.

ફાયબર યુક્ત ફુડ્સ સાથે મીઠાઈઓ ખાઓ

દિવાળીના અવસર પર આખા ધાન, સૂકામેવા કે બીજ જેવા ફાઈબરયુક્ત ભોજન સાથે મીઠાઈ ખાવાથી લોહીમાં શુગરનું શોષણ ધીમું થઈ શકે છે. જેમ કે તમે દિવાળીની મીઠાઈઓ સાથે કેટલાક અખરોટ અથવા બદામ ખાઈ શકો છો. તેમાં રહેલું ફાઇબર બ્લડ શુગરને એકાએક વધતું અટકાવે છે અને નટ્સ હેલ્થી હોવાથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાનો અહેસાસ કરાવવામાં મદદરૂપ થાય છે, જે વધુ પડતું ખાવાની ઇચ્છાને ઘટાડે છે.

ખાંડની બનેલી નહીં આવી મીઠાઈઓ પસંદ કરો

દિવાળીના અવસર પર મીઠાઈ ખાવી હોય તો ખાંડની જગ્યાએ ખજૂર, ગોળ કે નારિયેળ જેવી નેચરલ સ્વીટનરમાંથી બનેલી મીઠાઈ પસંદ કરો. તે ખાંડની સરખામણીમાં બ્લડ સુગરનું સ્તરમાં ધીરે-ધીરે વધારે છે. કારણ કે તેમનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. જોકે ધ્યાનમાં રાખો કે તેમાં એવી ખાંડ પણ હોય છે જે તમારા શુગર લેવલને અસર કરી શકે છે.

મેથીનું પાણી

બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે મેથીના દાણાનો ઉપયોગ કરો. મેથીના દાણા શુગર લેવલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. દિવાળીની મીઠાઈનો આનંદ માણતા પહેલા, તમે મેથીના દાણામાં આખી રાત પલાળીને તે પાણી પી શકો છો. આ પાણી ગ્લુકોઝના સ્તરને કુદરતી રીતે નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચો – ભોજન કર્યા પછી 1 ગ્લાસ પાણીમાં 4 લવિંગ મિલાવીને પીવાથી સ્વાસ્થ્ય પર શું થાય છે અસર? જાણો

સ્વાદ મુજબ મીઠાઈ ખાઓ

એક સાથે આખી મીઠાઈ ખાવાને બદલે, વચ્ચે-વચ્ચે સ્વાદ પ્રમાણે મીઠાઈ ખાઓ. તેનાથી અચાનક તમારા બ્લડ શુગરમાં વધારો નહીં થાય અને તમે મીઠાઇનો આનંદ પણ માણી શકશો.

મીઠાઇમાં તજનો ઉપયોગ

શુગર લેવલને નિયંત્રિત કરવામાં તજ એક ઉત્તમ વિકલ્પ હોઈ શકે છે. જો તમે દિવાળીની મીઠાઈ ઘરે બનાવતા હોવ તો લાડુ, હલવો અથવા અન્ય મીઠાઈઓમાં તજનો થોડો ભાગ છંટકાવ કરવાનું ધ્યાનમાં લો. તેના ઉપયોગથી શુગર લેવલ કંટ્રોલમાં રાખી શકાય છે.

ડિસ્ક્લેમરઃ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ