Benefits of Lauki Juice in Winters : શાકભાજીનું સેવન સારા સ્વાસ્થ્યની ચાવી છે. શાકભાજીની વાત કરીએ તો દૂધી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. સામાન્ય રીતે દરેક વ્યક્તિને દૂધી ખાવાનું પસંદ નથી થતું, પરંતુ શું તમે જાણો છો કે તે ખૂબ જ પૌષ્ટિક અને આરોગ્યપ્રદ શાકભાજી છે, જે તમારા શરીરને અનેક રોગોથી દૂર રાખી શકે છે. તે એક હલકી, તાજી અને પોષક તત્વોથી ભરપૂર શાકભાજી છે જે આપણા શરીરને સ્વસ્થ રાખે છે. તેનું નિયમિત સેવન કરવાથી સ્ક્રિન ગ્લો કરે છે.
આયુર્વેદ અનુસાર જો આ શાકભાજીનું જ્યુસ બનાવીને સેવન કરવામાં આવે છે, તો તે સ્વાસ્થ્ય માટે અમૃત સાબિત થાય છે. આયુર્વેદિક નિષ્ણાત અને યોગગુરુ બાબા રામદેવે કહ્યું કે જો તેનું જ્યુસ દરરોજ બનાવવામાં આવે અને પીવામાં આવે તો તે વજનને સરળતાથી નિયંત્રિત કરવામાં અસરકારક સાબિત થાય છે. તેનું સેવન કરવાથી પાચનમાં સુધારો થાય છે. વજન ઘટાડવા, ડાયાબિટીસને નિયંત્રિત કરવા અને પાચનમાં સુધારો કરવા માટે દૂધીનું જ્યુસ પીવાનું શરૂ કરો. દરરોજ દૂધીનું સેવન કરવાથી કયા-કયા સ્વાસ્થ્ય લાભો થાય છે જાણો.
દૂધીનું જ્યુસ પીવાના ફાયદા
વજન ઘટાડવામાં મદદગાર
જો તમારું વજન વધી રહ્યું છે, તો તમે તમારા વજન ઘટાડવાના આહારમાં દૂધીનું જ્યુસ સામેલ કરી શકો છો. દૂધીનું જ્યુસ વજન ઘટાડવામાં ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં કેલરી ખૂબ ઓછી હોય છે અને પાણીથી ભરપૂર હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને વધુ પડતું ખાવાની ઇચ્છા ઘટાડે છે. તેનું જ્યુસ નિયમિતપણે પીવાથી મેટાબોલિઝમમાં સુધારો થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.
પાચનને સ્વસ્થ રાખે છે
દૂધીનું જ્યુસ નિયમિતપણે પીવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. તે એસિડિટી, ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓમાં પણ રાહત આપે છે. ઉપરાંત તે આંતરડાને સ્વસ્થ રાખીને પાચનમાં સુધારો કરે છે.
આ પણ વાંચો – સવારે ઉઠતાની સાથે જ લસણની એક કળી ખાઇ લો, આ 5 ફાયદા મળશે
ચહેરાની કરચલીઓ ઘટાડે
દૂધીના જ્યૂસમાં વિટામિન સી અને એન્ટીકિસડન્ટ હોય છે, તે ત્વચાને સ્વસ્થ અને યુવાન રાખે છે. તે ચહેરાની કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે અને ચહેરા પર તાજગી અને ચમક લાવે છે. શિયાળામાં ત્વચાની નમી જાળવવા માટે દૂધીનું જ્યુસ એક ઉત્તમ ઉપાય માનવામાં આવે છે.
બ્લડ સુગર કંટ્રોલ કરે
દૂધીનું જ્યુસ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. તેનું નિયમિત સેવન બ્લડ સુગરનું સ્તર નિયંત્રણમાં રાખે છે અને શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર જાળવવામાં મદદ કરે છે.
હૃદયને સ્વસ્થ રાખે
દૂધીમાં પોટેશિયમ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તે હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તે હૃદયને મજબૂત બનાવે છે અને રક્ત પરિભ્રમણમાં સુધારો કરે છે. દૂધીનું જ્યુસ નિયમિતપણે પીવાથી હૃદય રોગનું જોખમ ઓછું થઈ શકે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે
દૂધીનું જ્યુસ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમાં વિટામિન સી, આયર્ન અને ઘણા જરૂરી પોષક તત્વો હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. શિયાળામાં સંક્રમણ, શરદી અને વાયરલનું જોખમ વધારે હોય છે, તેથી દૂધીનું જ્યુસ પીવાથી શરીરને અનેક રોગોથી બચાવવામાં અસરકારક સાબિત થઈ શકે છે.
દૂધીનું જ્યુસ કેવી રીતે બનાવવું?
દૂધીનું જ્યુસ તૈયાર કરવા માટે એક તાજી દૂધી લઈને તેને સારી રીતે ધોઈ લો, તેની છાલ કાઢી તેના નાના ટુકડા કરી લો. હવે આ ટુકડાઓને જ્યુસરમાં મૂકી જ્યુસ તૈયાર કરો. સ્વાદ વધારવા માટે તમે થોડો લીંબુનો રસ અને એક ચપટી મીઠું ઉમેરી શકો છો.





