બોડીને ડિટોક્સ કરવા માટે આ 3 ડ્રિંક્સ પીવો, ઝડપથી ઘટશે વજન, ત્વચા પણ ચમકશે

Health News Gujarati : જો તમે પણ શરીરને અંદરથી ડિટોક્સ કરવા માંગો છો, તો તમે ચોક્કસ પ્રકારના પીણાંનું સેવન કરી શકો છો. અમે તમને અહીં ડિટોક્સ ડ્રિંકની રેસીપી લાવ્યા છીએ, જેનું તમે સેવન કરી શકો છો

Written by Ashish Goyal
September 10, 2025 18:24 IST
બોડીને ડિટોક્સ કરવા માટે આ 3 ડ્રિંક્સ પીવો, ઝડપથી ઘટશે વજન, ત્વચા પણ ચમકશે
દરરોજ ડિટોક્સ ડ્રિંક્સનું સેવન મેટાબોલિઝમમાં સુધારો કરે છે (તસવીર - ફ્રીપિક)

Health News Gujarati : આજના જમાનામાં ઝડપથી બદલાતી લાઇફસ્ટાઇલ અને ભાગદોડભર્યા જીવનમાં ઘણા લોકો જંક ફૂડનું સેવન કરે છે. ખાસ કરીને યુવાનોમાં બહાર જમવાની આદત સામાન્ય બની ગઈ છે. આવી સ્થિતિમાં આ બધા કારણોસર શરીરમાં ટોક્સિન ભેગું થવા લાગે છે.

શરીરમાં જમા થયેલા ટોક્સિનને કારણે, સ્થૂળતા, થાક, ત્વચા પર ખીલ સહિતની ઘણી બીમારીઓનું જોખમ રહે છે. આવી સ્થિતિમાં શરીરને ડિટોક્સ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. દરરોજ ડિટોક્સ ડ્રિંક્સનું સેવન મેટાબોલિઝમમાં સુધારો કરે છે, જે શરીરને અંદરથી શુદ્ધ કરે છે.

આવી સ્થિતિમાં જો તમે પણ શરીરને અંદરથી ડિટોક્સ કરવા માંગો છો, તો તમે ચોક્કસ પ્રકારના પીણાંનું સેવન કરી શકો છો. અમે તમને અહીં ડિટોક્સ ડ્રિંકની રેસીપી લાવ્યા છીએ, જેનું તમે સેવન કરી શકો છો.

લીંબુ, કાકડી અને ફુદીનાનું ડિટોક્સ પીણું

લીંબુ, કાકડી અને ફુદીનો શરીરને સરળતાથી ડિટોક્સ કરવામાં મદદ કરે છે. તેના સેવનથી ઘણા ફાયદા પણ થાય છે. આ પીણામાં લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે. જ્યારે કાકડી શરીરને હાઇડ્રેટેડ રાખે છે અને ઝેરી પદાર્થોને દૂર કરવામાં મદદગાર છે. ફુદીનો પાચનમાં સુધારો કરે છે.

કેવી રીતે બનાવવું?

આ પીણું બનાવવા માટે એક પાણી બોટલ લો. તેમાં લીંબુના ટુકડા, કાકડીની સ્લાઇડ્સ અને ફુદીનાના પાન ઉમેરો અને થોડી વાર માટે રાખો. હવે તમે તેનું સેવન કરી શકો છો. તેનાથી વજન ઓછું થાય છે અને ત્વચામાં પણ સુધારો થાય છે.

આ પણ વાંચો – સફેદ જામફળ ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદારક કે ગુબાલી જામફળ, જાણો અહીં

લીંબુ અને પાણીનું સેવન કરો

જો તમારી પાસે ઓછો સમય હોય તો તમે ફક્ત લીંબુ પાણીનું સેવન કરી શકો છો. લીંબુ પાણી પણ એક ઉત્તમ ડિટોક્સ ડ્રિંક પણ છે, જેમાં વિટામિન સી અને એન્ટીઓકિસડન્ટ શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. તમે તેને સવારે ખાલી પેટ પી શકો છો. તેને બનાવવા માટે એક કપ નવશેકા પાણીમાં અડધો લીંબુ નિચોવીને સારી રીતે મિક્સ કરી લો. તમે તેમાં હળવું મધ પણ ઉમેરી શકો છો. આ ડિટોક્સ ડ્રિંક પાચનમાં સુધારો કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

આદુ અને મધ સાથે ડિટોક્સ ડ્રિંક

તમે આદુ અને મધ સાથે ડિટોક્સ ડ્રિંક પણ બનાવી શકો છો. આ માટે પહેલા આદુને છીણી લો અને તેને પાણી સાથે હળવા હાથે ઉકાળો. થોડી વાર ઉકાળ્યા બાદ તેને ગાળી લો. હવે તેમાં મધ ઉમેરો અને તેનું સેવન કરો. આદુમાં એવા ઘણા ગુણધર્મો છે, જે શરીરને ડિટોક્સિફાઇ કરવામાં મદદ કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ