ઊંઘતી વખતે પગની પોઝિશન કેવી રાખવી? કઇ રીત છે બેસ્ટ અહીં જાણો

Best Sleeping Positions : તમારી ઊંઘવાની રીત તમને ઘણી સમસ્યાઓથી બચાવી શકે છે. ખાસ કરીને ઊંઘતા સમયે તમારા પગ કઈ પોઝિશનમાં હોય છે, આ બાબત તમારા શરીર પર તણાવનું ઓછું કરવાથી લઇને પાચનને યોગ્ય કરી શકે છે અને પછી વજન પણ ઘટાડી શકે છે

Written by Ashish Goyal
Updated : October 22, 2025 20:00 IST
ઊંઘતી વખતે પગની પોઝિશન કેવી રાખવી? કઇ રીત છે બેસ્ટ અહીં જાણો
Best Sleeping Positions : તમારી ઊંઘવાની રીત તમને ઘણી સમસ્યાઓથી બચાવી શકે છે (તસવીર - સોશિયલ મીડિયા)

Best Sleeping Positions : તમારી ઊંઘવાની રીત તમને ઘણી સમસ્યાઓથી બચાવી શકે છે. ખાસ કરીને ઊંઘતા સમયે તમારા પગ કઈ પોઝિશનમાં હોય છે, આ બાબત તમારા શરીર પર તણાવનું ઓછું કરવાથી લઇને પાચનને યોગ્ય કરી શકે છે અને પછી વજન પણ ઘટાડી શકે છે. બીજું જો તમારી ઊંઘવાની પેટર્ન યોગ્ય હોય તો તમારા શરીરનું બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રહે છે, જેથી તમારી ત્વચા ચમકે છે અને આંખોની નીચે કોઈ ડાર્ક સર્કલ્સ થતા નથી.

એટલું જ નહીં જો ઊંઘવાની રીત ખોટી હોય તો તે તમારા શરીરના યોગ્ય ભાગોને પણ અસર કરી શકે છે. તો ચાલો જાણીએ કે ઊંઘતા સમયે તમારા પગ કેવી પોઝિશનમાં હોવા જોઈએ.

પગની ઉપર પગની રાખીને ઊંઘી જાઓ છો ત્યારે શું થાય છે?

જો તમે પગ પગ ઉપર રાખીને સૂવો છો તો તમારા શરીરનું બ્લડ સર્ક્યુલેશન ખરાબ થવા લાગે છે. એટલું જ નહીં, તે તમારી નસો અને સ્નાયુઓને પણ અસર કરે છે, પાચન પર અસર થાય છે અને પછી તમારી ઉંઘ પર પણ અસર પડે છે. આ તમને પેટથી લઈને હૃદય અને ત્વચા સુધીની સમસ્યાઓથી પરેશાન કરી શકે છે.

ઊંઘતી વખતે પગની પોઝિશન કેવી રીતે રાખવી જોઈએ?

  • ઊંઘતા સમયે તમારા પગ સીધા અને હળવા રાખો. તમારા પગને એવી રીતે રાખો કે તે કરોડરજ્જુની સાથે સીધી હોય. જેનાથી તમારા શરીરની મુદ્રા યોગ્ય રહે છે અને શરીરનું બ્લડ સર્ક્યુલેશન પણ યોગ્ય રહે છે.

  • તમારા પગને પલંગ પર સપાટ રાખો, તમારા ઘૂંટણને સહેજ વાળો. આ તમારી પીઠના નીચેના ભાગ પર દબાણ ઘટાડવામાં મદદ કરી શકે છે.

  • ઊંઘતી વખતે પગને ઓશીકાથી સપોર્ટ કરો અને તેથી પગમાં ઓશીકું રાખીને સૂઈ જાઓ. તેનાથી બ્લડ સર્કુલેશન યોગ્ય રહે છે અને શરીરમાં સોજો પણ આવતો નથી.

  • કરોડરજ્જુ અને સાથળ પરનું દબાણ ઘટાડવા માટે તમારા ઘૂંટણની વચ્ચે એક ઓશીકું મુકો. તે ઊંઘવાની યોગ્ય રીત છે.

ઊંઘતી વખતે પગની આ પોઝિશનને ટાળો?

  • ક્રોસ પગ કરીને ઊંઘવું નહીં, એટલે કે પોતાના પગને ક્રોસ કરવાનું ટાળો, કારણ કે તેનાથી શરીરનું સર્ક્યુલેશન ખરાબ થાય છે.
  • તમારા પગને તમારા શરીરને નીચે દબાવવાથી બચવું જોઈએ. કારણ કે તે કરોડરજ્જુની સમસ્યાઓનું કારણ બની શકે છે.
  • તમારા પગથી બિસ્તરથી લટકાવવાથી ટાળો, કારણ કે તેનાથી તમારી પીઠના નીચેના ભાગ પર દબાણ આવી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ