સાબુદાણા અસલી છે કે નકલી કેવી રીતે ઓળખવા? આવી રીતે કરો ચેક

બજારમાં નકલી સાબુદાણા પણ આવે છે. અમે તમને જણાવીશું કે સાબુદાણાને સરળતાથી કેવી રીતે ઓળખી શકાય. તેને ખરીદતા પહેલા તમે તેને આ રીતે ઓળખી શકો છો કે તે અસલી છે કે નકલી, તો આવો જાણીએ.

Written by Ashish Goyal
October 03, 2025 23:29 IST
સાબુદાણા અસલી છે કે નકલી કેવી રીતે ઓળખવા? આવી રીતે કરો ચેક
ઉપવાસમાં સાબુદાણાની ઘણી વાનગીઓ ખાય છે (Photo: Unsplash)

Fake Sabudana: હિન્દુ ધર્મમાં ઉપવાસનું ઘણું મહત્વનું છે. લોકો ઉપવાસના દિવસોમાં ફરાળ કરે છે. જેમાં ફળોની સાથે સાબુદાણાની ઘણી વાનગીઓ ખાય છે. ખીચડી પણ ખાય છે. જોકે બજારમાં નકલી સાબુદાણા પણ આવે છે. અમે તમને જણાવીશું કે સાબુદાણાને સરળતાથી કેવી રીતે ઓળખી શકાય. તેને ખરીદતા પહેલા તમે તેને આ રીતે ઓળખી શકો છો કે તે અસલી છે કે નકલી, તો આવો જાણીએ.

નકલી સાબુદાણા ખાવાથી તમે બીમાર પડી શકો છો

ઘણી વખત બજારમાંથી લોકો નકલી સાબુદાણાને પોતાના ઘરે લાવે છે. તમને જણાવી દઇએ કે નકલી સાબુદાણા બનાવવામાં કેલ્શિયમ સલફ્યુરિક એસિડ, સોડિયમ હાયપોક્લોરાઇટ, બ્લીચિંગ એજન્ટ, ફોસ્ફોરિક એસિડ સહિતના ઘણા કેમિકલ્સનો ઉપયોગ થાય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તેને ખાઇને તમે બીમાર પણ થઇ શકો છો.

સાબુદાણા અસલી છે કે નકલી કેવી રીતે ઓળખવા?

તમે તેને પાણીમાં નાખી શકો છો. તેને પાણીમાં નાખ્યા બાદ તેમાં સ્ટાર્ચ દેખાવા લાગશે અને તે લીસ્સા થઈ જશે. બીજી તરફ જો સાબુદાણા નકલી હશે તો તે પાણીમાં તેવા ને તેવા જ રહેશે. જેવા પાણીમાં નાખ્યા પહેલા હતા.

આ પણ વાંચો – અભિનેત્રી તમન્ના ભાટિયાના કોચે 90 દિવસમાં 10 કિલો વજન ઘટાડવા માટે 3 ટિપ્સ શેર કરી

અસલી સાબુદાણાને ઓળખવા માટે તમે તેને ચાવી શકો છો. જ્યારે ચાખો ત્યારે તેનો સ્વાદ તમને ચોખા જેવો લાગશે અને તે તમારા દાંત પર ચીકણું હોય તેવું લાગી શકે છે. જો સાબુદાણા નકલી હોય તો તે કિરકિરા જેવા લાગશે.

સાબુદાણા અસલી છે કે નકલી તે જોવા તમે તેને સળગાવીને પણ જોઇ શકો છો. જો સળગાવવા પર તે મોટા થઇ જા તો તે અસલી છે. જ્યારે નકલી સાબુદાણા સળગાવ્યા બાદ તે બળીને રાખ બની જશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ