તહેવારોની સિઝન પર સતાવી રહ્યો છે વજન વધવાનો ડર, એક્સપર્ટ પાસેથી જાણો કેવી રીતે કરવો કંટ્રોલ

Health News Gujarati : તહેવારોના દિવસોમાં અનેક પ્રકારના નવા પકવાનો ખૂબ ખાવામાં આવે છે, જેની સીધી અસર સ્વાસ્થ્ય પર પડે છે અને વજન વધવાની શક્યતા વધી જાય છે. એક વખત વજન વધી જાય પછી તેનાથી અનેક બીમારીઓ થાય છે અને વજનને કંટ્રોલ કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે

Health News Gujarati : તહેવારોના દિવસોમાં અનેક પ્રકારના નવા પકવાનો ખૂબ ખાવામાં આવે છે, જેની સીધી અસર સ્વાસ્થ્ય પર પડે છે અને વજન વધવાની શક્યતા વધી જાય છે. એક વખત વજન વધી જાય પછી તેનાથી અનેક બીમારીઓ થાય છે અને વજનને કંટ્રોલ કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
control weight on festive season, હેલ્થ ટિપ્સ

તહેવારોમાં વધારે પડતી મીઠાઇ ખાવાના કારણે વજન વધવાનો ડર રહે છે (તસવીર - ફ્રીપિક)

how to control weight on festive season : તહેવારોની સિઝન શરુ થઇ રહી છે. તહેવારોમાં આપણે આપણી જાતને રોકવાનો ગમે તેટલો પ્રયાસ કરીએ પરંતુ આપણે મીઠાઈઓ અથવા અન્ય ઘણા પ્રકારના ફુડ્સનું સેવન પરિવાર અને સંબંધીઓ સાથે કરી લઇએ છીએ. આ દિવસોમાં અનેક પ્રકારના નવા પકવાનો ખૂબ ખાવામાં આવે છે, જેની સીધી અસર સ્વાસ્થ્ય પર પડે છે અને વજન વધવાની શક્યતા વધી જાય છે. એક વખત વજન વધી જાય પછી તેનાથી અનેક બીમારીઓ થાય છે અને વજનને કંટ્રોલ કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે. ડાયેટિશિયન ગીતાંજલિ સિંહે જણાવ્યું કે તહેવારોની સિઝનમાં વજન વધતું કેવી રીતે અટકાવવું.

Advertisment

ડાયટિશિયન ગીતાંજલિ સિંહ અનુસાર તહેવારોના અવસર પર ઘણા પ્રકારની ખાદ્ય ચીજો જેવી કે મીઠાઈ અને તળેલી વસ્તુઓનું સેવન થવા લાગે છે. આ વજન વધારવા તરફ દોરી જાય છે કારણ કે મીઠાઈઓ અને ખાદ્ય ચીજોમાં ખાંડ અને ચરબીની માત્રા વધારે હોય છે. જેના કારણે આપણને વધુ ભૂખ લાગે છે અને વધુ ખાવાથી વજન ઝડપથી વધવાની શક્યતા રહે છે. આવી સ્થિતિમાં કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને, તમારો તહેવાર પણ સારી રીતે ઉજવી શકાય છે અને વજનને પણ નિયંત્રિત કરી શકાય છે.

ખાન-પાન પર ધ્યાન

તહેવારોમાં મીઠાઈ અને તળેલા ખોરાકનો વપરાશ વધી જાય છે. જેનાથી વજન ઝડપથી વધી શકે છે. આવી સ્થિતિમાં, ખોરાકનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે. તહેવારના સમયમાં સંતુલિત આહાર પર ધ્યાન આપવું જોઈએ. તાજા ફળો, સલાડ, લીલા શાકભાજી અને પ્રોટીનયુક્ત વસ્તુઓ ખાવાથી ફાયદો થાય છે.

પૂરતી ઊંઘ લો

તહેવારના સમયમાં મોડી રાત સુધી મિત્રો, પરિવાર અને સંબંધીઓ સાથે ઘણી વાતચીત થતી રહે છે, જેના કારણે ઊંઘ પર અસર પડે છે. સૌ પ્રથમ ખાતરી કરો કે તમે પૂરતી ઊંઘ લઈ રહ્યા છો. જ્યારે તમે સારી રીતે આરામ કરો છો ત્યારે તમે તંદુરસ્ત બની શકો છો. જેનાથી શરીર ઉર્જાવાન રહે છે.

Advertisment

આ પણ વાંચો - રક્ષાબંધન પર બહેનને આપો આ ખાસ ગિફ્ટ, આખું વર્ષ તમને યાદ કરશે

નિયમિત કસરત કરો

તહેવારમાં ભાગદોડની વચ્ચે કસરત અને જીમ સંપૂર્ણપણે ચૂકી જાય છે. આવી સ્થિતિમાં ધ્યાનમાં રાખો કે કસરત માટે થોડો સમય કાઢો. કસરત માત્ર વજન ઘટાડવામાં જ મદદ નથી કરતી, પરંતુ સ્વાસ્થ્યને સુધારવામાં પણ મદદ કરે છે.

મીઠાઈ પર નિયંત્રણ રાખો

તહેવારોમાં મીઠાઈનો વપરાશ વધી જાય છે અને તેને ટાળતા પણ નથી. આવી સ્થિતિમાં તમે કેટલી મીઠાઈનું સેવન કરી રહ્યા છો તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. મીઠાઇમાં શુગર અને કેલરી વધારે હોય છે, જેનાથી શુગર લેવલ વધી શકે છે. આવી સ્થિતિમાં શુગર ફ્રી કે ઓછી કેલરીવાળી મીઠાઈનું સેવન કરવું યોગ્ય રહેશે.

વધુ પાણી પીવો

સામાન્ય રીતે લોકો તહેવારની રોનકમાં એટલા ખોવાઈ જતા હોય છે કે તેઓ ઓછું પાણી પીતા હોય છે, પરંતુ ઓછું પાણી પીવાથી શરીરમાં ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે. સાથે જ ભરપૂર માત્રામાં પાણી શરીરમાંથી ટોક્સિન્સ દૂર કરવામાં મદદ કરે છે અને ભૂખ પણ ઓછી કરે છે. તેનાથી મેટોબોલિઝન ઝડપી રહેશે અને ઓછું ખાવામાં મદદ મળશે.

તહેવાર જીવનશૈલી health tips